ક્યારે છે શનિ જયંતિ? જાણો તારીખ, પૂજા વિધિ, મહત્વ અને શનિ દેવની કૃપા મેળવવા માટે શું કરવું?

0
372

શનિ જયંતિના દિવસે સવારે વહેલા ઊઠીને કરો આ કામ, મળશે શનિદેવની વિશેષ કૃપા.

તમામ નવ ગ્રહોમાં શનિનું વિશેષ મહત્વ છે. શનિદેવ સૂર્યદેવ અને માતા છાયાના સંતાન છે. હિંદુ પંચાંગ મુજબ, શનિ જયંતિ દર વર્ષે વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. આ કારણથી આ તિથિનું વિશેષ મહત્વ છે અને આ દિવસે ભગવાન શનિદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ વર્ષે શનિ જયંતિ 19 મે 2023 ના રોજ ઉજવવામાં આવશે.

જ્યોતિષમાં શનિદેવને કર્મફળદાતા અને ન્યાયધિપતિનો દરજ્જો મળ્યો છે. શનિની સાડાસાતી અને ઢૈય્યા (અઢી વર્ષનો પ્રકોપ) ની અસરથી વ્યક્તિના જીવનમાં ઘણા પરિવર્તન જોવા મળે છે. જે લોકોના જીવનમાં શનિ સાડાસાતી અને શનિ દોષ સંબંધિત કોઈ દોષ હોય તો તેને દૂર કરવા માટે શનિ જયંતિ પર તેમની પૂજા કરવી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શનિ સાથે સંબંધિત કેટલાક ઉપાય કરવાથી તમને શનિદેવની વિશેષ કૃપા મળે છે.

શનિ જયંતિ તિથિ અને પૂજા મુહૂર્ત 2023 :

વૈશાખ અમાસ તિથિ શરૂ – 18 મે રાત્રે 9:43 કલાકે

વૈશાખ અમાસ તિથિ સમાપ્ત – 19 મે રાત્રે 09:21 કલાકે

ઉદય તિથિના આધારે 19 મેના રોજ શનિ જયંતિ ઉજવવામાં આવશે. આ દિવસે શનિદેવની પૂજા અને દાન કરવું ખૂબ જ શુભ રહેશે.

શનિદેવ પૂજા વિધિ :

શાસ્ત્રોમાં શનિ જયંતિ પર શનિદેવની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. શનિ જયંતિના દિવસે સવારે વહેલા ઊઠીને સ્વચ્છ વસ્ત્રો પહેરો અને સૌપ્રથમ સૂર્યદેવને જળ ચઢાવો. તે પછી તમારા ઘરની નજીકના મંદિરમાં જાઓ અને શનિદેવની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો. ત્યારબાદ પાણીમાં કાળા તલ અને વાદળી રંગના ફૂલ મિક્સ કરીને શનિદેવને અર્પણ કરો. આ પછી શનિદેવ સંબંધિત મંત્રોનો જાપ કરો અને અંતમાં શનિ આરતી અને હનુમાન ચાલીસાનો પાઠ કરો.

શનિદેવ સાથે સંબંધિત મંત્રો :

ૐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ।

ૐ શં શનૈશ્ચરાય નમઃ।

ૐ નિલાન્જન સમાભાસં રવિપુત્રં યમાગ્રજમ। છાયામાર્તંડ સંભૂતં તં નમામિ શનૈશ્ચરમ॥

ૐ શન્નોદેવીર-ભિષ્ટયઽઆપો ભવન્તુ પીતયે શંય્યોરભિસ્ત્રવન્તુનઃ।

ૐ ભગભવાય વિદ્મહૈં મૃત્યુરુપાય ધીમહિ તન્નો શનિઃ પ્રચોદ્યાત્।

ૐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ।

શનિ જયંતિ પર ઉપાયો :

કરિયર-બિઝનેસમાં સફળતા અને પ્રગતિ મેળવવા માટે શનિ જયંતિના દિવસે પીપળાના ઝાડ નીચે સરસવના તેલના નવ દીવા પ્રગટાવો.

સંતાન સુખ મેળવવા માટે શનિ જયંતિની સાંજે શનિ મંદિરમાં જઈને શનિદેવને જળ અર્પણ કરો અને પીપળાના ઝાડના મૂળમાં કાળા તલ વાળું જળ અર્પણ કરો. આ સાથે શનિના મંત્રોનો સતત જાપ કરો. આ ઉપાયથી જીવનમાં સંતાન સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થશે.

કુંડળીમાંથી શનિ દોષ દૂર કરવા માટે ગંગા સ્નાન અને દાન કરવું જોઈએ.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.