એક રાજાના દરબારમાં એક અજાણી વ્યક્તિ નોકરી માટે આવે છે. રાજા તેની લાયકાત પુછે છે. જવાબમાં અજાણી વ્યક્તિ કહે છે કે હું અક્કલથી કોઇ પણ જાતનો ગુચવાયેલો કોયડો ઉકેલી શકું છું. રાજા એમને ધોડાના તબેલાની જવાબદારી સોંપી દે છે.
થોડા દિવસો પછી રાજાએ તેમના અતિ મોંધા અને પ્રિય ધોડા બાબતે અભીપ્રાય પુછયો. જવાબમાં નોકરે કંહ્યુ કે “ધોડો અસલી નથી”. રાજાએ તપાસ કરાવી તો જાણવા મળ્યું કે ધોડાની નસલ તો અસલી છે, પરંતુ તેની માં દુનિયામાં રહી ન હતી એટલે તે ગાયને ધાવીને મોટો થયો હતો.
રાજા એ નોકરને પુંછયું કે તને આ કેવી રીતે ખબર પડી? નોકરે જવાબ આપ્યો કે નામદાર ધોડાઓ મોઢામાં ધાસ લઈને મોઢુ ઉંચુ કરીને ખાય છે જયારે આ ધોડો ગાયની માફક નિચે નમીને મોઢુ નિચે રાખીને ધાસ ખાતો હતો.
રાજાએ ખુશ થઈને નોકરના ધરે અનાજ, ધી વગેરે મોકલી આપ્યું, અને નોકરને બઢતી આપીને તેને રાણીનાં મહેલમા નોકરી આપી. અને પછી રાજાએ તેની રાણી બાબતે સવાલ કર્યો તો જવાબમાં નોકરે કંહ્યુ કે, રાણીની રહેણીકરણી તો મલિકા જેવી છે પણ તે રાજકુમારી નથી.
રાજા આશ્ચર્ય ચકીત થઈ ગયો. તરતજ તેણે તેની સાસુને બોલાવી. સાસુએ ખુલાસો કર્યો કે મારી દિકરી જન્મી કે તરતજ તમારી સાથે તેની સગાઇ કરી નાખવામાં આવી હતી. પરંતુ છ મહિનામાં જ મારી દિકરી મરી ગઈ. એટલે બીજી કોઇ છોકરીને અમે ગોદ લીધી જે આજે તમારી રાણી છે.
રાજા એ નોકરને પુંછયુ કે તને આ કઈ રીતે ખબર પડી? નોકરે જવાબ આપ્યો કે ખાનદાન લોકોનો અન્ય લોકો સાથેનો વ્યવહાર ખુબજ સાલસ અને નમ્ર હોય છે જે આપની રાણીમાં નથી.
રાજા એ ખુશ થઈને ફરીથી નોકરને ધરે અનાજ, ધેટા, બકરા વગેરે ઇનામમાં આપીને પોતાના દરબારમાં સ્થાન આપ્યું. થોડા વખત પછી રાજા એ નોકરને બોલાવ્યો અને તેમણે પોતાનાં વિષે જાણવાની ઇચ્છા પ્રગટ કરી જવાબમાં નોકરે કંહ્યુ કે “અભય વચન આપો તો તમારી અસલીયત બાબત કહું”.
રાજા એ આપ્યું એટલે નોકરે કંહ્યુ કે “ના તો આપ રાજા છો કે ના તો તમારો વ્યવહાર રાજા જેવો છે”. રાજા ગુસ્સાથી લાલપીળો થઈ ગયો પણ જાન માફીનું વચન આપ્યું હતું એટલે સમસમીને ચુપ રહ્યો અને રાજાએ પોતાના પિતા પાસે જઈને પુછયું કે, હું ખરેખર કોનો દીકરો છું?
જવાબમાં તેના પિતા એ કંહ્યુ કે હા સાચી વાત છે. મારે કોઇ ઓલાદ ના હતી તેથી મેં તને એક કસાઈ પાસેથી ગોદ લીધો છે. રાજા અચરજ પામી ગયો અને નોકરને પુછયું કે તને કેવી રીતે ખબર પડી?
જવાબમાં નોકરે કહ્યુ કે ‘રાજા જયારે કોઇને ઇનામ આપે તો તે હીરા, મોતી અને ઝવેરાતના રૂપમાં આપે છે”. પરંતુ તમે તો મને કાયમ અનાજ, ધેટા બકરા વગેરે ઇનામમાં આપ્યા જે વહેવાર કોઇ ક સાઈની ઓલાદ જેવો હતો.
બોધ : માણસની અસલિયત તેનાલો હીનો પ્રકાર, સંસ્કાર, વ્યવહાર અને નિયત ઉપર નિર્ભર કરે છે.
હેસિયત બદલાઇ જાય છે, પણ ઔકાત તો તેની તે જ રહે છે.
વિજ્ઞાનમાં D.N.A. ની શોધ અમથી જ નથી થઈ.
– સાભાર રાજેશ ડોડીયા (અમર કથાઓ ગ્રુપ)