‘કલરવ’ : જ્યારે કોઈ આપણાથી દૂર જાય છે ત્યારે આપણને તેનું મહત્વ સમજાય છે.

0
454

સ્નેહા અને સંજયનું લગ્નજીવન ખુબ સુખી હતુ. સંજયની સુરતમાં રત્નકાર તરીકે એક સારા હિરાના કારખાનામાં કારીગર હતો અને પત્ની સ્નેહા ગૃહિણી તરીકે પોતાની ફરજ બજાવતી સાથોસાથ નામ પ્રમાણે જ ખૂબ સ્નેહાળ, લાગણીશીલ, મૃદુભાષી હતી.

બંને વચ્ચે ખુબ સ્નેહ હતો અને સમજણ ભરેલી જિંદગી હતી પણ, સંજય ને સ્નેહાની એક આદત ગમતી ન હતી અને તે હતી સ્નેહાને પક્ષી બહુ ગમતા અને એને પાળવાનો શોખ અને સ્નેહાએ કબૂતર ને પોપટ ઘરે રાખ્યા હતાં.

પણ, તે ક્યારેય તેની ફરીયાદ કરતો નહિ કારણ કે તે કોઈની સ્વતંત્રતા છીનવાય જાય તેવુ કરવા નહોતો માંગતો એટલે તેના ઘેર પોપટ ને કબુતરનો કલરવ કાયમ રહેતો અને એટલે તેની તેને ક્યારેય કિંમત કરી નહોતી.

પણ, આજે જ્યારે સ્નેહાને પોતાના પીયર અમરેલી માતાની તબિયત લથડતાં હોસ્પિટલમાં આવવુ પડ્યુ અને સાથે પોતે પાળેલા પક્ષી ને પણ લઈ ગઈ, અને સંજય જ્યારે ઘેર એકલો પડ્યો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે સ્નેહા અને તેના પોપટ ને કબુતરના કલરવથી તેનું ઘર હર્યું- ભર્યું હતું તેના વિના ઘર એકદમ વેરાન જેવુ લાગતું હતું.

આજ એને સમજાયું કે સ્નેહા જ્યારે ઘરમાં એકલી હોય ત્યારે આજ પક્ષીઓ એના કલબલાટથી સ્નેહાને કલરવ કરાવતાં હતાં.

– સંદિપ અગ્રાવત લાલદા, સરદારપુર.

ત્રણ વર્ષ પહેલાં લખેલી પેલી વાર્તા

(અમર કથાઓ ગ્રુપ) (ફોટા પ્રતિકાત્મક છે.)