સમય ખરાબ હોય તો મિત્ર પણ શત્રુ બની જાય છે, ગરુડ અને કાગડાની સ્ટોરી દ્વારા સમજો આ વાત.

0
894

આ ભારતીય કથા મહાભારત અને ભગવદ ગીતામાંથી લેવામાં આવી છે. આ લોક કથાનો હિંદુ ધર્મમાં ઘણી જગ્યાએ ઉલ્લેખ મળે છે. આ કથા એક કાગડા અને ગરુડની છે. એક વખત એક કાગડાની ગરુડ સાથે મિત્રતા થઈ ગઈ. બંને એકબીજા સાથે વધારે સમય પસાર કરવા લાગ્યા.

તેમની મિત્રતા એટલી ગાઢ થઈ ગઈ હતી કે બંને જણા કોઈ પણ વાત એકબીજાથી સંતાડતા નહતા. એક દિવસ બંને એક નદીના કિનારે ઝાડ પર બેસીને વાત કરી રહ્યા હતા, ત્યારે એક યમદૂત ત્યાંથી પસાર થયો. તે કાગડાને જોઈને હસ્યો.

ત્યારે ગરુડ અને કાગડાએ યમદૂતને અવગણ્યો અને પોતાની વાતોમાં લાગી ગયા. પણ બીજા દિવસે ફરી એવું જ બન્યું. બંને વાતો કરી રહ્યા હતા ત્યારે તે જ યમદૂત ફરી ત્યાંથી પસાર થયો. તે ફરી કાગડાને જોઈને હસ્યો. આ વખતે કાગડાને શંકા થઈ. તેણે ગરુડને જણાવ્યું કે, આ યમદૂત મને જોઈને કાલે પણ હસ્યો હતો અને આજે પણ એજ રીતે હસ્યો, કંઇક તો ગડબડ છે. થઈ શકે છે કે મારો અંતિમ સમય આવવાનો હોય.

ગરુડે તેને સમજાવ્યું કે આવું કઈ જ નથી. આ એક સંયોગ પણ હોઈ શકે છે. તું ચિંતા ન કર. પછી બીજા બે-ત્રણ દિવસ પણ એજ રીતે પસાર થયા. દરરોજ તે યમદૂત કાગડાને જોઈને હસતો હતો.

હવે કાગડાને વિશ્વાસ થઈ ગયો કે નક્કી મારો અંતિમ સમય નજીક છે. તેણે ગરુડને કહ્યું કે, મિત્ર હું સ્વર્ગમાં જવા નથી માંગતો. પણ આ યમદૂત જરૂર એક-બે દિવસમાં મારા પ્રા ણલઈને સ્વર્ગમાં જતો રહેશે. તે રોજ જ મને જોઈને હશે છે. ગરુડને પણ લાગ્યું કે, થઈ શકે છે કે કાગડાની શંકા સાચી હોય. તેણે કાગડાને ધીરજ રાખવા કહ્યું. ગરુડે કાગડાને કહ્યું કે, તું ચિંતા ન કર મારા મિત્ર હું તને અહીંથી એટલો દૂર લઈ જઈશ કે યમદૂત તને દેખાશે જ નહીં.

ગરુડે કાગડાને પોતાની પીઠ પર બેસાડયો અને તેને જંગલમાં હજારો કિલોમીટર દૂર કૈલાશ પર્વત પર લઈ ગયો. બંનેને તે વાતનો ડર રહ્યો નહીં કે, અહી તેમને કોઈ પરેશાન કરી શકે છે. તેઓ કૈલાશ પર્વત પર આવેલી એક ગુફામાં પહોંચ્યા. ત્યાં તેમણે જોયું કે તે યમદુત પહેલાથી જ ત્યાં હાજર હતો.

તેણે કાગડાના પ્રા ણખેંચી લીધા અને ગરુડ જોતો જ રહી ગયો. તેણે યમદૂતને પૂછ્યું કે, તમે કાગડાના પ્રાણ કેમ લીધા? ત્યારે યમદૂતે જણાવ્યું કે, તેનો અંતિમ સમય અહીંયા જ લખેલો હતો એટલે. ગરુડે પૂછ્યું કે, તો પછી તમે જંગલમાં તેને જોઈને હસતા કેમ હતા?

યમદૂતે જવાબ આપ્યો, તેનો અંતિમ સમય કૈલાશ પર્વત પર જ લખેલો હતો, પણ ચાર-પાંચ દિવસ પહેલા તેને તે જંગલમાં જોઈને મને આશ્ચર્ય થતું હતું કે તે આટલા ઓછા સમયમાં અહીં કેવી રીતે પહોંચશે, કારણ કે તેની પાંખ નાની હતી અને તે લાંબી ઉડાન પણ ભરી શકતો નહોતો. તો હજારો યોજન દૂર કૈલાશ સુધી કેવી રીતે પહોંચશે? આ જ વિચારીને હું દરરોજ હસીને નીકળી જતો હતો. પરંતુ ભાગ્ય જુઓ, તું તેનો પરમમિત્ર જ તેને અહીં ખુબ ઓછા સમયમાં લઇ આવ્યો.

આ માહિતી એસ્ટ્રો સાયન્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.