જવાનીમાં કામમાં બિઝી હો ત્યારે માતા પિતા માટે સમય કાઢો નહિ તો એવી હાલત થશે કે….

0
517

એક યંગ કરોડપતી દીકરો ઉતાવળો હોસ્પિટલમાં દાખલ થયો અને રીસેપ્શન પર જઈને પૂછ્યું : મારી માતાને કેમ છે? તેને શા માટે દાખલ કરી છે? તેને શું થયું છે? તેને ક્યારે દાખલ કરી? તેને કોણે દાખલ કરી?

ડોક્ટરે કહ્યું, તમારી માતાને માઇલ્ડ હાર્ટ એટેક આવેલો અને તે માટે તેને ટાઈમસર હોસ્પિટલમાં આ બાજુમાં બેઠેલા સિનિયર સિટીઝન કપલે દાખલ કરેલ છે.

દીકરાએ સિનિયર સિટીઝન કપલનો આભાર માન્યો અને વિનય સાથે કહ્યું કે, માફ કરજો વડીલો મને તમારી ઓળખાણ ના પડી.

તેમાંની સિનિયર લેડી બોલ્યા કે, હું પણ તમારી મમ્મીને ઓળખતી નથી.

આ સાંભળી આ દીકરો તો આશ્ચર્યમાં પડી ગયો.

તો તમે મારી માતાને કેવી રીતે જાણો છો? – દીકરાએ પૂછ્યું.

ત્યારે સિનિયર સિટીઝન જેન્ટલમેન કાકાએ જવાબ આપ્યો, તમારી માતાને અમારા 60 Plus ઉંમર WhatsApp ગ્રુપને કારણે ઓળખીએ છીએ.

આ સાંભળી દિકરો તો તે સિનિયર સિટીઝન કપલ કાકા કાકી સામે ટગર ટગર જોયા જ કરતો રહ્યો.

કાકાએ વધુમાં કહ્યું કે, અમારુ 60 Plus ઉંમરના લોકોનું WhatsApp ગ્રુપ છે. આ ગ્રુપ માં ૬૦ વર્ષ ઉપરની ઉંમરની હોય તે વ્યક્તિને જ સામેલ કરવામાં આવે છે.

દરેક જણાએ આ WhatsApp ગ્રુપમાં રોજ સવારે GOOD MORNING મેસેજ લખવાનો હોય છે. તેવી રીતે બપોરના દરેક જણે GOOD AFTERNOON અને રાતના GOOD NIGHT લખવાનું હોય છે. ત્યારબાદ દરેક જણ પોતપોતાના મેસેજ ચેટ કરતા હોય છે.

જ્યારે કોઈ મેમ્બરનો ગુડ મોર્નિંગ નો મેસેજ ન આવે ત્યારે તેની નજીક રહેતા મેમ્બર એલર્ટ થઈ બીજા મેમ્બરો સાથે તે મેમ્બરના ઘરે વિઝિટ કરે છે.

આજે સવારના તમારી મમ્મી તરફથી કોઈ મેસેજ ન આવ્યો તે કારણથી અમે આજે અહીંયા હોસ્પિટલમાં છીએ.

વધુમાં કાકાએ કહ્યું કે તમે તમારા માતા પિતાને બધી જ ફેસીલીટી, પૈસો આપો તે પૂરતું નથી. પરંતુ તે લોકોને તેમની સાથે કોઈ વાત કરી શકે તેની વધુ જરૂર છે, દીકરા.

તેં તારી માતાની છેલ્લી ક્યારે મુલાકાત કરી હતી? – કાકાએ પૂછ્યું.

દીકરો તરત જવાબ ન આપી શક્યો.

જો દીકરા આ કારણસર જ અમે ૬૦ પ્લસ ની ઉંમરવાળાઓએ આ ગ્રુપ બનાવ્યું છે.

એમ કહી કાકા કાકી હોસ્પિટલમાંથી નીકળી ગયા.

મેસેજનો સારાંશ એ છે કે, જવાનીમાં કામમાં બિઝી હો ત્યારે માતા પિતાની ઉંમર તો વધતી જ હોય છે. તેમને એકલા પણું મહેસુસ ના થવા દો. મારું પોતાનું માનવું પણ એજ છે કે આવા ગ્રુપ પણ હોવા જ જોઈએ.

સેવા પરમો ધર્મ.

– સાભાર રેનુ તમાકુવાળા (અમર કથાઓ ગ્રુપ)