રામ ક્યાં અને ક્યારે જન્મી શકે? વાંચો સાહિત્યકારનાં મુખે સાંભળેલી વાત.

0
441

એક પ્રેરક પ્રસંગ છે કે દશરથજી જ્યારે રથ લઈને પસાર થતા હતા ત્યારે એક નદી કિનારે ઘોડાને પાણી પીવડાવા માટે આવે છે. ત્યારે એક ગાય એ માટીમાં ખૂંચી ગય હતી તે ગાય ઉપર દશરથજી નો પગ પડે છે, અને તે ગૌમાતા જી નો દોષ લાગે છે.

આ દોષનું નિવારણ માટે એક બ્રાહ્મણ ને પૂછ્યું કે હવે શું કરવું જોઈએ? ત્યારે એ બ્રાહ્મણ ક્હ્યું કે, મહારાજ આ દોષનું નિવારણ માટે કોઈ સ્ત્રી એ પર પુરુષ ને ન સેવ્યો હોય તે સ્ત્રી આપની ઉપર એ નદી નું પાણી રેડે તો નિવારણ થાય.

ત્યારે કૌશલ્યા જી એ ક્હ્યું કે મહારાજ આ કામ તો હું કરી શકું છું અને કૌશલ્યા જી એ પાણીનું બેડું લય ને હાલતાં થાય ત્યાં એમની દાસી એ ક્હ્યું કે, મહારાણી તમે રહેવા દો આ કામ તો હું પણ કરી શકું છું.

અને તે પાણીનું બેડું લય ને નગરની બહાર આવે ત્યારે એક વાળવા વાળી બાય કહે કે, તમે રહેવા દો આ કામ તો હું પણ કરી શકું છું, કારણ કે હું મારા પતિ સિવાય ક્યારેય બીજા પુરુષ ને સેવ્યું નથી. માટે લાવો હું પાણી ભરીને લાવું. આવાં રાજ્ય ની રયત હોય ત્યાં રામ જેવા મર્યાદા પુરુષોત્તમ નો જન્મ થાય છે.

હે ભગવાન રામ દરેક ભક્તોજનોની પ્રાર્થનાઓ સાંભળી લો, મારાં ને તમારાં રાજ્ય ને આ મુશ્કેલી માંથી ઉગારી લો.

હે અયોધ્યા નંદન શ્રી રામ આપની જય જય કાર હો.

સીતારામ સીતારામ.

એક સાહિત્યકાર નાં મુખે સાંભળેલી વાત પરથી.

– સાભાર પટેલ જેન્તી વૈષ્ણવ (અમર કથાઓ ગ્રુપ)