માણસ
કે.વી.રોહિત….. 27 april 2021.
ઈશ્વરે, આ પૃથ્વી પર એક જ પ્રાણી એવુ બનાવ્યું જે આખા બ્રહ્માંડ મા અલગ તરી આવે. બધા પ્રાણી ઓ ને આડા બનાવ્યા ને ખાલી માણસ ને જ ઉભો બનાવ્યો. બીજું, એને જીભ આપી. તો થયું ચાલો આજ “માણસ” બની ને fb પર ઉતરાણ કરવા દે.
“હું માનવી માનવ થાવ તો ઘણું”
છેલ્લા એક વર્ષ થી આપણા જીવન માંથી અમુક વાક્યો ની બાદબાકી થઇ ગઈ છે. અને એ છે, “બેટા જરા જો તો મહેમાન આવ્યા છે!” બારણું ખોલ, મહેમાન માટે ચા મૂક. “એમ જમ્યા વગર ના જવાય હો” અમારી મહેમાન ગતિ તો માણવી જ પડે. ગુજરાતી ભૂમિ પર ખુબ સહજતાથી બોલતા આ વાક્યો.
નથી હવે કોઈ મળવા આવતું, નથી કોઈ ના ઘરે જવાતું. ડેલો ખુલે તોય મન મા ફડક પેદા થાય.. કોણ હશે? આ મહેમાનગતિ પર એક જાત નું ગુજરાતી વિરામ ચિહ્નન (અલ્પ વિરામ), લાગી ગયુ. તહેવારો, શુભ પ્રસંગોમાં મહેમાન ગતિનું મહત્વ હતું એ પણ ગયું. લિમિટેડ હાજરી ને તહેવારો, આ માણસ નામનું પ્રાણી એના ઘર મા એકલું પડી ગયું છે.
માણસ માણસ થી વિખૂટો પડી ગયો. જે લોકોને એક સમયે મહેમાન આકરા લાગતા તા…. અતિથિ કટાણે આવે એ ગમતું નહોતું. એ જ હવે માણસ નો સંગાથ ઈચ્છે છે. એનેય એમ થાય છે કે બે માણસ ની સાથે વાત કરીએ તો સારુ લાગે. વાત કરવાથી મન હળવું થાય. આ વિડીઓકૉલ મા રૂબરૂ વાત જેવી મજા નથી આવતી.
મન મા એમ થાય છે કે છેક અહીં સુધી આપણે કેમ પહોંચી ગયા?
આપણે માણસો એ પણ હાલ ની પરિસ્થિતિને જોતા એક વાત સમજી લીધા જેવી છે. આપણે પણ આ પૃથ્વી પર ના મહેમાન જ છીએ. ક્યાં કાયમ રહેવાના છીએ. કોને ખબર કેટલું રહેવાના છીએ. આજે આ લખાઈ રહ્યું છે. તમે વાંચી રહ્યા છો ! કાલની કોને ખબર?
જીવન ની ક્ષણ ભંગૂરતા પણ સમજાઈ ગઈ છે. તો પછી આપણે જો અહીં મહેમાન જ છીએ તો એક બીજી વાત પણ સમજવી જોઈએ કે મહેમાન ની એક મર્યાદા હોય. કોઈ ના ઘરે કેવું વર્તન કરવું એની સમજણ હોય. આપણે કોઈ ના ઘર મા જ છીએ ને જ્યાં છીએ ત્યાં તો પહેલા કંઈક બીજું હતું, ઠેર ઠેર કુદરત નો વાસ હતો, જંગલો હતા. આપણે તો કોઈ ના ઘર મા શહેરો વસાવ્યા છે. આપણે કુદરત ના મહેમાનો છીએ, એની મહેમાન ગતિ માણીએ મર્યાદા મા યજમાન ને પરેશાન કર્યા વિના.. મહેમાન હોઈ એ ત્યાં અણગમતું ય મળે એને ચલાવી લેવું પડે.
જ્યાં ફરિયાદ ઓછી ને સ્વીકાર વધુ. ત્યાં પીડા ઓછી.
છેલ્લે, એક વાત થી સંધ્યા ટાણે માણસ નામ ની સુગન્ધ ફેલાવી ને મનો શબ્દ ને પૂર્ણ વિરામ તરફ લઇ જવા છે.
ત્યારે એક ભિક્ષૂક એક શેઠ ને ત્યાં ભીખ માંગવા માટે પહોંચ્યો.. ભિક્ષૂક એ કહ્યું. અલ્લાહ કે નામ પે કુછ દે દે શેઠ..
શેઠે જવાબ આપ્યો.. ઘડીક ખમ મારો માણસ આવવા દે. ભિક્ષૂક એ બીજી વાર પાછું એનું એજ વાક્ય કહ્યું. શેઠ નો ફરીવાર પણ એજ જવાબ.. મારો માણસ આવવા દે..
ફરી પાછું થોડી વાર પછી ભિક્ષૂક ની આતુરતા નો અંત આવતા છેલ્લી વાર પાછું કહ્યું… શેઠ અલ્લાહ કે નામ પે કુછ દે દે…
શેઠ કહ્યું.. મારો માણસ આવવા દે… ભિક્ષુકે ખુબ સુંદર પ્રત્યુત્તર વાળતા કહ્યું.. શેઠ તમારો માણસ આવે કે ના આવે પણ થોડી વાર માટે તમે માણસ થઇ જાવ ને. !..
હાલ ની પરિસ્થિતિ મા “કે.વી.રોહિત” પોતાની જાત ને એક સવાલ પૂછે છે આપણે કોઈ ને કઈ ના આપી શકીએ તો કઈ નઈ પણ, દૂર રહી ને… એક સાંત્વના, પ્રેમાળ હૂંફ ના બે શબ્દો, સ્નેહ, એના દુઃખ ને હળવું કરવા, લાગણી ભીનો સહારો તો બની શકીએ. કદાચ મારાં મત મુજબ એ બધા માટે આથી મોટો ઓક્સિજન શું હોઈ શકે.
નઈ તો ક્યાક ઈશ્વર ને પસ્તાવો તો ના થાય કે તને આ પૃથ્વી પર માણસ તરીકે મોકલી ને ભૂલ તો નથી કરીને.!
– કે.વી.રોહિત. (અમર કથાઓ ગ્રુપ)