માલિક નોકરના કામથી સંતુષ્ટ છે કે નહિ તે જાણવા માટે નોકરે લીધી માલિકની પરીક્ષા.

0
840

આશરે 12-13 વર્ષનો બાળક તેના ઘરની નજીકની દુકાનમાં ગયો અને દુકાનદારને કહ્યું – કાકા, હું ફોન કરી શકું? દુકાનદાર સંમત થયો, તેથી બાળક ફોન પાસે ગયો અને એક નંબર ડાયલ કર્યો, જ્યાંથી એક પુરુષનો અવાજ આવ્યો.

દુકાનદારે તે બાળકની વાતો ધ્યાનથી સાંભળવાનું શરૂ કર્યું. બાળકે પૂછ્યું – સાહેબ, મને ખબર પડી છે કે તમે તમારા બગીચાની સંભાળ રાખવા માટે કોઈ માણસની શોધમાં છો, મારે તમારા બગીચામાં કામ કરવું છે? શું તમે મને તક આપશો? માલિકે જવાબ આપ્યો ના, મેં થોડા સમય પહેલા એક છોકરો રાખ્યો છે, હવે મારે કોઈ નવા માણસની જરૂર નથી.

બાળકે કહ્યું, સાહેબ, જો તમે મને તક આપો, તો હું તે છોકરાને આપેલા પગારના અડધા પગાર પર કામ કરી શકું છું. માલિકે જવાબ આપ્યો ના, હું છોકરાના કામથી ખૂબ જ સંતુષ્ટ છું અને હવે કોઈ નોકર બદલાવા માંગતો નથી.

બાળકે ફરીથી કહ્યું, સાહેબ, હું તમારા બગીચાની આસપાસનો રસ્તો તે જ પગારમાં સાફ કરી આપીશ. માલિકે જવાબ આપ્યો ના, મને નવો માણસ નથી જોઈતો, આભાર. આટલું કહીને માલિકે ફોન કાપી નાખ્યો.

બાળકના ચહેરા પર સ્મિત ફરક્યું, પરંતુ દુકાનદારને બાળક પર દયા આવી. દુકાનદારે કહ્યું- હું તારી વાતો ધ્યાનથી સાંભળી રહ્યો હતો, હું તારા શબ્દોથી ખૂબ પ્રભાવિત થયો. તુ કામ શોધી રહ્યો છે અને હું તારા જેવા માણસની શોધમાં હતો, ચાલ હું તને મારી દુકાનમાં કામ આપું.

બાળકે કહ્યું, ના કાકા, મારે કોઈ નોકરી નથી જોઈતી. ખરેખર, હું તે જ નોકર છું, જે તે માલિક માટે કામ કરે છે. હું માત્ર એ જોવા માંગતો હતો કે તે મારા કામથી સંતુષ્ટ છે કે નહીં, મને એ જાણીને ખૂબ આનંદ થયો કે તે સાહેબ મારા કામને પસંદ કરી રહ્યા છે. તે બાળકની વાત સાંભળી દુકાનદાર ચકિત થઈ ગયો.