જાણો મહાભારતના સૌથી મોટા યોદ્ધા અર્જુન પાસે બ્રહ્માસ્ત્ર સહીત બીજા કયા-કયા અસ્ત્ર હતા.

0
378

અર્જુન પાસે કયા-કયા દેવોના અસ્ત્રો હતા, જાણો તેમના નામ અને શક્તિ વિશે વિગતવાર માહિતી.

મહાભારતના મુખ્ય યોદ્ધાઓમાં સૌથી પહેલું નામ અર્જુનનું લેવામાં આવે છે. અર્જુનને મહાભારતનો હીરો પણ કહેવામાં આવે છે. અર્જુન શ્રેષ્ઠ ધનુર્ધારી અને દ્રોણાચાર્યના પ્રિય શિષ્ય હતા. તેમણે પોતાની તીરંદાજીથી અડધાથી વધુ ‘કૌરવ સેના’નો એકલા હાથે નાશ કર્યો હતો.

અર્જુનના ધનુષનું નામ ‘ગાંડીવ’ હતું. તે પોતાના ધનુષ ‘ગાંડીવ’ને ખૂબ પ્રેમ કરતા હતા. તેમણે પ્રતિજ્ઞા પણ લીધી હતી કે જે કોઈ તેમના ધનુષ ગાંડીવનો અનાદર કરશે અને તેને અપશબ્દો કહેશે તેને તેઓ ‘મૃત્યુસૈયા’ પર સુવડાવશે. મહાભારતના યુદ્ધ દરમિયાન અર્જુન પોતાની ‘પ્રતિજ્ઞા’ માટે પણ પ્રખ્યાત હતા, તેઓ જે પણ પ્રતિજ્ઞા લેતા તેને પૂરી કરતા હતા.

આજે અમે તમને મહાભારતના વીર યોદ્ધા અર્જુનના તે મહાસ્ત્રો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના બળ પર તેમણે કૌરવોની સેનાનો વિનાશ કર્યો હતો.

1) બ્રહ્માસ્ત્ર : બ્રહ્માસ્ત્રને તમામ અસ્ત્રોનો રાજા માનવામાં આવે છે. પુરાણોમાં કહેવાયું છે કે જ્યારે ‘બ્રહ્માસ્ત્ર’ ચાલતું હતું ત્યારે ભયંકર વિનાશ થતો હતો. વેદોમાં આ અસ્ત્રનો ઉપયોગ ત્યારે કરવાનું કહેવામાં આવ્યું છે જ્યારે બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હોય. મહાભારતના સૌથી અગ્રણી યોદ્ધાઓમાંના એક અર્જુન પાસે ભગવાન પ્રજાપતિ બ્રહ્માનું ‘બ્રહ્માસ્ત્ર’ પણ હતું. આ પણ તેમની શક્તિનો સૌથી મોટો પુરાવો હતો. આ સિવાય અર્જુન પાસે બ્રહ્માજીનું ‘પ્રજાપતિ અસ્ત્ર’ અને ‘સર્વજયી બ્રહ્મશિર અસ્ત્ર’ પણ હતું.

2) પાશુપતાસ્ત્ર : આ ભગવાન શિવનું અનોખું અસ્ત્ર હતું. અર્જુનની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને આ અસ્ત્ર આપ્યું હતું. આ અસ્ત્ર વિશે કહેવાય છે કે આ ભગવાન શિવનું એક એવું અસ્ત્ર હતું જેને આંખ, હૃદય અને શબ્દોથી પણ નિયંત્રિત કરી શકાતું હતું. પ્રાચીન માન્યતાઓ અનુસાર અર્જુને આ અસ્ત્રથી જયદ્રથનો વધ કર્યો હતો. આ સિવાય તેમની પાસે ભગવાન શિવનું ‘રૌદ્રઅસ્ત્ર’ પણ હતું.

3) વજ્ર અસ્ત્ર : અર્જુન પાસે ભગવાન ઇન્દ્રના ‘વજ્ર અસ્ત્ર’, ‘ઇન્દ્ર અસ્ત્ર’, ‘મહેન્દ્ર અસ્ત્ર’ અને ‘શક્તિ અસ્ત્ર’ સહિત અન્ય ઘણા અસ્ત્રો પણ હતા. દેવરાજ ઇન્દ્ર અને અન્ય દેવતાઓ પાસે જે અસ્ત્રો હતા તે પણ અર્જુનને આપવામાં આવ્યા હતા.

4) યમદંડ અસ્ત્ર : યમદંડ અસ્ત્રનું જ્ઞાન ફક્ત અર્જુન પાસે હતું, જે અર્જુનને યમરાજ પાસેથી પ્રાપ્ત થયું હતું. આ અસ્ત્રનો ઉપયોગ ફક્ત અત્યંત જરૂરી સંજોગોમાં જ શક્ય હતો.

5) વરુડપાસ અસ્ત્ર : વરુડપાસ અસ્ત્ર એ મહાભારતના ‘નાગપાસ અસ્ત્ર’ જેવું જ એક અસ્ત્ર હતું, પરંતુ તેની શક્તિ નાગપાસ કરતાં અનેકગણી હતી. આ અસ્ત્રથી ખુદ દેવતાઓનું બચવું પણ અશક્ય હતું.

6) આદિત્ય અસ્ત્ર : અર્જુન પાસે ભગવાન સૂર્ય નારાયણનું ‘આદિત્ય અસ્ત્ર’ પણ હતું. તેને ‘દિવ્યાસ્ત્ર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક એવું અસ્ત્ર હતું જે મંત્રોથી ચાલતું હતું, તેથી જ તેને દિવ્યાસ્ત્ર કહેવામાં આવતું હતું.

આ સિવાય અર્જુન પાસે વરુણ, વાયુ, યમ, કુબેર વગેરે દેવતાઓના અસ્ત્રો પણ હતા. તેમને કામદેવ અને ગંધર્વોના તમામદિવ્યાસ્ત્રોનું પણ જ્ઞાન હતું. આ સિવાય અર્જુનને રાક્ષસી અને માયા વિદ્યાઓનું પણ સંપૂર્ણ જ્ઞાન હતું.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.