ક્યા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે કયું રત્ન પહેરવું જોઈએ, જાણો વિસ્તારથી.

0
434

જ્યોતિષ શાસ્ત્ર મુજબ જાણો અલગ અલગ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે કયા રત્ન ધારણ કરવા જોઈએ.

જ્યોતિષ શાસ્ત્રમાં કુલ 9 ગ્રહોનું અધ્યયન કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં કોઈ ગ્રહ નબળી સ્થિતિમાં હોય છે, તો જ્યોતિષાચાર્ય તે વ્યક્તિને તેની રાશી અને ગ્રહ મુજબ રત્ન ધારણ કરવાની સલાહ આપે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જીવન સાથે જોડાયેલી તમામ સમસ્યાઓને લઈને રત્નની ભલામણ કરવામાં આવી છે.

જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક એવા રત્નો વિષે જણાવવામાં આવ્યું છે, જે ધારણ કરવાથી વ્યક્તિને તેની કારકિર્દીના ક્ષેત્રમાં ઘણી સફળતા પ્રાપ્ત થાય છે.

જાણકાર જણાવે છે કે, તમે જે ક્ષેત્રમાં છો તે ક્ષેત્ર સાથે સંબંધિત રત્ન ધારણ કરવાથી તમને સફળતા પ્રાપ્ત થઇ શકે છે. તે તેની ઉપર આધારિત રહે છે કે તમે ક્યા ક્ષેત્રમાં તમારી કારકિર્દી બનાવી રહ્યા છો. તમે તમારા પ્રોફેશન મુજબ રત્નોની પસંદગી કરી શકો છો.

નોકરીમાં પ્રમોશન મેળવવા માટે : નોકરી ધંધા વાળા લોકો પોતાના હોદ્દામાં વૃદ્ધી માટે માણેક રત્ન ધારણ કરી શકે છે. તે સૂર્યનો રત્ન છે, જે ધારણ કરવાથી વ્યક્તિના સાહસમાં વૃદ્ધી થાય છે. માણેક રત્ન ધારણ કરવાથી તમને સરકારી વિભાગમાં પણ લાભ મળે છે.

રાજકારણમાં સફળતા મેળવવા માટે : જે લોકો રાજકારણમાં સફળતા પ્રાપ્ત કરવા માંગે છે, તેમણે જ્યોતિષાચાર્યની સલાહ ઉપર પુખરાજ રત્ન ધારણ કરવો જોઈએ. આ રત્ન ધારણ કરવાથી કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિ મજબુત થાય છે. સાથે જ તમારા માન સન્માનમાં પણ વૃદ્ધિ થાય છે.

આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે હીરો ધારણ કરો : જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો તમે ફિલ્મ લાઈન, મીડિયા કે પછી મોડલિંગ વગેરે ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા માંગો છો તો તમારે હીરો ધારણ કરવો જોઈએ. હીરો ધારણ કરવાથી વ્યક્તિના એશ્વર્યમાં વૃદ્ધી થાય છે.

પ્રશાસનીક (વહીવટી) ક્ષેત્રમાં સફળતા માટે : જો તમે પ્રશાસનીક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા માંગો છો તો મૂંગા રત્ન ધારણ કરવો જોઈએ. મૂંગા મંગળ ગ્રહનો રત્ન છે. એટલા માટે આ રત્નને મંગળવારના દિવસે જ ધારણ કરવામાં આવે છે. જે લોકો આર્મીમાં જવાની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે પણ મૂંગા ધારણ કરવો ફાયદાકારક સાબિત થઇ શકે છે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.