જાણો પંચકન્યાઓમાં કોનો કોનો સમાવેશ થાય છે અને તેમના જીવનમાંથી શું શીખવા મળે છે.

0
460

ગ્રંથોમાં રાવણની પત્ની સહીત આ 5 મહિલાઓને કહી છે પંચકન્યા, જાણો તેમના જીવનમાંથી શું શીખવું.

ધાર્મિક ગ્રંથો અનુસાર શક્તિ વિના શિવ અધૂરા છે. તેને આધુનિક સંદર્ભમાં જોઈએ તો સ્ત્રી વિના પુરુષનું કોઈ અસ્તિત્વ જ નથી. પુરુષો અને સ્ત્રીઓ સાથે મળીને બ્રહ્માંડની રચના અને જાળવણી કરે છે. આમાંથી કોઈ પણ વસ્તુને ઓછો આંકી શકાતી નથી અથવા વધારે પડતી આંકી શકાતી નથી. આ જ કારણ છે કે હિન્દુ ધર્મમાં દેવતાઓની સાથે દેવીઓની પૂજા કરવાની પરંપરા છે. ધાર્મિક ગ્રંથોમાં એવી ઘણી સ્ત્રીઓ વિષે જણાવવામાં આવ્યું છે, જેમના જીવનને આદર્શ માનવામાં આવે છે.

શાસ્ત્રોમાં એવી 5 મહિલાઓ વિશે જણાવવામાં આવ્યું છે, જેમના લગ્ન થઈ ગયા હતા, પરંતુ તેમને કન્યા માનવામાં આવી છે. આ પાંચ કન્યાઓમાંથી 3 ત્રેતાયુગની અને 2 દ્વાપર યુગની સ્ત્રીઓ છે. ત્રેતાયુગમાં એટલે કે રામાયણમાં અહિલ્યા, મંદોદરી, તારા અને દ્વાપર યુગમાં એટલે કે મહાભારતમાં દ્રૌપદી, કુંતીને કન્યા તરીકે ગણવામાં આવે છે. જાણો આ પંચકન્યાઓ સાથે જોડાયેલી ખાસ વાતો અને લાઈફ મેનેજમેન્ટ ટિપ્સ…

અહિલ્યા પાસેથી ધીરજ રાખતા શીખો : અહિલ્યા ઋષિ ગૌતમની પત્ની હતા. બ્રહ્માજીએ તેમને યુવાન રહેવાનું વરદાન આપ્યું હતું. અહિલ્યાની સુંદરતાથી દેવરાજ ઈન્દ્ર મોહિત થઈ ગયા. ઈન્દ્રએ કપટથી ઋષિ ગૌતમનું રૂપ ધારણ કરીને અહિલ્યાની પવિત્રતા તોડી નાખી. ક્રોધિત થઈને ગૌતમ ઋષિએ અહિલ્યાને પથ્થર બનવાનો શ્રાપ આપ્યો. શ્રી રામના ચરણોમાં આવતાની સાથે જ પથ્થર બની ગયેલી અહિલ્યા ફરી માનવ સ્વરૂપમાં આવી ગઈ હતી.

લાઈફ મેનેજમેન્ટ : અહિલ્યા નિર્દોષ હતી, પરંતુ તેમ છતાં તેણીએ પોતાના પતિના શ્રાપને ખુશીથી સ્વીકારી લીધો જેથી તેમની વાત ખોટી સાબિત ન થાય. તેમણે અનેક યુગો સુધી પથ્થર બનીને શ્રી રામની રાહ જોઈ અને ધીરજનું અનોખું ઉદાહરણ રજૂ કર્યું. સ્ત્રીઓએ ધીરજ રાખવી જોઈએ. તો જ તેઓ સમાજને નવી દિશા આપી શકશે.

દ્રૌપદી પાસેથી પતિ ધર્મનું પાલન કરતા શીખો : મહાભારતમાં દ્રૌપદીના લગ્ન તેના સ્વયંવરમાં અર્જુન સાથે થયા હતા, પરંતુ પાછળથી તે પાંચ પાંડવોની પત્ની બની હતી. એ પછી દ્રૌપદી દરેક પાંડવો સાથે એક વર્ષ સુધી રહી. કૌરવોની ભરી સભામાં દુર્યોધન અને દુશાસને દ્રૌપદીનું ચી-ર-હ-ર-ણ કર્યું હતું. આ અધર્મને કારણે સમગ્ર કૌરવ વંશનો નાશ થયો.

લાઈફ મેનેજમેન્ટ : દ્રૌપદીના એક નહીં પણ પાંચ પતિ હતા અને બધા એકબીજાના ભાઈઓ હતા. આવી સ્થિતિમાં કોઈપણ સ્ત્રી માટે પોતાના પતિ ધર્મનું પાલન કરવું ખૂબ જ મુશ્કેલ હતું, પરંતુ દ્રૌપદીએ તે સંપૂર્ણ નિષ્ઠા સાથે કર્યું. પછી તે મહેલમાં રાણીનું જીવન હોય કે જંગલમાં વનવાસીનું જીવન હોય. દ્રૌપદીએ દરેક સંજોગોમાં પોતાના પતિ ધર્મનું પાલન કર્યું.

બાળકોની સંભાળ કેવી રીતે રાખવી તે કુંતી પાસેથી શીખો : મહાભારત અનુસાર મહારાજા પાંડુની પત્ની કુંતી પાંડવોની માતા હતી. જ્યારે પાંડવો નાના હતા ત્યારે જ તેમના પિતાનું અ-વ-સા-ન થયું હતું. તે પછી પણ જંગલમાં રહીને કુંતીએ પોતાના બાળકોને ધર્મનું જ્ઞાન આપ્યું અને નૈતિક શિક્ષણના પાઠ ભણાવ્યા. આ ઉછેરને કારણે તમામ પાંડવોને શ્રી કૃષ્ણની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ. મુશ્કેલ પરિસ્થિતિમાં પણ કુંતીએ હંમેશા પોતાના બાળકોને ધર્મના માર્ગ પર ચાલવાનું શીખવ્યું.

લાઈફ મેનેજમેન્ટ : કુંતીએ સાબિત કર્યું કે બાળકોની પ્રથમ શિક્ષક તેમની માતા હોય છે. જ્યારે પાંડુનું અવસાન થયું ત્યારે તેમના પુત્રો ખૂબ નાના હતા અને બધા જંગલમાં રહેતા હતા. કુંતીએ એકલા હાથે તેમને ઉછેર્યા અને સમાજની સામે એક આદર્શ રજૂ કર્યો.

મંદોદરી પાસેથી ધર્મનું પાલન કરતા શીખો : મંદોદરી રાવણની પત્ની હતા. તેમને રાવણના દરેક અવગુણની જાણકારી હતી છતાં પણ તેમના મનમાં રાવણ પ્રત્યેનો પ્રેમ અતૂટ હતો. મંદોદરી ધર્મ જાણતા હતા, તેથી તે રાવણને બચાવવાનો પ્રયત્ન કરતા રહ્યા. રાવણે ઘમંડના કારણે મંદોદરીની વાત ન સાંભળી. રાવણે અંત સુધી મંદોદરીની વાત ન સાંભળી અને શ્રી રામના હાથે મા-ર્યો-ગ-યો.

લાઈફ મેનેજમેન્ટ : મંદોદરી રાક્ષસ કુળની હતી, જ્યાં અધર્મ પ્રવર્તતો હતો, પરંતુ તેમ છતાં તેમનું મન હંમેશા ધર્મમાં જ લાગેલું રહેતું હતું. તેમણે રાવણને અધર્મના માર્ગેથી દૂર જવા માટે પણ કહ્યું, પરંતુ રાવણ રાજી ન થયો. મંદોદરીએ માત્ર પત્ની ધર્મનું જ નહીં પરંતુ સંપૂર્ણ રીતે ઈશ્વર ધર્મનું પણ પાલન કર્યું.

તારા પાસેથી માફ કરતા શીખો : તારા વનરાજ વાલીની પત્ની હતા. જ્યારે વાલીએ પોતાના ભાઈ સુગ્રીવને રાજ્યમાંથી હાંકી કાઢ્યા ત્યારે તારાએ તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. બાદમાં જ્યારે સુગ્રીવે ભગવાન શ્રી રામનો આશ્રય લઈને વાલીને પડકાર ફેંક્યો, ત્યારે પણ તારાએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ વાલીએ તેમની વાત ન સાંભળી. જ્યારે શ્રી રામ દ્વારા વાલીનો વ-ધ-ક-રવામાં આવ્યો ત્યારે તારા દુઃખી થઈ ગઈ. પછી શ્રી રામે તેમને ધર્મ અને અધર્મની નીતિનું જ્ઞાન આપ્યું.

લાઈફ મેનેજમેન્ટ : શ્રી રામે તારાના પતિ વાલીનો વ-ધ કર્યો, પણ તારાએ તેમને માફ કરી દીધા. તેમજ તેમણે પોતાના પુત્ર અંગદને તેમની સેવામાં સમર્પિત કર્યા, કારણ કે તારામાં ક્ષમા અને ધર્મ પ્રત્યેની નિષ્ઠા બંને ગુણો હતા.

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.