તમે કોની સંગતમાં છો? આ નાનકડો લેખ તમને મોટીવેશનનો જીવનમાં પ્રભાવ દેખાડશે.

0
448

એક રાજા હતો. એ ખૂબ જ શક્તિશાળી હતો. એ જેટલા પણ યુ ધલડતો હતો એ તમામ યુ ધજીતી જતો હતો. એનું કારણ હતું એનો માનીતો હાથી. એનો હાથી ખૂબ જ હોશિયાર અને ચપળ હતો. હાથીની હોશિયારીને લીધે રાજા મોટાભાગના યુ ધજીતી જતો હતો. એક વખત એવું બન્યું કે હાથી
નહાવા માટે તળાવમાં ગયો.

હાથી ત્યાં તળાવના કીચડમાં ફસાઈ ગયો. ત્યાર બાદ હાથીએ નીકળવા માટે ઘણી કોશિશ કરી. પરંતુ હાથીથી નીકળી શકાયું નહીં. આથી નિરાશ બનીને હાથી તળાવના કાદવની અંદર બેસી ગયો. પછી કોઈ જાતની કોશિશ કરી નહીં. પછી કેટલાક માણસો એકત્ર થઈ ગયા એમણે જોયું કે હાથી કીચડમાં ફસાઈ ગયો છે અને નીકળવાની કોશિશ કરતો નથી. પછી બધા માણસોએ ભેગા થઈને હાથીને કાઢવા ખૂબ જ કોશિશ કરી. પરંતુ હાથી નીકળતો નહોતો.

ત્યારબાદ કેટલાક માણસોએ રાજાને હાથીના સમાચાર પહોંચાડ્યા. આ સમાચાર સાંભળીને રાજા તાબડતોબ હાથીની પાસે આવ્યો. આવીને હાથીને કાઢવા માટે ખૂબ જ કોશિશ કરી જોઈ. પરંતુ સફળતા મળી નહીં.

ત્યારે રાજાના એક શાણા મંત્રીએ રાજાને સલાહ આપી કે મહારાજ તમે આ હાથીની સાથે ઘણા યુ ધોલડ્યા છો. આથી આ હાથી યુ ધનું સંગીત સારી રીતે સમજી શકે છે. આથી મારી આપને નમ્ર વિનંતી છે કે અત્યારે યુ ધચાલુ થઈ ગયું હોય એ પ્રકારના નગારા વગાડો. હું માનું છું કે એ નગારા સાંભળીને હાથીને ચોક્કસ અસર થશે.

રાજાને આ વિચાર ગમી ગયો અને રાજાએ તાત્કાલિક માણસોને મોકલીને યુ ધના નગારા મંગાવ્યા. સૈનિકોને સુચના આપી કે યુ ધચાલુ થઈ ગયું હોય એવી રીતે નગારા વગાડો. રાજાની આજ્ઞા પ્રમાણે સૈનિકોએ યુ ધના નગારા વગાડવાના શરૂ કર્યા. જેવા યુ ધના નગારા હાથીને કાને પડ્યા કે યુ ધશરૂ થઈ ગયું છે એમ સમજી પોતાની તમામ તાકાત લગાવીને કીચડમાંથી ઉભો થઈ ગયો અને જોર કરીને પાણીની બહાર આવી ગયો અને એનો જીવ બચી ગયો.

આ વાર્તાનો બોધપાઠ એ છે કે માણસને જો યોગ્ય રીતે મોટીવેશન આપવામાં આવે, તો માણસની અંદર આશા અને ઉર્જાનો સંચાર પણ કરી શકાયછે, અને માણસ નવી શક્તિ મેળવીને નવેસરથી જીવન પણ જીવી શકે છે. મહત્વ છે મોટીવેશનનું અને સંગતનું. અન્યના આ વિચારોની મન પર શું અસર થાય છે એનું ઉત્તમ ઉદાહરણ છે.

કર્દમ ર. મોદી, પાટણ (અમર કથાઓ ગ્રુપ)