કોને જાય છે આપણી સફળતા નિષ્ફળતાનો શ્રેય? વાંચો અબ્રાહમ લિંકનના જીવનમાં બનેલી ઘટના વિષે.

0
438

ગરીબ કુટુંબમાં જન્મેલા અને રાષ્ટ્રપતિ બનેલા અબ્રાહમ લિંકને ઇન્ટરવ્યૂમાં જે વાત કરી હતી તે દરેકે જાણવી જોઈએ.

અબ્રાહમ લિંકને ખુબ જ ગરીબ કુટુંબમાં જન્મ લીધો હતો. અત્યંત નિર્ધનતાની સ્થિતિમાં પણ તેમણે કોઈ પણ રીતે મહેનત મજુરી કરીને પોતાનો અભ્યાસ પૂરો કર્યો અને સમય જતા અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા.

તે દેશની જનતા વચ્ચે ઘણા લોકપ્રિય હતા. લોકો તેમનું ઘણું સન્માન કરતા હતા. આટલા ઊંચા હોદ્દા ઉપર પહોંચીને પણ તેમનામાં ઘણી વિનમ્રતા હતી, પણ તેમના ચહેરા ઉપર હંમેશા ઉદાસી છવાયેલી રહેતી હતી.

ઉત્સુકતાવશ એક મહિલાએ સાહસ કરીને તેમને તેનું કારણ પૂછી જ લીધું. અબ્રાહમ લિંકન થોડી વાર ચુપ રહ્યા પછી ઊંડો શ્વાસ લઈને બોલ્યા, કેવું સારું હોત કે તમે મને આ પ્રશ્ન ન પૂછ્યો હોત. જયારે હું નાનો હતો તો હું મારી માં ના સ્નેહથી વંચિત રહી ગયો. મારી માં ઘણી ધર્મપરાયણ અને સંસ્કારી હતા. તે મારી માં ની જ શિખામણ હતી કે પહેલા બીજાના વિષે વિચાર કરો, ત્યાર પછી પોતાના વિષે વિચારો. હું આજ સુધી તેમના દ્વારા આપવામાં આવેલી શિખામણનું પાલન કરતો આવ્યો છું.

આજે મારામાં જે કાંઈ સારી વાતો જોવા મળી રહી છે તેનો સંપૂર્ણ શ્રેય માત્ર મારી માં ને જાય છે. એટલી સારી માં ને બાળપણમાં ગુમાવીને હું આજ સુધી તેમને ભૂલી નથી શક્યો અને તે કારણે હું દુઃખી રહું છું. મને લાગે છે કે, મારું આ દુઃખ મારું જીવન સમાપ્ત થશે ત્યારે સાથે જ જશે. તમે નહિ જાણતા હો કે અમેરિકાના સૌથી સુખી માનવામાં આવતા માણસ અંદરથી કેટલા દુઃખી છે?

અબ્રાહમ લિંકન આ વાત કરતા સમયે ઘણા ભાવુક બની ગયા અને વધુ બોલી ન શક્યા. તેમની વાત સાંભળીને તે મહિલા પણ ભાવુક થઇ ગઈ અને મનમાંને મનમાં તેમની માં ની પ્રશંસા કરતા કરતા તેમની આંખો પણ ભીની થઇ ગઈ.

– દિનદયાલ મુરારકા.

આ માહિતી પંજાબ કેસરી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.