“પૈસા” ને સૌથી વધારે મહત્વ આપતા લોકો સુધી આ વાત પહોંચાડવી ખુબ જરૂરી છે.

0
1103

પૈસા થી મૂર્તિ ખરીદી શકાય છે, ભગવાન નહીં.

પૈસા થી પથારી ખરીદી શકાય છે, ઊંઘ નહીં.

પૈસા થી ભોજન ખરીદી શકાય છે, ભૂખ નહીં.

પૈસા થી ચશ્માં ખરીદી શકાય છે, આંખો નહીં.

પૈસા થી દવા ખરીદી શકાય છે, તંદુરસ્તી નહીં.

પૈસા થી પુસ્તકો ખરીદી શકાય છે, જ્ઞાન નહીં.

પૈસા થી પાવડર ખરીદી શકાય છે, સુંદરતા નહીં.

પૈસા થી પેન ખરીદી શકાય છે, વિચાર નહીં.

પૈસા થી સ્ત્રી ખરીદી શકાય છે, પત્નિ નહીં.

પૈસા થી શ સત્ર ખરીદી શકાય છે, પરિણામ નહી.

પૈસા થી નોકર ખરીદી શકાય છે, સેવક નહીં.

પૈસા થી માણસ ખરીદી શકાય છે, વફાદારી નહીં.

પૈસા થી મજબૂરી ખરીદી શકાય છે, ખુદદારી નહીં.

પૈસા થી સુખ સાધન ખરીદી શકાય છે, શાંતિ નહીં.

– લેખક અજ્ઞાત.

(સાભાર સતીશ પટેલ, અમર કથાઓ ગ્રુપ)