પ્રિયજન કોને કહેવાય એ એક પરિવાર સાથે જમતા સમયે બનેલા પ્રસંગ પરથી જાણો.

0
1072

પરિવાર જમવા બેઠો હતો. ભોજન પીરસાઇ ગયું હતું.

સાસુએ દાળની ચમચી મોઢે માંડી ને મોં બગાડ્યું. દાળ ખારી છે. મને પૂછતાં હો તો !

નણંદે કહ્યું , ઉસ જેવી ! પીરસતાં પહેલાં ચાખતાં હો તો !

સસરાએ કહ્યું , વહુ બેટા, દાળ સારી જ છે બસ મીઠું સ્હેજ આગળ પડતું છે.

પુત્રવધૂએ પતિ સામે જોયું.

પતિએ હળવેકથી થોડુંક પાણી ઉમેરી દીધું ને કહ્યું : હવે સરસ લાગે છે.

સાસુના ભંવા તંગ !

નણંદબાએ મોં મચકોડ્યું !

પુત્ર તરફ જોતા સસરાનો ચહેરો મલક્યો.

પુત્રવધૂની આંખો હસી.

સવાલ અભિગમનો છે.

પુત્રવધૂ પારકી નથી. પરિવારની છે. પરિવારે પસંદ કરી છે. એનું રાંધેલું સહુ રોજ જમે છે. દાળ ખારી બનાવવી એવો તો એનો હેતુ ન જ હોયને?

સારું લાગે ત્યારે વખાણના બે શબ્દ ભલે બોલતા નથી પણ પીરસાયેલા ભોજનનો સ્વાદ ક્યારેક તમને અનુકૂળ ન પણ હોય એવે સમયે ટીકા કરવા કરતા સ્વાદ સુધારી લેતા આવડે એ પ્રિયજન.

– સાભાર મનોજ કુમાર પરમાર (અમર કથાઓ ગ્રુપ)