અભિમાન કોને કહેવાય? વાંચો રાજા ભર્તૃહરી અને શિવ-પાર્વતીનો પ્રસંગ.

0
829

રાજા ભર્તૃહરી નું નામ ભાગ્યે જ કોઈએ નહીં સાંભળ્યુ હોય.. બાણુંલાખ પાદર ના ધણી ભર્તૃહરી નાથસંપ્રદાય ના સાધુ થઈ ગયા હતા, શૃગાંર શતક લખનારા ભર્તૃહરી એ જ ફરી પાછું વૈરાગ શતક પણ લખ્યું હતું.

આ ભર્તૃહરી એક દિવસ સ્મશાનમાં બેસીને શતક્ લખતા હતા. સાત સાત દિવસ ના ઉપવાસ, બળતી ચિત્તા ના પ્રકાશ મા બેઠા બેઠા શતક્ લખે, બરાબર એજ સમયે ભગવાન શંકર અને પાર્વતી સુક્ષ્મ સ્વરૂપે ફરવા નીકળ્યા છે.

સતી પાર્વતીએ જોયું અને ભગવાન શંકરને કહેવા લાગ્યા “પ્રભુ જુઓ તો ખરા..!! આના થી મોટો ત્યાગી આ સૃષ્ટ્રિ ઉપર મને તો કોઈ નથી દેખાતો. બાણું લાખ પાદર નું શાસન છોડ્યું.. રાણી છોડી.. પરિવાર છોડ્યો.. અને સ્મશાન મા બેસી ને શતક્ લખી રહ્યો છે”.

ભગવાન શંકરે સતી ને કહ્યું… “દેવી આપનું નિરીક્ષણ ખોટું છે આ ભર્તૃહરી એ કશુ જ છોડ્યું નથી મને ખબર છે”.

પાર્વતી અચંબીત થઈ ને બોલ્યા “પ્રભુ શુ વાત કરો છો..! જે સામે દેખાય છે એ પણ માનતા નથી?”

ભગવાન શંકર કહે છે… “દેવી કસોટી કરવી છે? તો આવો બ્રાહ્મણ દંપતી નુ રૂપ લ્યો પછી હું તમારો જવાબ આપીશ…”

એ દરમ્યાન આ બાજું ભર્તૃહરી વિચારે છે. સાત દિવસ ના ઊપવાસ છે હવે કાંઈક પેટ મા નાખવું પડશે નહીંતર આ શરીર નહી ચાલે… પણ ભોજન ક્યાંથી લાવુ?

બાજુ માં જોયું તો શબ ની સાથે લવાયેલા બે માટલા દેખાયા… એક માટલા મા મગ અને ચોખા બીજા મા પાણી જોયું. ભર્તૃહરી ને થયું ઈશ્વરે કૃપા કરી ચાલો ખોરાક મળી ગયો.. એજ ચિતા ની અગ્નિ મા ખીચડી મુકી દીધી..

ખીચડી પાકી. ભર્તૃહરી બ્રહ્માર્પણ કરી જેવો કોળીયો મુખ મા લેવા જાય… “ભીક્ષામ દેહી” કહી બ્રાહ્મણ ના રૂપ મા ભગવાન શંકર આવી ઊભા રહ્યા.

ભર્તૃહરી એ ખીચડી આપી દીધી… “લ્યો વિપ્રવર આપ જમો ”

ભગવાન શંકર ની બાજુ મા બ્રાહ્મણ ના રૂપે ઊભેલા પાર્વતીએ ગર્વીલી આંખ થી શંકર ભગવાન સામે જોયું… ઈશારો કર્યો જુઓ સાત દિવસ થી ભુખ્યો માણસ મળેલો ખોરાક પણ આપી દે છે.. હવે આનાથી મોટો ત્યાગ શું હોય? શંકર ભગવાને પણ ઈશારા મા સમજાવ્યું ધીરજ રાખો દેવી.

ભર્તૃહરી એ હાથ મા જળ લઈ આચમન લેવાની તૈયારી કરી એટલે બ્રાહ્મણ બોલ્યા.. “યોગીરાજ..અમારે જળ ની પણ જરૂર છે..”

ભર્તૃહરી એ જળ પણ આપી દીધુ.. પછી તો પાર્વતી અકળાઈ ઉઠ્યા.. “પ્રભુ હવે હદ થાય છે”. ભગવાન શંકરે શાંત રહેવા સમજાવ્યું અને બોલ્યા.. “બાપજી આપે ખીચડી અને જળ બધું આપી દીધું.. મને લાગે છે આપને પણ આવશ્યક્તા છે… માટે બધુ ન ત્યાગો.. અરધુ ત્યાગો, અરધુ તમારી પાસે રાખો..” અને જ્યા ભગવાન શંકર આટલું બોલ્યા.. ચિતા ના લાલ પ્રકાશ મા અટ્ટહાસ્ય કરતા ભર્તૃહરી ખડખડાટ હસી પડ્યા…અને બોલ્યા..

“હે..બ્રાહ્મણ, તમને ખબર નથી હું કોણ છું.. હું બાણુલાખ માળવા નો ધણી ભરથરી છું.. મેં બાણુલાખ પાદર છોડ્યા… સત્તા છોડી.. વૈભવ છોડ્યો.. વિશ્વસુંદરી પીંગળાનો પ્રેમ છોડ્યો… હવે આ ખીચડી છોડી એમા શુ મોટી વાત છે..”

ભગવાન શંકરે.. સતી ની સામે જોયુ.. “જોયુ દેવી..!! તમે કહેતા હતા ને કે, બધુ છોડ્યુ હજી બધું એના મગજ માં જ છે.. સ્થુળ સ્વરૂપ માં છોડ્યુ છે. મન થી કાંઈ છુટ્યું નથી.. અને બીજી મહત્વ ની વાત એ કે, મે છોડ્યુ એનો અહંકાર હજી છુટ્યો નથી.

આ હું અને આ મારું એ જ્યા સુધી ન છુટે ત્યા સુધી માણસ નિરાભિમાની નથી થતો.

– છગનભાઈ ચોટલીયાએ શેર કરેલી પોસ્ટ (અમર કથાઓ ગ્રુપ)