રાજા વિક્રમાદિત્યના આ કિસ્સા દ્વારા જાણો આપણા હકનું ભોજન કોને કહેવાય, બાળકોને પણ આ વાત શીખવાડો.

0
1109

રાજા વિક્રમાદિત્ય સાથે જોડાયેલો એક કિસ્સો છે. એક દિવસ તેમના દરબારમાં એક મહાત્મા આવ્યા. રાજાએ તેમને પૂછ્યું, ‘હું તમારી શું સેવા કરી શકું?’

મહાત્માએ કહ્યું, ‘મને ભૂખ લાગી છે, કૃપા કરીને મને ભોજન આપો.’

રાજાએ મહાત્માજીને ભોજન કરાવવાનો આદેશ આપ્યો. જ્યારે ભોજન સામે આવ્યું તો તે મહાત્માએ રોટલી જોઈને રાજાને કહ્યું, ‘રાજન, તમે આ થાળીમાં જે ભોજન રાખ્યું છે તે હકનું તો છે ને? હક એટલે અધિકાર.

આ સાંભળીને વિક્રમાદિત્ય ચોંકી ગયા કે આ હકનું ભોજન શું છે? રાજાએ કહ્યું, ‘તમે જણાવો, મેં તો પહેલીવાર સાંભળ્યું છે કે હકને પણ ભોજન હોય છે.’

મહાત્માએ કહ્યું, ‘ગામમાં જાઓ અને ત્યાં તમને એક વૃદ્ધ મળશે. તેને પૂછજો.’

જ્યારે રાજા આપેલા સરનામે પહોંચ્યા ત્યારે ત્યાં એક વણકર સૂતર કાંતતો હતો. રાજાએ વૃદ્ધ વણકરને પૂછ્યું, ‘આ હકનું ભોજન કોને કહે છે?’

વૃદ્ધે કહ્યું, ‘આજે મારી થાળીમાં જે ભોજન છે, તેમાંથી અડધું હકનું છે અને અડધું કહ વગરનું છે.’

રાજાએ વૃદ્ધને કહ્યું, ‘કૃપા કરીને મને આ વાત સારી રીતે સમજાવો.’

વૃદ્ધે કહ્યું, ‘એક દિવસ હું સૂતર કાંતતો હતો અને અંધારું થઈ ગયું એટલે મેં દીવો પ્રગટાવ્યો અને હું મારું કામ કરવા લાગ્યો. એ વખતે મારા ઘર પાસે સરઘસ નીકળ્યું. શોભાયાત્રામાં સામેલ લોકોના હાથમાં મશાલો હતી. ત્યારે મારા મનમાં લોભ જાગ્યો તો મેં દીવો ઓલવી દીધો અને તેમની મશાલોના પ્રકાશમાં મારું કામ કરવા લાગ્યો. એ કામના પૈસાથી મને આ ભોજન મળ્યું છે. આ ભોજન અડધું હકનું અને અડધું હક વગરનું એટલા માટે છે, કારણ કે મેં તેમની મશાલના પ્રકાશમાં જે પણ કામ કર્યું છે, તેના પૈસા તે લોકોના હકના છે.’

આ સાંભળીને રાજા સમજી ગયા કે હકનું ભોજન કોને કહેવાય.

શીખ – જ્યારે પણ તમે કોઈ કામ કરો ત્યારે બીજાને તેમના કામનો શ્રેય જરૂર આપો. હંમેશા ધ્યાનમાં રાખો, કંઈક મેળવવા માટે તમારે પહેલા તમારા સંસાધનોનો ઉપયોગ કરવો જોઈએ. જો તમે બીજાના સંસાધનોનો ઉપયોગ કર્યો હોય, તો તેનો શ્રેય તેમને આપો. આપણા હકની વસ્તુઓ આપણા શ્રમ અને આપણી વસ્તુઓમાંથી જ મેળવેલી હોવી જોઈએ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.