પિતા કોણ છે? તેમનું જીવનમાં શું મહત્વ છે? આવા ઘણાય સવાલોના જવાબ જાણવા આ આર્ટિકલ વાંચો.

0
2753

મિત્રો ભલે મા એ આપણને પા-પા પગલી ભરતા શીખવ્યું હેાય પણ પિતાજીએ આપણને આપણા પગ ઉપર ઉભા રહેતાં શીખવ્યું છે.

આપણી મૂશ્કેલીઓમાં, દુ:ખોમાં રડવા માટે માતાનો ખોળો મળે છે. જ્યારે પિતાજીનો ખભો. જે ખભો આપણને પડી જતાં બચાવીને અડીખમ ઉભા રહેવા માટે ટેકો આપે છે. આમ પિતારુપી ટેકાથી આપણે સમાજમાં, ધંધામાં વટભેર, ગર્વથી ટટ્ટાર ઉભા રહી શકીએ છીએ.

મિત્રો પિતા દ્વારા આપણને સુખ, સુરક્ષા, અને સમ્રુધ્ધિ મળે છે. પિતાનું નામ મળે છે. એ નામ આપણી આઈડેન્ટીટી બને છે. જે પિતાના નામને વળગીને, જેના ખભે બેસીને આપણે વિશ્વવિહાર કરીએ છીએ, તે પિતા જીવનભર મૌન રહે છે. કશી જ અપેક્ષા વગર આપણો હાથ પકડીને આપણને દોરવણી આપે છે, દુનિયાની સ્પર્ધામાં ટકી રહેવાનું સાહસ આપે છે.

મિત્રો આ માટે આપણે એકાદ વખત આપણા પિતાજીને સ્મિત સાથે આભાર ન માની શકીએ? ભાવનાશીલ બનીને ક્રુતજ્ઞતા વ્યક્ત કરીને આદર પૂર્વક નમન ન કરી શકીએ?

મિત્રો પિતાજીનું મૂલ્ય એમની હાજરી કરતાં ગેરહાજરીમાં આપણને વધારે સમજાય છે. પિતાજીના અ વસાન બાદ પિતાજીની યાદ પણ અજવાળું આપનારી બની રહે છે. જીવનની અંધારી રાતોમાં બાપુજીની યાદ આવે છે. અને અચાનક ર્હદયમાં હિંમત અને શરીરમાં શક્તિ આવી જાય છે. પિતાજીની ગેરહાજરીમાં તેમનું સ્મરણ પણ આપણી અનેક મૂઝવણોમાં રાહ ચીંધે છે. જ્યારે કોઈ માર્ગ ન જડતો હોય ત્યારે, રસ્તો કાઢી આપે છે. આમ પિતાજીની ગઈ કાલની યાદો આપણી આજની અને આવતી કાલની માર્ગદર્શ બની રહે છે.

મિત્રો ઘણી વાર પિતાજી હયાત હોય ત્યારે આપણે તેમને સમજી શકતા નથી, તેમના સિધ્ધાંતો, આદર્શોનો શું અર્થએમ માનીએ છીએ. પરંતુ આપણી મૂંઝવણોમાં, મૂશ્કેલીઓમાં પિતાજીના એ જ સિધ્ધાંતો, આદર્શો આપણ માટે માર્ગદર્શક બને છે, રાહ ચીંધે છે.

તો મિત્રો આવો, આજના દિને આપણે આપણા પિતાશ્રીને યાદ કરીને, તેમના સદ્ગુણોને યાદ કરીને, તેમના પ્રત્યે ક્રુતજ્ઞતા વ્યક્ત કરીએ. તેમના પ્રત્યેનું યથા શક્તિ ઋણ અદા કરીએ.

દુનિયાના દરેક પિતાજીને આજે શત શત વંદન.

પિતા પ્રેરે પ્રેમથી ને હૈયે સિંચે હામ,

પ્રણામ પિત્રુદેવને ! શત સહસ્ત્ર પ્રણામ.

સંકલન : હસમુખ ગોહીલ (મારી ડાયરીમાંથી પિતાજી ઉપરની કરેલી નોંધો માંથી સંકલીત આર્ટિકલ)

આવો સાથે સાથે જીવનમાં પિતાનું સ્થાન અને મહત્વ જણાવતા વાક્યો અને પંક્તિઓ વાંચીએ.

પ્રેમ અને પુરુષાર્થનું પ્રતિક એટલે પિતા.

રાતભર બાપે દબાવી ખાંસીને, એ જ ચિંતામાં કે છોકરાં જાગી જશે. – કિરણ શાહ

આ એક જ પંક્તિ પિતૃપ્રેમ સાથે એક પિતાના ત્યાગને વ્યક્ત કરવા માટે કાફી છે. આવા પ્રેમાળ પિતા પ્રત્યે દરેક સંતાન પણ પોતાની શ્રેષ્ઠ ફરજ બજાવી પિતૃત્વ ઋણ અદા કરે તે જ આજના દિનની સાર્થકતા..

બાળકોના જીવનમાં માતા પિતા બન્નેનું જ મહત્વ ખૂબ જ ખાસ હોય છે પિતાના ત્યાગ અને બલિદાન માટે આભાર વ્યક્ત કરવાનો ખૂબ જ સારો અવસર હોય છે.

પપ્પા મને યાદ છે-મારી સાથે રમતા રમતા,મને જીતાડવા તમે ખોટું ખોટું હારી જતા, ને છતાં કેવા રાજી થતા !!હવેના જીવનમાં તમને સાચેસાચું જીવાડવાના પ્રયત્નોથી જ હું રાજી થઈશ. – શ્રી રોહિત શાહ

પિતા માથું મારું તવ ચરણમાં રોજ નમતું!

અને માતા ખોળે અહર્નિશ આ દિલ લળતું!

હતો નાનો ત્યારે…!

પ્રભુ પિતા અહી! શાંતિ સ્થાન છો

સકળ વિશ્વના આડી પ્રાણ છો.

પિતાની પ્રતિક્ષામાંચિંતા હોય છે,

અને ચિંતામાં પ્રતિક્ષા હોય છે.

માતા ધરતી છે તેથી એનો ખોળો ખુંદી શકાય છે, એને હેતથી સ્પર્શી શકાય છે ,

જયારે પિતા એ આકાશ છે- તેની છત્રછાયા સર્વત્ર મહેસુસ થાય પણ એની ક્ષિતિજ સુધી કડી દોડીને એને આંબી ન શકાય. -અજ્ઞાત (વોટ્સએપ મેસેજ)

સં. હસમુખ ગોહીલ