ખાટુ શ્યામ કોણ છે, જાણો તેમની સ્ટોરી અને અજાણ્યા રહસ્યો, તેના લીધે શ્રી કૃષ્ણએ બ્રાહ્મણનું રૂપ લેવું પડ્યું હતું

0
1047

ખાટુ શ્યામના કયા નિર્ણયથી શ્રી કૃષ્ણ ચિંતિતિ થઇ ગયા હતા, જાણો તેની પાસે એવી કઈ વિશિષ્ટ શક્તિ હતી

પરમધામ ખાટુ રાજસ્થાનના શેખાવતીના સીકર જિલ્લામાં આવેલું છે. ખાટુ શ્યામજી અહીં વિરાજમાન છે. ખાટુનું શ્યામ મંદિર ખૂબ જ પ્રાચીન છે. અહીં દર વર્ષે ફાગણ માસની સુદ છઠથી બારસ સુધી મેળો ભરાય છે. શ્યામ બાબાનો મહિમા ગાનારા ભક્તો માત્ર રાજસ્થાન કે ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના દરેક ખૂણે હાજર છે. આવો જાણીએ કોણ છે બાબા ખાટુ શ્યામજી? તેમની સ્ટોરી શું છે?

કોણ છે ખાટુશ્યામજી : ખાટુ શ્યામજી ભગવાન શ્રી કૃષ્ણના કળિયુગ અવતાર છે. મહાભારતમાં ભીમનો પુત્ર ઘટોત્કચ હતો અને ઘટોત્કચનો પુત્ર બર્બરિક હતો. બર્બરિકને બાબા ખાટુ શ્યામ કહેવામાં આવે છે.

ખાટુ શ્યામની સ્ટોરી : બર્બરિક વિશ્વનો શ્રેષ્ઠ તીરંદાજ હતો. બર્બરિક માટે ત્રણ તીર પૂરતા હતા, જેના આધારે તે કૌરવો અને પાંડવોની આખી સેનાને ખતમ કરી શકતો હતો. યુદ્ધના મેદાનમાં, ભીમના પૌત્ર બર્બરિકે બંને શિબિરની મધ્યમાં એક પીપળાના ઝાડ નીચે ઊભા રહીને જાહેરાત કરી કે જે પક્ષ હારી રહ્યો હશે હું તે પક્ષ તરફથી લડીશ. બર્બરિકની આ જાહેરાતથી શ્રી કૃષ્ણ ચિંતિત થઈ ગયા.

જ્યારે અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ ભીમના પૌત્ર બર્બરિકની સામે તેની બહાદુરીનો ચમત્કાર જોવા માટે હાજર થયા, ત્યારે બર્બરિકે પોતાની બહાદુરીનો માત્ર એક નાનો નમૂનો બતાવ્યો. શ્રી કૃષ્ણએ કહ્યું કે, જો તું આ ઝાડના બધાં પાંદડા એક તીરથી વીંધી નાખે, તો હું માનું. બાર્બરિકે આજ્ઞા લઈને તીર એ ઝાડ તરફ છોડ્યું.

જ્યારે તીર એક પછી એક બધાં પાંદડાંને વીંધતું રહ્યું હતું, તે જ સમયે એક પાંદડું ખરીને નીચે પડી ગયું. શ્રી કૃષ્ણએ તે પાંદડા પર પગ મૂકીને તેને સંતાડી દીધું, જેથી તે બચી જાય. પરંતુ તે તીર બધા પાંદડાને વીંધીને શ્રી કૃષ્ણના પગ પાસે આવીને અટકી જાય છે. ત્યારે બર્બરિક કહ્યું છે કે પ્રભુ, તમારા પગ નીચે એક પાંદડું દબાયેલું છે, કૃપા કરીને તમારો પગ લઈ લો, કારણ કે મેં તીરને ફક્ત પાંદડા વીંધવા માટે આદેશ આપ્યો છે, તમારા પગને વીંધવા માટે નહીં.

તેનો આ ચમત્કાર જોઈને શ્રી કૃષ્ણ ચિંતિત થઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણ જાણતા હતા કે બર્બરિકા પોતાની પ્રતિજ્ઞાને કારણે હારનારનો સાથ આપશે. જો કૌરવો હારતા જોવા મળે તો પાંડવો માટે મુશ્કેલી ઉભી થાય અને જો પાંડવો હારતા જોવા મળે તો તે પછી તે પાંડવોનો સાથ આપશે. આ રીતે તે એક તીર વડે જ બંને બાજુની સેનાને ખતમ કરી દેશે.

પછી ભગવાન શ્રી કૃષ્ણ સવારના સમયે બ્રાહ્મણના વેશમાં બર્બરિકની શિબિરના દ્વાર પર પહોંચ્યા અને દાન માંગવા લાગ્યા. બર્બરિકે કહ્યું – માંગો બ્રાહ્મણ! તમને શું જોઈએ છે? બ્રાહ્મણ સ્વરૂપ શ્રી કૃષ્ણએ કહ્યું કે તમે મને કશું આપી શકશો નહીં. આવી વાત કરતા પર બર્બરિક શ્રી કૃષ્ણની જાળમાં ફસાઈ ગયો અને શ્રી કૃષ્ણએ તેનું માથું માંગી લીધું.

બર્બરિકે પોતાના પિતામહ પાંડવોના વિજય માટે સ્વેચ્છાએ પોતાનું માથું દાન કરી દીધું. બર્બરિકના આ બલિદાનને જોઈને, શ્રી કૃષ્ણએ બર્બરિકને કલિયુગમાં તેમના પોતાના નામથી પૂજાવાનું વરદાન આપ્યું. આજે બર્બરીકને ખાટુ શ્યામ તરીકે પૂજવામાં આવે છે. શ્રી કૃષ્ણએ જ્યાં માથું રાખ્યું હતું તેનું નામ ખાટુ છે.

અજાણ્યા રહસ્યો :

1) ખાટુ શ્યામ એટલે ‘માં સૈવ્યમ પરાજિત:’ એટલે કે, જે પરાજિત અને નિરાશ લોકોને શક્તિ પ્રદાન કરે છે.

2) ખાટુ શ્યામ બાબા વિશ્વના સર્વશ્રેષ્ઠ તીરંદાજ છે, ફક્ત શ્રી રામને જ તેમના કરતા મોટા માનવામાં આવે છે.

3) ખાટુ શ્યામજીની જન્મજયંતિ દર વર્ષે દેવઉઠી એકાદશીના રોજ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

4) ખાટુનું શ્યામ મંદિર ખૂબ જ પ્રાચીન છે, પરંતુ વર્તમાન મંદિરનો શિલાન્યાસ વર્ષ 1720 માં કરવામાં આવ્યો હતો. ઈતિહાસકાર પંડિત ઝાબરમલ્લ શર્માના જણાવ્યા પ્રમાણે આ મંદિરને 1679 માં ઔરંગઝેબની સેનાએ નષ્ટ કરી દીધું હતું. તે સમયે ઘણા રાજપૂતોએ મંદિરની રક્ષા માટે બલિદાન આપ્યું હતું.

5) ખાટુ શ્યામ મંદિર પરિસરમાં બાબા ખાટુ શ્યામનો પ્રખ્યાત મેળો ભરાય છે. આ મેળો હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ મહિનાની સુદ છઠથી બારસ સુધી ચાલે છે. અગિયારસનો દિવસ મેળાનો ખાસ દિવસ રહે છે.

6) બર્બરિક દેવી માં ના ઉપાસક હતા. દેવી માં ના વરદાનથી તેમને ત્રણ દિવ્ય બાણ મળ્યા હતા, જે તેમના નિશાનને વીંધીને તેમની પાસે પાછા આવતા હતા. આ કારણે, બર્બરિક અજેય હતો.

7) બર્બરિક તેના પિતા ઘટોત્કચ કરતાં વધુ શક્તિશાળી અને માયાવી હતો.

8) એવું કહેવાય છે કે જ્યારે શ્રી કૃષ્ણએ બર્બરિક પાસેથી માથું માંગ્યું ત્યારે બર્બરિકે આખી રાત પૂજા કરી અને ફાગણ સુદ બારસે સ્નાન કર્યા પછી પૂજા કરી અને પોતાના હાથથી માથું કા-પી-ને શ્રી કૃષ્ણને દાન કર્યું.

9) મસ્તક દાન કરતા પહેલા બર્બરિકે મહાભારતના યુદ્ધને જોવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે શ્રી કૃષ્ણએ તેનું મસ્તક એક ઉચ્ચ સ્થાન પર સ્થાપિત કર્યું અને તેને અવલોકનની દ્રષ્ટિ આપી.

10) યુદ્ધ સમાપ્ત થયા પછી, જ્યારે પાંડવો વિજયશ્રીના શ્રેય માટે વાદવિવાદ કરી રહ્યા હતા, ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું કે ફક્ત બર્બરિકાનું મસ્તક જ આ નક્કી કરી શકે છે. ત્યારે બર્બરિકે કહ્યું કે, યુદ્ધમાં બંને પક્ષે શ્રી કૃષ્ણનું જ સુદર્શન ચાલી રહ્યું હતું અને દ્રૌપદી મહાકાલી બનીને ર-ક્ત-પા-ન કરી રહી હતી.

11) અંતે, શ્રી કૃષ્ણએ વરદાન આપ્યું કે કળિયુગમાં મારા નામથી તારી પૂજા થશે અને તારા સ્મરણ માત્રથી ભક્તોનું કલ્યાણ થશે.

12) સ્વપ્ન દર્શોનોપરાંત પછી બાબા શ્યામ ખાટુ ધામ સ્થિત શ્યામ કુંડમાંથી પ્રગટ થયા અને શ્રી કૃષ્ણ મંદિરમાં શાલિગ્રામના રૂપમાં દેખાય છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી વેબ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.