જાણો કોણ છે વનસ્પતિ દેવ, જેમની બ્રહ્માજી દ્વારા થઇ હતી ઉત્પત્તિ

0
498

જાણો કેમ વનસ્પતિ દેવને હિરણ્યગર્ભા બ્રહ્મ કહેવામાં આવે છે, તેમને પ્રસન્ન કરવા કરો આ કામ. જીવન જીવવા માટે ધરતી પર જીવોને દરેક વસ્તુ પ્રકૃતિ પાસેથી જ મળી છે. ફળ, ફૂલ, શાકભાજી, કંદ-મૂળ, ઔષધિઓ, જડી-બૂટી, મસાલા, અનાજ, પાણી વગેરે દરેક વસ્તુઓ આપણને પ્રકૃતિ તરફથી મળે છે.

સનાતન ધામમાં પણ પ્રકૃતિનું ઘણું મહત્વ જણાવવામાં આવ્યું છે. હિંદુ ધર્મના ઘણા તહેવાર પ્રકૃતિ સાથે જોડાયેલા હોય છે. હિંદુ ધર્મમાં માતા પાર્વતીને જ પ્રકૃતિ માનવામાં આવી છે. તે જ સમગ્ર પ્રકૃતિનું રક્ષણ કરે છે. તે રીતે જ વનસ્પતિ દેવ છે જે દરેક વનસ્પતિઓનું રક્ષણ કરે છે. તો ચાલો જાણીએ વનસ્પતિ દેવની ઉત્પત્તિ કઈ રીતે થઇ અને તે કયા લોકોને દંડ આપે છે?

પુરાણોમાં આપણને દેવી-દેવાતાઓનો ઉલ્લેખ મળે છે, અને પુરાણોમાં લાખો દેવી-દેવતાઓ વિષે વિસ્તારથી જાણકારી આપવામાં આવી છે. શાસ્ત્રોમાં અગ્નિ દેવ, વાયુ દેવ, સોમ (ચંદ્ર) દેવ વગેરેને દેવતાઓનું સ્થાન આપવામાં આવ્યું છે. એવી જ રીતે વનસ્પતિઓને પણ પુરાણોમાં દેવતા કહેવામાં આવ્યા છે. પુરાણો અનુસાર 10 વિશ્વ દેવ છે, જેમાંથી એક વનસ્પતિ દેવ છે. વનસ્પતિ દેવ વૃક્ષ, છોડ, વેલાઓ, ફળ, ફૂલ, શાકભાજી, કંદ-મૂળ, ઐષધીઓ, મસાલા, અનાજ, પાણી વગેરે દરેકની સંભાળ રાખે છે, અને તેમનામાં વનસ્પતિ દેવનો વાસ હોય છે.

શાસ્ત્રોમાં વનસ્પતિ દેવનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે, તેમની ઉત્પત્તિ બ્રહ્માજી દ્વારા થઈ હતી. બ્રહ્માજીના કેશ (વાળ) થી વનસ્પતિ દેવની ઉત્પત્તિ થઇ હતી. જેના લીધે તેમને હિરણ્યગર્ભા બ્રહ્મ કહેવામાં આવે છે. હિંદુ સનાતન ધર્મના ચાર વેદ છે, જેમાંથી ઋગ્વેદ અને સામવેદમાં વનસ્પતિ દેવનો ઉલ્લેખ મળે છે. વનસ્પતિ દેવ વૃક્ષ, છોડ, વેલાઓનું રક્ષણ કરે છે, અને જે લોકો પણ ઝાડ-છોડનો અનાદર કરે છે તેમને વનસ્પતિ દેવ દંડ આપે છે. તેમજ જે લોકો ઝાડની પૂજા કરે છે, તેમના પર વનસ્પતિ દેવની કૃપા રહે છે.

વનસ્પતિ દેવ દરેક વનસ્પતિઓનું રક્ષણ કરે છે. પણ જે લોકો સૂર્યાસ્ત પછી, ગ્રહણ કાળમાં વનસ્પતિઓને સ્પર્શ કરે છે તેમને પાપ લાગે છે. એજ રીતે જે લોકો વનસ્પતિને તોડે છે અને તેમનું અપમાન કરે છે, તેમને વનસ્પતિ દેવ દંડ આપે છે.

વનસ્પતિ દેવને આ રીતે કરો પ્રસન્ન :

વનસ્પતિ દેવને પ્રસન્ન કરવા ઘણા સરળ છે. જે લોકો ઝાડ-છોડની પૂજા કરે છે અને તેમને પાણી અર્પણ કરે છે, તેમના પર વનસ્પતિ દેવની કૃપા રહે છે.

તુલસી, પીપળા, બાવળના છોડની પૂજા કરવાથી પણ વનસ્પતિ દેવની કૃપા પ્રાપ્ત થાય છે.

નિયમિત રૂપથી જે લોકો ઝાડ છોડ રોપે છે, તેમના પર વનસ્પતિ દેવ હંમેશા મહેરબાન રહે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.