દેવી ગંગા કોની પુત્રી અને કોની પત્ની હતી, જાણવા માટે વાંચો તેમની સાથે જોડાયેલી કેટલીક કથાઓ.

0
905

ગંગા કોણ છે? નદી કે દેવી? ખરેખર ગંગા વિષે જાણવું ઘણું જરૂરી છે. નદી છે તો પછી દેવી કેવી રીતે અને દેવી છે તો પછી નદી કેવી રીતે? ખાસ કરીને ભારતમાં દરેક નદીને દેવી સમાન માનવામાં આવે છે, કેમ કે તેનાથી સંપૂર્ણ ભારતને જળ એટલે કે પાણી મળે છે. તે માનવ જીવનને સંભાળે છે. નદી છે તો જીવન છે. ગંગા વિષે આપણને પુરાણોમાં ઘણી કથાઓ મળે છે. આવો તેમાંથી કેટલીક કથાઓ વિષે જાણીએ.

ગંગાની ઉત્પતી કથા : કહેવાય છે કે ગંગા દેવીના પિતાનું નામ હિમાલય છે જે પાર્વતીના પિતા પણ છે. જેવી રીતે રાજા દક્ષની પુત્રી માતા સતીએ હીમાલયને ત્યાં પાર્વતીના નામથી જન્મ લીધો હતો, તે રીતે માતા ગંગાએ તેના બીજા જન્મમાં ઋષિ જહનુને ત્યાં જન્મ લીધો હતો.

એવું પણ કહેવામાં આવે છે કે ગંગાનો જન્મ બ્રહ્માના કમંડળ માંથી થયો હતો. એટલે કે ગંગા નામની એક નદીનો જન્મ. એક બીજી કથા મુજબ બ્રહ્માજીએ વિષ્ણુજીના ચરણોને આદર સહીત ધોયા અને તે જળને પોતાના કમંડળમાં ભેગું કરી લીધું. ભગવાન વિષ્ણુના અંગુઠા માંથી ગંગા પ્રગટ થઇ તેથી તેમને વિષ્ણુપદી કહેવામાં આવે છે. એક બીજી કથા મુજબ ગંગા પર્વતોના રાજા હિમવાન અને તેમની પત્ની મીનાની પુત્રી છે, આ રીતે તે દેવી પાર્વતીની બહેન પણ છે. કેટલાક સ્થળો ઉપર તેમને બ્રહ્માનું કુળ જણાવવામાં આવ્યું છે.

ગંગાની કથા નંબર – 1 : એ તો બધા જાણે જ છે કે ભગવાન રામના પૂર્વજ ઈક્ષ્વાકુ વંશી રાજા ભગીરથના પ્રયત્નોથી જ ગંગા નદી સ્વર્ગથી ધરતી ઉપર આવી હતી. પણ તેને સ્વર્ગથી ધરતી ઉપર લાવવા માટે તપસ્યા કરવી પડી હતી. ગંગાના ભાર અને વેગને સંભાળી શકે એટલી શક્તિ પૃથ્વીમાં ન હોવાથી રાજા ભગીરથે શિવજીને પ્રસન્ન કર્યા.

બ્રહ્માજીએ ગંગાની ધારાને પોતાના કમંડળ માંથી છોડી. ત્યારે ભગવાન શંકરે ગંગાની ધારાને પોતાની જટાઓમાં સમાવી લીધી. પછી ભગીરથની આરાધના પછી તેમણે ગંગાને તેમની જટાઓ માંથી મુક્ત કરી દીધી. કહેવાય છે કે બ્રહ્મચારિણી ગંગા દ્વારા કરવામાં આવેલા સ્પર્શથી જ મહાદેવે તેમને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધા.

પત્ની પુરુષની સેવા કરે છે એટલે તેનો વાસ પતિના હ્રદયમાં અથવા ચરણોમાં હોય છે પણ ભગવતી ગંગા શિવના મસ્તક ઉપર બિરાજમાન છે. ભગવાન વિષ્ણુના અંગુઠામાંથી ગંગા પ્રગટ થઇ એટલે તેને વિષ્ણુપદી કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુના પ્રસાદના રૂપમાં શિવજીએ દેવી ગંગાનો પત્ની તરીકે સ્વીકાર કર્યો.

કહે છે કે શંકર અને પાર્વતીના પુત્ર કાર્તીકેયનો ગર્ભ પણ દેવી ગંગાએ ધારણ કર્યો હતો. ગંગાના પિતા પણ હિમાલય છે એટલે તે પાર્વતીની બહેન માનવામાં આવે છે. સ્કંદ પુરાણ મુજબ, દેવી ગંગા કાર્તીકેય (મુરુગન) ની સાવકી માતા છે. કાર્તીકેય શંકર અને પાર્વતીના પુત્ર છે. પાર્વતીએ પોતાના શારીરિક મેલ માંથી ગણેશની છબીનું નિર્માણ કર્યું, પણ ગંગાના પવિત્ર જળમાં ડૂબ્યા પછી ગણેશજી જીવિત થઇ ઉઠ્યા. એટલા માટે કહેવામાં આવે છે કે ગણેશજીને બે માતાઓ છે, પાર્વતી અને ગંગા. અને એટલા માટે તેમને દ્વિમાતૃ અને ગંગેય (ગંગાના પુત્ર) પણ કહેવામાં આવે છે.

બ્રહ્મ વૈવર્ત પુરાણ (2.6.13-95) મુજબ વિષ્ણુજીની ત્રણ પત્નીઓ છે જેમને એકબીજી સાથે મનમેળ ન હતો, એટલા માટે તેમણે માત્ર લક્ષ્મીજીને પોતાની સાથે રાખ્યા અને ગંગાને શિવજી પાસે અને સરસ્વતીને બ્રહ્માજી પાસે મોકલી દીધા.

ગંગાની કથા નંબર – 2 : પૂર્વ જન્મમાં રાજા શાંતનું મહાભીષ હતા. બ્રહ્માજીની સેવામાં તે ઉપસ્થિત હતા. તે સમયે ગંગા પણ ત્યાં હાજર હતા. રાજા મહાભીષ ગંગા ઉપર મોહિત થઈને તેમને એક નજરે જોવા લાગ્યા. ગંગા પણ તેમની ઉપર મોહિત થઈને તેમને જોવા લાગ્યા. બ્રહ્માએ એ બધું જોઈ લીધું અને ત્યારે તેમણે તેમને મનુ-ષ્યયો-નીમાં દુઃખ સહન કરવાનો શ્રાપ આપી દીધો.

રાજા મહાભીષે કુરુ રાજા શાંતનુના રૂપમાં જન્મ લીધો અને તે પહેલા ગંગાએ ઋષિ જહનુની પુત્રીના રૂપમાં. એક દિવસ પુત્રની કામનાથી શાંતનુના પિતા મહારાજા પ્રતીપ ગંગાના કાંઠે તપસ્યા કરી રહ્યા હતા. તેમના તપ, રૂપ અને સોંદર્ય ઉપર મોહિત થઈને ગંગા તેમની પાસે આવીને બેસી ગયા અને કહેવા લાગ્યા, રાજન, હું તમારી સાથે લગ્ન કરવા માગું છું. હું જહનું ઋષિની પુત્રી ગંગા છું.

તેથી રાજા પ્રતીપે જણાવ્યું, ગંગે, તું મારી જમણી જાંઘ ઉપર બેઠી છો, જયારે પત્નીએ તો વામાંગી હોવું જોઈએ, જમણી જાંઘ તો પુત્રનું પ્રતિક છે એટલે હું તમને મારી પુત્રવધુના રૂપમાં સ્વીકાર કરી શકું છું. તે સાંભળીને ગંગા ત્યાંથી જતી રહી. જયારે મહારાજ પ્રતિકને પુત્રની પ્રાપ્તિ થઇ તો તેમણે તેનું નામ શાંતનુ રાખ્યું અને તે શાંતનુ સાથે ગંગાના લગ્ન થયા. ગંગાથી તેમને 8 પુત્ર મળ્યા જેમાંથી 7 ને ગંગા નદીમાં વહાવી દેવામાં આવ્યા અને 8 માં પુત્રને ઉછેર્યો. તેમના 8 માં પુત્રનું નામ દેવવ્રત હતું. તે દેવવ્રત જ આગળ જઈને ભીષ્મ કહેવાયા.

આ માહિતી વેબ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.