સાદુ જીવન શા માટે ઉત્તમ છે અને માણસ તેના માટે કઈ રીતે પ્રેરાય છે તે આ લેખમાં જાણવા મળશે.

0
461

સાદુ જીવન જીવવું ઉત્તમ છે. ત્રણ રીતે માણસ સાદુ જીવન જીવવા પ્રેરાય, એક પહોંચ ના હોય, પહોંચી શકાય એમ ના હોય ને બીજું અતિ સંઘર્ષ પછી પણ વૈભવશાળી બની શકે નહીં અને ત્રીજુ અતિ વૈભવમાં પણ અશાંતિ ઉદ્વેગ ને અસલામતી ભાળી હોય પછી સાદું જીવન જીવવા પ્રેરાય છે.

હવે ત્રણેય ના પાસા તપાસી ને નિર્ણય કરિએ તો પહોંચી શકાતું નથી તે સાદુ જીવન જીવે છે. પણ તેનું ચિત્ત સદા વૈભવ પ્રાપ્ત કરવા ઉત્સુક હોય છે. વળી પોતે ઉત્સુક નથી તે બતાવવા સતત વૈભવશાળી ની નીંદા અને અવગુણો ગાયા કરશે, વૈભવશાળી ના દુર્ગુણો તપાસ તો રહેશે. એટલે કે તે પેલા શિયાળ ની જેમ દ્રાક્ષ ખાટી કહેશે પણ તેનું ચિત્ત સદા વિક્ષિપ્ત રહેશે એટલે તે પરાણે મજબુરી થી જીવાતી સાદાય છે. જે સમય જતાં બળવો પોકારે છે.

બીજું અતિ સંઘર્ષ પછી પણ વૈભવશાળી બની શકે નહીં ત્યારે તે હતાશા અનુભવે છે. અંધશ્રદ્ધા અશ્રદ્ધા ને તંત્ર મંત્ર યંત્ર ના સહારે આગળ વધવા માટે પ્રયત્ન કરે છે. જો તેમાં સફળતા મળે તો તે આખી જિંદગી પેલા તંત્ર મંત્ર યંત્ર ના ભય માં વિતાવે છે, તે વ્યક્તિ ની આધિનતામા ગુમાવે છે ક્યાંક નારાજ થઈ ફરી હતો ત્યાં નહીં પુગાડી દયેને એવા ડરમા જીવે છે. વૈભવ છે પણ પરાધીનતા સાથે, ને વૈભવ માટે તે હંસતા હંસતા પરાધીનતા ના બોજ ને ઉપાડી રાખે છે. પેલા યાત્રા કરવા માટે નિકળેલા યાત્રિક ભેળો ખાટલો રાખતો તેમ.

ત્રીજો અતિ વૈભવશાળી જીવન જીવી ઉબ આવી હોય, જેનો જન્મ વૈભવ મા થયો છે ને તે સમય જતાં વૈભવ થી કંટાળી ભાગે છે. જેમ બુદ્ધ મહાવીર આદિક તે સાચી શાંતિ ને પામ્યા છે ને એટલું જ નહીં પણ હજારો ને શાંતિ અપાવી છે.

તો મારો મત કહું તો સતત સંઘર્ષ કરવો પણ વૈભવ માટે નહીં પુણ્ય માટે સત કર્મ માટે, ને એ સત કર્મના પ્રતાપે આ આત્મા ને એવી જગ્યા એ જન્મ મલે કે જ્યાં બધો વૈભવ હોય. ને એ અતિ રાગથી વૈરાગ્ય જનમે તો તે સાચી સાદગી પૂર્ણ જીવન તરફ લય જાય બાકી બધી મન મનાવવાની વાતો છે.

છેલ્લે ઘણા સંતો સાધુઓ સાદું જીવન જીવી ગયા ને હાલ પણ જીવે છે (જો ઉપરના બે માલ્યા ના હોય તો) તેનું મૂળ કારણ પુર્વના પુન્ય થી પ્રાપ્ત કરેલી પરમબ્રહ્મ પરમાત્મા ની કૃપા છે.

આજના યુગમાં સાદુ જીવન જીવવા ના પ્રેરણા શ્રોત વ્યક્તિઓ, કલાકારો, સાધુઓ, કથાકારો, ઉપદેશકો, સેવાના ભેખધારીઓ વિગેરે વિગેરે વૈભવશાળી જીવન જીવે છે તે નજર સામે જોનારો યુવાન કેમ સ્વિકાર કરી શકે કે સાદગી માં સુખ છે.

– ચારણ લાખન.

(સાભાર હરેશ પઢીયાર, અમર કથાઓ ગ્રુપ)