લોકો પાસે બધું હોવા છતાં પણ કેમ દુ:ખી છે, જાણો આ નાનકડા લેખમાં.

0
685

આજે એક વિચાર મનમાં વિષાદ જન્માવી રહ્યો છે કે સૌથી કઠિન પરિસ્થિતિ કઈ? તમારી પાસે સુખ-સાહેબી નથી એ કે તમે ગરીબીમાં જીવો છો એ કે તમારે ફેમલી નથી એ કે પછી તમે એકલા છો એ?

મારા મતે સૌથી ખરાબ સ્થિતિ એ છે કે જ્યારે તમારી પાસે બધું જ હોવા છતાં પણ તમને એમ ફિલ થાય કે તમારી કોઈને જરૂર જ નથી. તમે હશો કે નહિ, કોઈને કઈ જ ફરક નહિ પડે. આ જે ફીલિંગ્સ છે ને એ માણસને અંદરથી તોડી નાખે છે. હજાર પોઝીટીવ વિચાર પર આ એક ફિલિંગ ભારે પડી જાયને માણસ કદાચ મૃત્યુ તરફ ધકેલાય એમ પણ બને.

બીજી એક વાત મનમાં એ આવે છે કે ઘરમાં કે સબંધમાં પુરુષ એ સૌથી અગત્યનું અને જરૂરી પાસું છે, તો કદાચ પુરુષ આવું ઓછું ફિલ કરતા હશે પણ સ્ત્રી? સ્ત્રી ચાહે ઘરને સાચવવા તૂટી કેમ ન પડે પણ એ કઈ અગત્યનું નથી! નાના ઝઘડામાંય સ્ત્રી ને ઘણી જ સરળતાથી કહી દેવાય છે, જા જતી રે તારા ઘરે! તો એનું ઘર કયું? શુ એટલી નકામી છે કે એનું ઘરમાં હોવું ન હોવું એક બરાબર?

એ તમારી થવા બધું છોડીને આવી છે, તો એને આમ ફિલ ન થવા દો, તો જ તમે સાચા સાથી… હજી ઘણું કહેવું છે પણ ….થોભી જાઉં છું.