બ્રહ્માજીએ શ્રીકૃષ્ણની પરીક્ષા કેમ લીધી? જાણો કારણ

0
398

જાણો વિષ્ણુજીના અવતાર શ્રીકૃષ્ણના દર્શન કરવા નીકળેલ બ્રહ્માજીને કેમ લેવી પડી તેમની પરીક્ષા.

આ વાત ત્યારની છે જયારે શ્રીકૃષ્ણ પોતાની બાળ અવસ્થામાં હતા, એટલે કે આ સ્ટોરી તેમના બાળપણની છે. તે સમયે બ્રહ્માજીને ખબર પડી કે ભગવાન વિષ્ણુએ પોતે જ શ્રીકૃષ્ણના રૂપમાં પૃથ્વી પર અવતાર લીધો છે, તો તેમના મનમાં શ્રીકૃષ્ણના દર્શન કરવાનો વિચાર આવ્યો. તે બ્રહ્મલોકથી પૃથ્વી પર આવ્યા અને તેમણે જોયું કે, પોતાના માથા પર મોરમુગટ ધારણ કરેલ એક બાળક ગાયો અને ગોવાળિયાઓ સાથે માટીમાં રમી રહ્યો છે.

આ દૃશ્ય જોઇને બ્રહ્માજીને વિશ્વાસ નહિ થયો કે, આ બાળક વિષ્ણુજીનો અવતાર છે, પણ તે બાળકના ચહેરા પર અતુલ્ય તેજ હતું. આ જોઇને બ્રહ્માજીએ શ્રીકૃષ્ણની પરિક્ષા લેવાનો વિચાર કર્યો.

તેમણે સૌથી પહેલા ગાયોને ત્યાંથી અદ્રશ્ય કરી દીધી, પછી જયારે શ્રીકૃષ્ણ ગાયોને જોવા માટે ગયા, તો બ્રહ્માજી ત્યાં રમી રહેલા ગોવાળિયાને પોતાની સાથે લઈને બ્રહ્મ લોક જતા રહ્યા. થોડી વાર પછી જયારે તે પૃથ્વી પર પાછા આવ્યા, તો ત્યાંનું દૃશ્ય જોઇને ચકિત થઈ ગયા, કારણ કે જે બાળકો અને ગાયોને તે પોતાની સાથે બ્રહ્મલોક લઈ ગયા હતા, તે શ્રીકૃષ્ણ સાથે પૃથ્વી પર રમી રહ્યા હતા. આ જોઇને તેમણે ધ્યાન લગાવીને બ્રહ્મલોકની સ્થિતિ જાણી. તેમણે પોતાની દિવસ દૃષ્ટિથી જોયું કે, તે દરેક બાળક અને ગાયો બ્રહ્મલોકમાં જ છે.

આ બધું જોઇને તેમને શ્રીકૃષ્ણની લીલા સમજાઈ ગઈ અને તેમણે હાથ જોડીને માફી માંગી. સાથે જ પ્રાથના કરી કે, પ્રભુ મને પોતાના અસલી સ્વરૂપમાં દર્શન આપો. ત્યારે શ્રીકૃષ્ણએ બ્રહ્માજીને પોતાનું વિરાટ રૂપ દેખાડ્યું. શ્રીકૃષ્ણના તે રૂપના દર્શન કરવા માટે બીજા ઘણા બ્રહ્માજી પણ ત્યાં આવી ગયા. તેમાંથી અમુક બ્રહ્માજી ત્રણ માથા વાળા હતા, તો અમુક ચાર માથા વાળા, તો અમુક સો માથાવાળા હતા.

પોતાના સિવાય અન્ય બ્રહ્માને જોઇને બ્રહ્મ દેવે શ્રીકૃષ્ણના વિરાટ સ્વરૂપને પૂછ્યું કે, પ્રભુ આ કેવી લીલા છે તમારી. તેના પર તેમણે કહ્યું કે, આ જગતમાં ફક્ત તમે જ એકલા બ્રહ્મા નથી. જગતમાં ઘણા બધા બ્રહ્માંડ છે, જ્યાં ઘણા બધા બ્રહ્મદેવ રહેલા છે, અને દરેકનું પોત-પોતાનું કાર્ય છે. આ સાંભળીને બ્રહ્મદેવે માથું નમાવીને શ્રીકૃષ્ણને નમસ્કાર કર્યા.

આ માહિતી મોમજંકશન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.