દેવ દિવાળીના દિવસે જ ભગવાન શિવે કર્યો હતો આ અસુરનો વ-ધ, વાંચો પૌરાણિક કથા.

0
739

જાણો દેવ દિવાળી શા માટે ઉજવવામાં આવે છે, તે આપણને કયો સંદેશ આપે છે.

દેવ દિવાળી એ દિવાળીના 15 દિવસ પછી કાર્તિક પૂર્ણિમા (કારતક પુનમ) ના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે વારાણસીમાં માઁ ગંગાના ઘાટ પર સાંજે લાખો દીવા પ્રગટાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવાળી ઉજવવા અને જોવા માટે દેવી-દેવતાઓ પણ પૃથ્વી પર આવે છે.

પૌરાણિક કથાઓ અનુસાર આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુરનો વ-ધ-કર્યો હતો. શિવના પુત્ર કાર્તિકેયે પિતાની મદદથી ત્રણે લોકમાં હાહાકાર મચાવનાર તારકાસુરનો અંત આણ્યો હતો. તેનું વેર લેવા માટે, તારકાસુરના ત્રણ પુત્રોએ સૃષ્ટિના સર્જક બ્રહ્માને પ્રસન્ન કરવા માટે ગંભીર તપસ્યા કરી અને બ્રહ્મા પાસે અમરત્વ માંગ્યું.

પરંતુ બ્રહ્માજીએ ના પાડી અને તેના બદલે કેટલીક એવી શરત મૂકવા કહ્યું, જે ખૂબ જ મુશ્કેલ હોય અને તે પુરી કર્યા પછી જ તેમનો તેમનો અંત થાય. પછી ત્રણેય બોલ્યા – તમે અમારા માટે ત્રણ પુરી બનાવડાવો (પુરી એટલે યમપુરી છે એ પ્રકારની પુરી). જ્યારે તે ત્રણ પુરીઓ અભિજિત નક્ષત્રમાં એક પંક્તિમાં ઊભી હોય છે અને ખૂબ જ શાંત સ્થિતિમાં કોઈ અશક્ય રથ અને અશક્ય બાણથી અમને મા રે ત્યારે જ અમારો અંત થાય. બ્રહ્માજીએ તેમને આ વરદાન આપ્યું અને અસુરોના શિલ્પી માયા દ્વારા બાંધવામાં આવેલ પુરી તેમણે મેળવી.

એવું કહેવાય છે કે, તમામ દેવતાઓએ ભગવાન શિવને પોત-પોતાનો ટેકો આપ્યો હતો. જ્યારે અભિજિત નક્ષત્રમાં ત્રણેય અસુરોની પુરીઓ ભેગી થઈ ત્યારે શિવજીએ પોતાના પાશુપત શ સત્ર વડે ત્રણેય પુરીનો નાશ કર્યો. ત્યારે પૃથ્વી અને સૂક્ષ્મ દેવલોકમાં સુખ, શાંતિ અને આનંદનું વાતાવરણ છવાઈ ગયું. ભગવાન દ્વારા સૃષ્ટિમાંથી આસુરી શક્તિઓના વિનાશ અને દૈવી શક્તિઓના વિકાસના આ તહેવારને દેવ દિવાળી કહેવા લાગ્યા.

આધ્યાત્મિક અર્થમાં, દિવાળી અને દેવ દિવાળી વચ્ચે કોઈ નોંધપાત્ર અંતર નથી. મુખ્ય દિવાળી પહેલા કાળી ચૌદશ ઉજવવામાં આવે છે જેને ઘણી જગ્યાએ નાની દિવાળી કહે છે. તે નરકાસુર પર ભગવાન અને ભગવતીના વિજયને દર્શાવે છે. દેવ દિવાળી ત્રિપુરાસુર પર મહેશ્વરના વિજયની સ્મૃતિનું પર્વ છે. આધ્યાત્મિકતાના દૃષ્ટિકોણથી તેને ભલાઈને અપનાવવું અને બુરાઈને દૂર કરવું કહે છે. અંતરમનમાં જ્ઞાનનો પ્રકાશ જગાડવો અને અજ્ઞાનનો અંધકાર દૂર કરવો કહેવાય છે. તે દૈવી ગુણોને આત્મસાત કરવાનો તહેવાર છે.

બંને દિવાળી પર દીવાઓ પ્રગટાવવાની પરંપરાનો ભાવ સમાન છે. માટીના દીવા માટીના બનેલા આપણા શરીરનું પ્રતીક છે. દીવાની જ્યોત એ આપણા આત્માનો સ્વભાવ છે. તેને આધ્યાત્મિક જ્ઞાનના ઘી અને દિવ્ય યોગની અગ્નિથી પ્રજ્વલિત કરવાનો છે. તો જ આપણા જીવનમાંથી અજ્ઞાન, અશુદ્ધિ, દુ:ખ, અશાંતિ અને આસુરી અંધકારનો નાશ થશે અને સુખ, શાંતિ અને સમૃદ્ધિનો પ્રકાશ આવશે.

દિવાળીના બંને પ્રકારમાં દીપદાન પણ એક જ સંદેશ આપે છે. ભલે તે માતા ગંગા હોય કે યમ, બંનેને દીવો દાન કરવાનો અર્થ છે કે વ્યક્તિનું જીવન દૈવી અને પરોપકારી સેવામાં સમર્પિત કરવું. અકાળમો તથી બચવું અને જીવનમાં સાચા સુખ અને શાંતિની પ્રાપ્તિ કરવી.

એવું માનવામાં આવે છે કે, દેવ દિવાળીના દિવસે પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવાથી તમામ પાપો ધોવાઇ જાય છે અને માતા ગંગાની સામૂહિક આરતીથી જીવન ધન-ધાન્યથી સમૃદ્ધ બને છે.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.