અર્જુને શા માટે એકલાએ વનવાસ ગાળવો પડ્યો અને તે દરમિયાન શ્રીકૃષ્ણએ તેમને શું શીખવ્યું, જાણો.

0
558

મહાભારતમાં અર્જુન 12 વર્ષ માટે એકલા વનવાસ જતા રહ્યા હતા. પાછળથી અર્જુનની સાથે ઘણા ઋષિ-મુનિઓ પણ આવ્યા. યુધિષ્ઠિર, ભીમ, નકુલ, સહદેવ અને દ્રૌપદી એક જ મહેલમાં રહેતા હતા.

પાંચ પાંડવ ભાઈઓએ એક નિયમ બનાવ્યો હતો કે, જ્યારે કોઈ એક ભાઈ દ્રૌપદી સાથે એકલો હોય ત્યારે બીજો કોઈ ભાઈ ત્યાં નહીં જાય. એક દિવસ જ્યારે યુધિષ્ઠિર અને દ્રૌપદી એકાંતમાં હતા ત્યારે અર્જુને આ નિયમ તોડ્યો હતો અને તે તેમના ઓરડામાં ગયા હતા.

જ્યારે અર્જુને તે નિયમો તોડ્યા તો તેમણે વનમાં જવું પડ્યું. તેઓ અલગ અલગ વનમાં ફરતા રહ્યા. તે જાણતા હતા કે આ વનવાસ દરમિયાન મારે મારા વ્યક્તિત્વને વધુ નિખારવા તપસ્યા કરવી પડશે. તેમને પોતાના પરિવારથી અલગ થવાનું દુ:ખ હતું, પરંતુ તેમણે વિચાર્યું કે મારે વનમાં દુઃખી ન થવું જોઈએ. વનવાસના સમયમાં અર્જુન નવા લોકોને મળીને કંઈક નવું શીખવા માંગતા હતા.

વનવાસના સમયમાં ભ્રમણ કરતા કરતા જ્યારે તેઓ પશ્ચિમ દિશામાં પહોંચ્યા ત્યારે શ્રીકૃષ્ણને તેમના આગમનની માહિતી મળી. શ્રીકૃષ્ણ તરત જ અર્જુનને મળવા ગયા. જ્યારે અર્જુને બધી વાત કહી, ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું, ‘ચાલો રૈવતક પર્વત પર જઈએ, ત્યાં બેસીને વાત કરીએ. પછી તું મારી સાથે દ્વારકા આવજે.’

અર્જુને કહ્યું, ‘મારે વનવાસમાં જ રહેવું છે. હું આમ કરવા માટે બંધાયેલો છું.’

શ્રીકૃષ્ણએ કહ્યું, ‘વનમાં ફરવું એટલે નવી જગ્યાઓનું જ્ઞાન મેળવવું. જ્યારે આપણે લાંબી મુસાફરી પર હોઈએ છીએ, ત્યારે આપણે આનંદ કરવો જોઈએ, વિચાર-મંથન કરવું જોઈએ, શિસ્ત, તપ અને સતત નવી વસ્તુઓ શીખવી જોઈએ. તો જ તમને એ યાત્રાનો લાભ મળશે. હું તને દ્વારકા લઈ જઈ રહ્યો છું કારણ કે તેં વન જોયું છે, હવે તું એક એવું નગર જો, જ્યાં તને યોગમાં ભોગ અને ભોગમાં યોગ મળશે. હું તને દ્વારકાના માધ્યમથી ખૂબ જ મોટો સંદેશ આપવા જઈ રહ્યો છું.’

આ પછી અર્જુન શ્રીકૃષ્ણ સાથે દ્વારકા ગયા.

પાઠ : જ્યારે પણ આપણે યાત્રા પર હોઈએ ત્યારે તે યાત્રાને બોજ ન ગણવી જોઈએ. યાત્રાને થાક સાથે ન જોડો. યાત્રા કરતી વખતે સકારાત્મક રહો અને નવી નવી વસ્તુઓ શીખવાનો પ્રયત્ન કરતા રહો. આમ કરવાથી યાત્રા આનંદદાયક બનશે અને આપણા વ્યક્તિત્વમાં નિખાર આવશે.