ભગવાન કૃષ્ણએ શા માટે 16 હજાર કન્યાઓ સાથે કરવા પડ્યા હતા લગ્ન, વાંચો પૌરાણિક કથા.

0
824

સૂર્ય પુત્રી કાલિંદીના પણ થયા હતા શ્રી કૃષ્ણ સાથે લગ્ન, જાણો તેમની અજાણી વાતો.

શ્રી કૃષ્ણનો જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમીનો તહેવાર આવવાનો છે. મથુરા-વૃંદાવન સહિત ઉત્તર ભારતમાં ઘણી જગ્યાએ આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. શ્રી કૃષ્ણનો જન્મ શ્રાવણ મહિનામાં વદ પક્ષની આઠમની તિથિએ રોહિણી નક્ષત્રમાં 12 વાગે થયો હતો. આ વર્ષે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી 18 ઓગસ્ટ, ગુરુવારે ઉજવવામાં આવશે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે, ભગવાન કૃષ્ણને 16,108 પત્નીઓ અને દોઢ લાખથી વધુ પુત્રો હતા.

મહાભારત પ્રમાણે શ્રી કૃષ્ણ રૂકમણીને તેના નગરમાંથી લઈ ગયા હતા અને તેની સાથે લગ્ન કર્યા હતા. વિદર્ભના રાજા ભીષ્મકની પુત્રી રૂકમણી ભગવાન શ્રી કૃષ્ણને પ્રેમ કરતી હતી અને તેમની સાથે લગ્ન કરવા માંગતી હતી. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે રૂકમણી સિવાય શ્રી કૃષ્ણની 16,107 પત્નીઓ પણ હતી.

જ્યારે શ્રી કૃષ્ણને 16 હજાર કન્યાઓ સાથે લગ્ન કરવા પડ્યા :

પુરાણોમાં ઉલ્લેખ છે કે એકવાર ભૂમાસુર નામના રાક્ષસે અમર બનવા માટે 16 હજાર કન્યાઓની બલી ચડાવવાનો નિર્ણય લીધો હતો. પરંતુ શ્રી કૃષ્ણએ ભૂમાસુરને આ પાપ કરવા દીધું નહિ. તેમણે બધી કન્યાઓને તેની કેદમાંથી મુક્ત કરાવી અને તેમના ઘરે પરત મોકલી દીધી. જો કે, શ્રી કૃષ્ણની આ મદદ તે કન્યાઓ માટે અભિશાપ બની ગઈ. જ્યારે આ કન્યાઓ રાક્ષસની કેદમાંથી મુક્ત થઈને ઘરે પાછી ફરી ત્યારે સમાજ-પરિવારે તેમને ચારિત્રહીન ગણાવીને સમાજમાં સ્વીકારવાની ના પાડી દીધી હતી. ત્યારે ભગવાન કૃષ્ણ 16 હજાર રૂપમાં પ્રગટ થયા અને તેમની સાથે લગ્ન કર્યા હતા.

જો કે કેટલીક એવી વાર્તાઓ છે જેમાં કહેવાય છે કે સમાજમાંથી બહિષ્કૃત થવાના ડરને કારણે આ કન્યાઓએ કૃષ્ણને પોતાના પતિ તરીકે સ્વીકારી લીધા હતા, પરંતુ કૃષ્ણે તેમને ક્યારેય પોતાની પત્ની તરીકે સ્વીકારી નથી.

કાલિંદી સાથે લગ્ન કર્યા :

જ્યારે શ્રી કૃષ્ણ પાંડવોને મળવા ઈન્દ્રપ્રસ્થ પહોંચ્યા ત્યારે યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ, દ્રૌપદી અને કુંતીએ તેમનું આતિથ્ય અને પૂજન કર્યું. એક દિવસ ભગવાન શ્રીકૃષ્ણ અર્જુન સાથે વન વિહાર કરવા નીકળ્યા. જે વનમાં અર્જુન અને શ્રી કૃષ્ણ ભ્રમણ કરી રહ્યા હતા, ત્યાં સૂર્યની પુત્રી કાલિંદી તેમને પતિ તરીકે મેળવવા તપસ્યા કરી રહી હતી. કાલિંદીની ઈચ્છા પૂરી કરવા માટે શ્રી કૃષ્ણએ તેની સાથે લગ્ન કર્યા.

કૃષ્ણની 8 પટરાણીઓ :

શાસ્ત્રોમાં ભગવાન કૃષ્ણની પત્નીઓને પટરાણીઓ કહેવામાં આવી છે. કેટલીક પૌરાણિક કથાઓ એવું કહે છે કે ભગવાન કૃષ્ણને માત્ર 8 પત્નીઓ હતી, જેમના નામ રૂકમણી, જાંબવંતી, સત્યભામા, કાલિંદી, મિત્રબિન્દા, સત્યા, ભદ્રા અને લક્ષ્મણા હતા. કહેવાય છે કે શ્રી કૃષ્ણને 1 લાખ 61 હજાર 80 પુત્રો હતા. તેમની તમામ પત્નીઓને 10-10 પુત્રો હતા અને એક-એક પુત્રીનો પણ જન્મ થયો હતો. આ ગણતરી મુજબ શ્રી કૃષ્ણને 1 લાખ 61 હજાર 80 પુત્રો અને 16 હજાર 108 પુત્રીઓ હતી.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.