તમે ‘અન્ન દાન મહાદાન’ ઘણી વખત સાંભળ્યું હશે, આજે જાણો તે કેમ સૌથી મોટું દાન ગણાય છે? આ આખા સંસારમાં ભૂખથી મોટો કોઈ શત્રુ નથી, પછી તે કોઈની પણ ભૂખ હોય માણસની હોય કે પછી પશુ-પક્ષીઓની. જો તમે જીવનમાં દાન કરવા માંગો છો તો અન્નનું દાન કરો, કારણ કે આ દુનિયામાં તેનાથી મોટું બીજું કોઈ દાન જ નથી હોતું.
જયારે તમે કોઈને ભોજન કરાવી રહ્યા હોવ કે પછી કોઈને અન્નનું દાન કરી રહ્યા હોવ, ત્યારે તમે માત્ર તે વ્યક્તિની ભૂખ જ તૃપ્તિ નથી કરતા, પરંતુ તમે પરમાત્માને સંતુષ્ટ કરી રહ્યા હોવ છો જે તે વ્યક્તિના શરીર સાથે જોડાયેલા છે. જયારે તમે અન્ન દાન અર્પણ કરો છો, તો તમે તેમનું શરીર તેમને આપી રહ્યા હોવ છો.
અન્ન દાન ભોજનની સાથે પોતાના સંબંધને ચેતના અને જાગૃતતાના નિશ્ચિત સ્તર ઉપર લાવવા માટે એક સંભાવના છે. તેને માત્ર ભોજનના રૂપમાં ન જુવો, તે જીવન છે. અને આ વાત આપણે બધાએ સમજવી ઘણી જરૂરી છે. જયારે પણ તમારી સામે ભોજન આવે, ત્યારે તમે તેને એક વસ્તુની જેમ ન સમજતા કે જેનો તમે ઉપયોગ કરી શકો છો કે ફેંકી શકો છો, પણ તે જીવન છે.
જો તમે તમારા જીવનને વિકસિત કરવા માંગતા હોય, તો તમારે તે ભોજન, જળ, વાયુ અને પૃથ્વીને જીવનના રૂપમાં જોવું પડશે. કારણ કે આ બધા તે તત્વ છે જેનાથી તમારું નિર્માણ થયું છે. અન્ન દાન કરવું એક રીત છે જેના દ્વારા તમે સંપૂર્ણ જોડાણ સાથે તમારા હાથોથી, પ્રેમ અને ભક્તિ સાથે ખાવાનું પીરસતા બીજા માણસ સાથે ઊંડાણ પૂર્વક જોડાઈ શકો છો.
આપણા પ્રાચીન ભારતીય શાસ્ત્રો મુજબ, જો આ સંસારમાં કોઈ સૌથી મોટું દાન છે તો તે છે અન્ન દાન. આ સંસાર અન્નથી જ ચાલે છે અને અન્નની મદદથી જ તેની રચનાઓનું પાલન થઇ રહ્યું છે. અન્ન એકમાત્ર એવી વસ્તુ છે, જેનાથી શરીરની સાથે સાથે આત્મા પણ તૃપ્ત થાય છે. એટલા માટે કહેવામાં આવે છે કે, જો કંઈક દાન કરવું જ છે તો અન્નદાન કરો. અન્નદાન કરવાથી ઘણા લાભ થાય છે. બધા શાસ્ત્રોમાં જેટલા દાન અને વ્રત કહેવામાં આવ્યા છે, તેની સરખામણીમાં અન્નદાન સૌથી શ્રેષ્ઠ છે.
આ સંસારનું મૂળ અન્ન છે, પ્રાણનું મૂળ અન્ન છે. આ અન્ન અમૃત બનીને મુક્તિ આપે છે. સાત ધાતુઓ અન્નથી જ ઉત્પન્ન થાય છે, તે અન્ન જગતનો ઉપકાર કરે છે. એટલા માટે અન્નનું દાન કરવું જોઈએ. ઇન્દ્ર વગેરે પણ અન્નની ઉપાસના કરે છે. વેદમાં અન્નને બ્રહ્મા કહેવામાં આવ્યું છે. સુખની કામનાથી ઋષીઓએ પહેલા અન્નનું જ દાન કર્યું હતું. આ દાનથી તેમને તાર્કિક અને પરલૌકિક સુખ મળ્યું. જે માણસ સંપૂર્ણ વિધિ પૂર્વક અન્નદાન કરે છે, તેને પુણ્ય અને યશની પ્રાપ્તિ થાય છે.
આ માહિતી એસ્ટ્રોસાયન્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.