ઘરમાં કોઈના મ-રુ-ત્યુ પછી ગરુડ પુરાણ કેમ વાંચવામાં આવે છે, જાણો તેનાથી થતા લાભ વિષે.

0
151

ગરુડ પુરાણ સાંભળવાથી શું લાભ થાય છે, જાણો તેની પાછળની માન્યતા વિષે.

ગરુડ પુરાણ ભગવાન વિષ્ણુની ભક્તિ અને જ્ઞાન પર આધારિત હોવાનું માનવામાં આવે છે. ગરુડ પુરાણ વાંચવાથી વ્યક્તિને જીવનમાં સારા કાર્યો કરવાની પ્રેરણા મળે છે. બીજી તરફ એવું માનવામાં આવે છે કે ગરુડ પુરાણ વાંચવાથી જીવનમાં સુખની પ્રાપ્તિ થાય છે અને મનુષ્યના પાપોનો નાશ થાય છે.

આ પુરાણમાં મ-રુ-ત્યુ પહેલા અને પછીની પરિસ્થિતિઓનું ઊંડાણપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. બીજી બાજુ, ભારતીય સમાજમાં, ઘરમાં કોઈના મ-રૂ-ત્યુ પછી, ગરુડ પુરાણનો પાઠ 13 દિવસ સુધી કરવામાં આવે છે, જેથી મ-રૂ-ત-કની આત્માને શાંતિ મળે. તો આવો જાણીએ મ-રૂ-ત-કને ગરુડ પુરાણનો પાઠ સંભળાવવા સાથે જોડાયેલી માન્યતાઓ વિશે.

શા માટે મ-રૂ-ત-કને ગરુડ પુરાણનો સંભળાવવામાં આવે છે?

એવી માન્યતા છે કે ઘરમાં કોઈના મ-રૂ-ત્યુ પછી 13 દિવસ સુધી ગરુડ પુરાણનો પાઠ કરવો જોઈએ, જેથી મ-રૂ-ત વ્યક્તિની આત્માને શાંતિ મળે અને તે સાંસારિક બંધનોમાંથી મુક્ત થઈને સ્વર્ગમાં જાય. ગરુડ પુરાણનો પાઠ સાંભળવાથી મ-રૂ-ત વ્યક્તિની આત્મા જમીન પર ભૂત બનીને ભટકતી નથી.

સાત હજાર શ્લોકો ધરાવતું ગરુડ પુરાણ સાંભળીને મ-રૂ-ત-વ્યક્તિ પોતાના જીવનના તમામ દુ:ખ ભૂલીને પિતૃલોકમાં જાય છે અથવા તો માનવ યો-નિ-માં ફરી જન્મ લે છે. 13 દિવસ સુધી મ-રૂ-ત-કની આત્મા પૃથ્વી પર જ ભટકે છે. આવી સ્થિતિમાં ગરુડ પુરાણ સાંભળવાથી તે સ્વર્ગ અને નરક, મોક્ષ, અધોગતિ અને દુર્ગતિ વગેરે વિશે જાણે છે.

મ-રૂ-ત-કના સંબંધીઓ પણ એક મોટી શિક્ષા મેળવે છે :

ઘરમાં કોઈ વ્યક્તિના મ-રૂ-ત્યુ પછી 13 દિવસ સુધી ચાલતા ગરુડ પુરાણનો પાઠ સાંભળવાથી મ-રૂ-ત-કના પરિવારજનોને પણ સત્કર્મ અને મોક્ષની જાણકારી મળે છે. ગરુડ પુરાણ સાંભળવાથી તે લોકો જીવનમાં જે કાર્યો કરે છે તે સુધારી શકે છે અને મ-રૂ-ત્યુ પછી તેમને પણ ઉચ્ચ લોકમાં સ્થાન મળે છે. ગરુડ પુરાણમાં ત્યાગ, સદાચાર, જ્ઞાન, ભક્તિ, તપસ્યા, તીર્થયાત્રા વગેરેથી સંબંધિત અનેક બાબતોનું સુંદર વર્ણન છે.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.