‘અખાત્રીજ’ શા માટે ઉજવવામાં આવે છે? જાણો તેના 5 મોટા કારણ.

0
672

અખાત્રીજના દિવસે વિષ્ણુ ભગવાને કયો અવતાર લીધો હતો? જાણો આ તહેવાર સાથે જોડાયેલી ખાસ વાતો.

હિંદુ ધર્મમાં અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયાનું ખૂબ મહત્વ છે. આ એવો દિવસ છે જેમાં તમારે કોઈ શુભ કાર્ય કરવા માટે મુહૂર્ત જોવાની જરૂર નથી હોતી. હિંદુ પંચાંગ મુજબ, આ તહેવાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે. આ વર્ષે અખાત્રીજનો તહેવાર 22 એપ્રિલના રોજ ધામધૂમથી ઉજવવામાં આવશે. ચાલો જાણીએ તે 5 મોટા કારણો વિશે જેના કારણે આ તહેવાર આટલો શુભ ગણાય છે.

1 – અખાત્રીજ પર શ્રી હરિ વિષ્ણુના અવતાર ભગવાન પરશુરામનો જન્મ થયો હતો. તેમણે ઋષિ જમદગ્નિ અને માતા રેણુકાના ઘરે જન્મ લઈને ધરતીને ધન્ય કરી. ભગવાન પરશુરામ અમર છે અને આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે.

2 – માતા ગંગા અખાત્રીજ પર જ સ્વર્ગમાંથી પૃથ્વી પર આવ્યા હતા. રાજા ભગીરથે હજારો વર્ષો સુધી કઠોર તપસ્યા કરી અને પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે શિવની કૃપાથી ગંગાને પૃથ્વી પર લાવ્યા. આ દિવસે પવિત્ર અને નિર્મળ ગંગામાં ડૂબકી લગાવવાથી મનુષ્યના પાપોનો નાશ થાય છે.

3 – હિંદુ ધર્મ અનુસાર રસોડામાં નિવાસ કરનાર માતા અન્નપૂર્ણાનો જન્મ પણ આ દિવસે થયો હતો. એટલા માટે આ દિવસે ગરીબોને ભોજન કરાવવાનું વિધાન છે. જે આ દિવસે માતા અન્નપૂર્ણાની પૂજા કરે છે તેના ઘરમાં ધન અને ધાન્યની કમી નથી રહેતી.

4 – અખાત્રીજના દિવસે ભગવાન વિષ્ણુના અંશાવતાર મહર્ષિ વેદવ્યાસે મહાભારત લખવાનું શરૂ કર્યું હતું. મહાભારતને પાંચમા વેદની સંજ્ઞા આપવામાં આવી છે. આ મહાભારતમાં ભગવદ્ ગીતા પણ સામેલ છે. એટલા માટે આ દિવસે ગીતાના 18 મા અધ્યાયનો પાઠ કરવો જોઈએ.

5 – અખાત્રીજના શુભ દિવસે પાંડવોના મોટા ભાઈ યુધિષ્ઠિરને અક્ષય પાત્ર પ્રાપ્ત થયું હતું. તેની વિશેષતા એ હતી કે તેમાં ક્યારેય અન્ન પૂરું થતું નહોતું. તેથી જ આ દિવસથી ખેડૂતો રવિ પાક પછી ખાલી પડેલા ખેતરો ખેડવાનું શરૂ કરે છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.