વર્તમાન સમયમાં ધરતી પર પ્રભુની જરૂર શા માટે છે? આ કવિતા દ્વારા જાણો કારણ.

0
1047

થાય છે :

ખિલવાડ લાગણી થી, લગાતાર થાય છે,

વેદનાઓ, તેથી જ, પારાવાર થાય છે.

દુવા ને દવા, થાય અસર બેય ની અગર,

દર્દી નો તોજ, પૂરો, ઉપચાર થાય છે.

મંગળ સુધી મનુષ્ય ની, પહોંચ થઇ ગઈ,

મન સાંકડા, વિજ્ઞાન નો વિસ્તાર થાય છે.

કીડીઓ ના દર પુરી ને, પુણ્ય કરે છે,

હાથી નો પણ, શિ કાર ને વેપાર થાય છે.

લાજવા ને બદલે ગાજવાનો, છે હવે મહિમા,

ખુદ શર્મ, સરેઆમ, શર્મસાર થાય છે.

માણસ ને શાંતિ થી, જીવવા દે, ના બને,

તમને શું, ખુદાને યે, પડકાર થાય છે.

જૂઠ ના સામ્રાજ્યો, સ્થપાય સરેઆમ,

ને સત્ય ત્યાંથી, પહેલાં હદપાર થાય છે.

યુગે-યુગે આવવાથી, ચાલશે નહીં પ્રભુ,

ધર્મ-ગ્લાનિ, નિત્ય, સાંજ ને સવાર થાય છે.

– ઓમપ્રકાશ વોરા, અમદાવાદ.