લગ્ન દરમિયાન વર-વધુને કેમ લગાવવામાં આવે છે હળદર, જાણો શું છે આ પરંપરાનું કારણ.

0
694

જાણો શા માટે વર-વધુને લગાવવામાં આવે છે હળદર, આ છે તેના ધાર્મિક, જ્યોતિષીય અને વૈજ્ઞાનિક કારણ.

હિંદુ ધર્મમાં લગ્ન દરમિયાન અનેક પરંપરા નિભાવવામાં આવે છે. એવી જ એક પરંપરા છે વર-વધુને હળદર લગાવવી. તેને આપણે પીઠીના નામથી પણ જાણીએ છીએ. આ પરંપરા સાથે જોડાયેલી ઘણી ખાસ વાતો છે. જેમ કે ગણેશ પૂજા સાથે લગ્નની શરુઆત થાય છે એવી જ રીતે હળદર લગાવવાની વિધિ પણ કરવામાં આવે છે. આ વિધિ ઘણા દિવસો સુધી ચાલે છે.

હળદર લગાવવી ખુબ જ શુભ માનવામાં આવે છે. હળદર લગાવવાની વિધિ લગ્નમાં છોકરા અને છીકરી બંનેએ નિભાવવી પડે છે. આ વિધિથી જોડાયેલી અલગ અલગ રીતો અને માન્યતાઓ છે. ભારતીય પરંપરા મુજબ લગ્નમાં હળદરનું શુકન ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ તે એક જરૂરી પરંપરા છે એટલા માટે તે કરવી જરૂરી છે. આવો જાણીએ લગ્નમાં વર-વધુને હળદર લગાવવા પાછળના ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો વિષે ખાસ વાતો.

ધાર્મિક અને જ્યોતિષીય કારણ : હળદર ગુરુ ગ્રહ સાથે સંબંધિત છે અને લગ્ન માટે ગુરુનું અનુકુળ હોવું ઘણું જરૂરી છે. લગ્ન દરમિયાન જયારે વર-વધુને હળદર લગાવવામાં આવે છે ત્યારે ગુરુ ગ્રહ સાથે સંબંધિત શુભ ફળ મળવાની સંભાવના વધુ રહે છે. સાથે જ હળદરથી નકારાત્મક ઉર્જા નષ્ટ થઇ જાય છે. નકારાત્મક ઉર્જાથી બચવા માટે હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. હળદર ખરાબ નજરથી રક્ષણ કરે છે, એટલા માટે લગ્ન પહેલા વર અને વધુને હળદર લગાવવાની પરંપરા ચાલતી આવે છે.

આ છે વૈજ્ઞાનિક કારણ : કુદરતી વસ્તુથી ચહેરાની સુંદરતા વધારી શકાય છે. શોધકર્તાઓ મુજબ હળદરમાં ઘણા ઔષધીય ગુણ હોય છે. હળદરના ઉપયોગથી સ્કીન સ્વચ્છ, સુંદર અને ચમકદાર થઇ જાય છે. હળદર એક કુદરતી એંટી બાયોટીક છે એટલા માટે પણ તે વર વધુને લગાવવામાં આવે છે. જો શરીરમાં ક્યાંક ઈજા અને દાઝવાના નિશાન હોય તો હળદરને કારણે તે ત્વચા ઉપર રહેતા નથી અને ત્વચા ખીલી ઉઠે છે.

લગ્નમાં ઘણા પ્રકારના કામ હોય છે જેના કારણે માથાનો દુઃખાવો કે ડી-પ્રે-શ-ન જેવી સમસ્યાઓ થઇ શકે છે અને હળદરના ઉપયોગથી માથાનો દુઃખાવો અને ડી-પ્રે-શ-ન ઓછા થાય છે. એટલા માટે લગ્નનું ટેન્શન દુર કરવા માટે હળદરની વિધિ ઘણી જરૂરી છે.

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.