કેમ ઇષ્ટ દેવને માનવા જરૂરી છે? શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે તેનું કારણ

0
451

શાસ્ત્રો અનુસાર મનુષ્યએ કોઈને કોઈ ભગવાનને પોતાના ઇષ્ટદેવ માનવા જ જોઈએ, જાણો કેમ.

સનાતન ધર્મમાં 33 કરોડ દેવી દેવતા છે. દરેક લોકો અલગ અલગ દેવી દેવતાઓની પૂજા અર્ચના કરે છે. પરંતુ હંમેશા એક વાત કહેવામાં આવે છે કે, એક સમયે એક જ કામ કરવું જોઈએ. જો તમે એક સમયમાં બે કે તેથી વધુ કામ કરશો, તો તમારા હાથમાં નિષ્ફળતા જ લાગશે.

ઇષ્ટ દેવનું હોવું જરૂરી : આ વાત હિંદુ ધર્મના દેવી દેવતાઓને લઈને પણ લાગુ પડે છે. એટલા માટે શાસ્ત્રોમાં એક દેવી કે દેવતાને પોતાના ઇષ્ટ માનવાની વાત કહેવામાં આવી છે.

કથા ઉપરથી સમજાઈ જશે ઇષ્ટ દેવ કેમ છે જુરુરી? આવો આ વાતને એક કથા દ્વારા સમજીએ. એક વખત એક નાવડીમાં ચાર લોકો મુસાફરી કરી રહ્યા હતા. તે ચાર લોકો અલગ અલગ ધર્મના હતા, હિંદુ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તી. ત્યારે વાવાઝોડું આવ્યું જેના લીધે પાણીના ખતરનાક મોજા ઉઠવા લાગ્યા. તે દરમિયાન મુસ્લિમ વ્યક્તિએ અલ્લાહને યાદ કર્યા, શીખે ગુરુ નાનક દેવ અને ખ્રિસ્તીએ પ્રભુ ઈશુને રક્ષા કરવાની પ્રાર્થના કરી. અને તે બધાનો જીવ બચી ગયો.

આ સમયે હિંદુએ ક્યારેક રામ, ક્યારેક શ્રીકૃષ્ણ, ક્યારેક મહાદેવ, ક્યારેક હનુમાન, ક્યારેક માં દુર્ગા તો ક્યારેક બ્રહ્માને યાદ કર્યા, પરંતુ તે ડૂબી ગયો અને તેનો જીવ ન બચી શક્યો.

બધા ભગવાનોમાં રહેલી છે એક જ શક્તિ : આ વાર્તા દ્વારા એ જણાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે, એકાગ્રતા સાથે એક જ ભગવાનની આરાધના કરો. હિંદુઓના દેવી દેવતાઓના નામ ભલે અલગ અલગ છે, પરંતુ બધામાં એક જ શક્તિ રહેલી છે. એટલા માટે દરેક વ્યક્તિએ કોઈને કોઈ દેવી-દેવતાને પોતાના ઇષ્ટ દેવ જરૂર બનાવવા જોઈએ.

ઇષ્ટ દેવની સાચા મનથી કરો આરાધના : માન્યતાઓ મુજબ, અલ્લાહ, જીસસ, વાહે ગુરુ, રામ, હનુમાન બધા એક જ શક્તિનું રૂપ છે. એટલા માટે હંમેશા પોતાના ઇષ્ટ દેવની સાચા મનથી આરાધના કરવી જોઈએ. સંકટના સમયે હંમેશા તમારા ઇષ્ટ દેવને જ યાદ કરો, જેથી તમારી પ્રાથના ભટકે નહિ અને પૂજાનું ફળ તમને પ્રાપ્ત થાય.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.