કેમ પહેલાથી જ નક્કી હતો કે શ્રીકૃષ્ણના હાથે જ થશે મામા કંસનો વધ? કુંડળીમાં જુઓ ખાસ કારણ.

0
495

મૃત્યુથી બચવા માટે કંસે કર્યા હતા ઘણા પ્રયત્ન, ફક્ત શ્રીકૃષ્ણ દ્વારા જ થવાનો હતો તેનો અંત, જાણો તેનું કારણ.

શ્રીકૃષ્ણનો જન્મ જે સમયે થયો હતો તે જ ક્ષણે મથુરા નરેશ કંસનું મૃત્યુ નક્કી થઇ ગયું હતું. શ્રી હરિ વિષ્ણુના સર્વકળામયી આઠમા અવતારની જન્મ કુંડળી (શ્રીકૃષ્ણ જન્મ કુંડળી) નો અભ્યાસ કરીને આ વાત સમજી શકાય છે. વાસુદેવ-દેવકીના પુત્ર યશોદાનંદનનો જન્મ દ્વાપર યુગમાં શ્રાવણ કૃષ્ણ પક્ષની આઠમની મધ્યરાત્રિએ થયો હતો. આ સમયે ઉચ્ચ રાશિનો ચંદ્ર રોહિણી નક્ષત્રમાં હાજર હતો, અને આશીર્વાદ રૂપે પૃથ્વી પર વરસી રહ્યો હતો. ચંદ્રના કિરણો પૃથ્વી પર એવી રીતે વરસી રહ્યા હતા, જાણે કે પૃથ્વીના બધા પાપ અને ભાર હરી રહ્યા હોય.

જ્યારે થયો હતો શ્રી કૃષ્ણનો જન્મ : તે સમયે મથુરામાં એવો ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, જાણે કે ધરતી સર્વશ્રેષ્ઠ સમયના આગમનની ખુશીમાં ભાવુક થઈ રહી હોય, અને કંસને પોતાની ભયંકર ગર્જનાથી ચેતવણી આપી રહી હોય કે ‘તારો કાળ આવી રહ્યો છે… તારો કાળ આવી ગયો છે’.

વૃષભ લગ્નની રાશિમાં જન્મ : ભગવાન શ્રીકૃષ્ણનું જન્મચક્ર વૃષભ લગ્નનું છે. ઉચ્ચ ચંદ્ર લગ્નમાં જ બેઠો છે. સિંહના સૂર્ય માતાના ભાવમાં છે. અહીં માતા અને પિતાના કારક ગ્રહ સૂર્ય-ચંદ્ર સંપૂર્ણ પ્રબળતાથી હાજર છે. આ સ્પષ્ટ સંકેત છે કે કૃષ્ણના માતા-પિતાના દુ:ખો તેમના જન્મથી નાશ પામવાના છે.

કુંડળીના છઠ્ઠા ભાવમાં શનિદેવ : માતુલ એટલે મામાની માહિતી જન્મચક્રના છઠ્ઠા ભાવથી મળે છે. અહીં તુલા રાશિમાં ઉચ્ચના શનિદેવ બેઠા છે, જે ન્યાયાધીશ છે. આ રીતે સ્પષ્ટ થઈ ગયું કે હવે અન્યાયનો અંત થશે અને ન્યાય જીતશે. સાથે સ્વરાશિસ્થ શુક્રનો ઈશારો કરે છે કે, કંસ વધની ઘટના ત્રણેય લોકોમાં ગુંજી ઉઠશે. અહીં છઠ્ઠા ભાવમાં કેતુ પણ છે, તે જણાવે છે કે ન્યાયપૂર્વક વિભિન્ન ષડયંત્ર પણ રચવામાં આવશે.

રામ-રાવણની જેમ સમાન નામ રાશિ : શ્રીકૃષ્ણ અને કંસની નામ રાશિ પણ રામ-રાવણની જેમ સમાન છે. તે તીવ્ર દુશ્મનાવટ અથવા મિત્રતા દર્શાવે છે. બંને કિસ્સાઓમાં અન્યાય પર ન્યાયની જીત અને ઉગ્ર દુશ્મનાવટનું સ્પષ્ટ વર્ણન મળે છે. તેમજ રામ અને કૃષ્ણ બંનેએ અંતિમ વિજય પહેલાં માયાવી રાક્ષસોના ભયંકર ષડયંત્રોનો સામનો કરવો પડ્યો હતો.

કૃષ્ણના હાથે કંસનું મૃત્યુ નિશ્ચિત હતું : કૃષ્ણની કુંડળીમાં ગુરુ ઉચ્ચ છે. તે પરાક્રમ ભાવમાં વિરાજિત છે. ગુરુદેવ બંધારણીય નીતિ શાસ્ત્રના પક્ષમાં છે. મહાપરાક્રમી હોવા છતાં પણ યુદ્ધમાં પહેલ નહિ કરવાવાળા છે. કૃષ્ણએ પણ કંસના બોલાવવા પર જ મથુરા પહોંચીને, કંસ દ્વારા ઉશ્કેરણી અને લલકાર પછી જ તેનો વધ કર્યો હતો.

કુંડળીમાં મૈત્રી અને પ્રેમના યોગ : બુધનું પાંચમાં ભાવમાં ઉચ્ચ હોવું બાળપણમાં આનંદનો અનુભવ કરાવે છે. મિત્રો સાથે મસ્તી કરાવે છે. ચતુરાઈ શ્રેષ્ઠતા સ્પર્ધામાં આગળ રાખે છે. શુદ્ધ પ્રેમનું પ્રતીક બનાવે છે. શ્રીકૃષ્ણની વૃંદાવનની બાળ લીલાઓ તેનો પુરાવો છે. કૃષ્ણ-સુદામા મિત્રતા પણ આ યોગનું અતુલ્ય ઉદાહરણ છે.

કુંડળીમાં ચંદ્ર ખાસ : ચંદ્રની ઉચ્ચતા તેમને ઉત્તમ પરિણામ આપવા પ્રેરે છે. લોકોએ કૃષ્ણને ભાગેડુ, જુઠ્ઠો, ધૂર્ત, ખરાબ ચરિત્રવાળા વગેરે કેટલાય નામ આપ્યા, પરંતુ કૃષ્ણ એ પોતે જ આખી સૃષ્ટિને આનંદ, ન્યાય અને સમૃદ્ધિ આપી.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.