રાધાકૃષ્ણના નામથી ઓળખાતા ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની સૌથી પ્રિય રાધા સાથે લગ્ન કેમ ન કર્યા.
ફક્ત ભારત દેશમાં જ નહિ પણ સમગ્ર વિશ્વમાં ભગવાન શ્રીકૃષ્ણના ભક્તો રહેલા છે. માખણચોર અને રાસ રસૈયાની પૂજા ત્યાં સુધી અધૂરી માનવામાં આવે છે, જ્યાં સુધી તેમની સાથે રાધાનું નામ ન લેવામાં આવે. કૃષ્ણ અને રાધાનો પ્રેમ ઘણો જ અલૌકિક અને પવિત્ર છે, છતાં પણ રાધા ફક્ત શ્રીકૃષ્ણની પ્રેમિકા બનીને રહી ગઈ, તે તેમની પત્ની બની શકી નહિ. અને આ સવાલ હંમેશા લોકોના મનમાં ફરતો રહે છે કે, છેવટે એવું કેમ થયું?
રાધાને શ્રીકૃષ્ણની શક્તિની જાણકારી હતી : તમને જાણીને આશ્ચર્ય થશે કે પ્રાચીન પુરાણોમાં ક્યાંય પણ રાધાનો ઉલ્લેખ નથી, પણ ધર્મશાસ્ત્રી કહે છે કે, રાધા અને શ્રીકૃષ્ણનો પ્રેમ બાળપણથી હતો. રાધા અને શ્રીકૃષ્ણ જયારે મળ્યા હતા ત્યારે તે સમયે રાધા 10 વર્ષની અને શ્રીકૃષ્ણ 8 વર્ષના હતા. તે બંને જ બાળક હતા, તે બંને એકબીજાના મિત્ર હતા. શ્રીકૃષ્ણની લીલાઓ પરથી રાધાને જલ્દી જ અનુભવ થઈ ગયો હતો કે, તે જેને પ્રેમ કરે છે તે પોતે પરમેશ્વર છે, અને પરમેશ્વરની પૂજા કરવામાં આવે છે, તેમની સાથે લગ્ન નથી થઈ શકતા.
કૃષ્ણએ રાધાને પોતાની આત્મા કહી હતી : તેમજ અમુક લોકોનો મત છે કે કૃષ્ણએ રાધાને પોતાની આત્મા કહી હતી, અને આત્મા તો શરીરની સાથે જ રહે છે અને આત્મા અને શરીરનું મિલન લગ્ન દ્વારા કઈ રીતે થઈ શકે. તો બીજી તરફ અમુક પંક્તિઓનું એ પણ કહેવું છે કે, પ્રેમનો સંબંધ પાણી જેવો હોય છે, તેમાં કોઈ શરત નથી હોતી પણ લગ્ન તો બંધન છે, જેના માટે વચન નિભાવવા પડે છે. રાધા એ જ ઇચ્છતી હતી કે, તેમનો પ્રેમ પાવન રહે, તે પ્રભુની આત્મામાં વસતી હતી અને તેનાથી વધારે તેમણે કોઈ બંધનમાં બંધાવું ન હતું, આ કારણે તેમના અને ભગવાન શ્રીકૃષ્ણના લગ્ન ક્યારેય નહિ થયા.
રાધા વગર અધૂરા છે ભગવાન શ્રીકૃષ્ણ : પોતાના પ્રેમના બળ પર જ તે શ્રીકૃષ્ણ સાથે પૂજનીય થઈ અને જે પ્રેમ, આભાર અને સ્થાન તેમને મળ્યું તે શ્રીકૃષ્ણની પત્ની રુક્મણિને પણ પ્રાપ્ત નથી થયું, જોકે તેમણે પણ ભગવાન શ્રીકૃષ્ણને પ્રેમ કરીને જ લગ્ન કર્યા હતા.
આ માહિતી નવ ઈન્ડિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.