માઁ આશાપુરા જાગોરા ભવાની તરીકે કેમ પ્રસિદ્ધ થયા? જાણો જાગોરા ભવાની માતાજી વિષે.

0
763

આપણી સંસ્કૃતિ દ્વારા પ્રસ્તુત

જાગોરા ભવાની માતાજી

માતાના મઢની ચારેય દિશામાં અલગ-અલગ સ્વરૂપે માતાજી ના બેસણા છે. જાગોરા ભવાની, ખાટલા ભવાની, ઓરાણમાતા, રાઈભટ માતા. આમ ચારે દિશા માતાજી બિરાજમાન છે. અને વચ્ચે માં આશાપુરા માતાજી છે. જે પૈકી જાગોરા માતાજી મઢ થી ઉત્તર દિશામાં અંદાજે ત્રણ કિલોમીટરના અંતરે આવેલ છે.

જાગોરા માતાજી ડુંગરની ટોચ પર ગુફામાં બે મોટી પથ્થરની શીલાઓ વચ્ચે સ્વયંભૂ પ્રગટ થયેલા છે. જાગોરા ડુંગર પોતાનું અલગ જ ઇતિહાસ લઇ ને અડીખમ ઉભો છે જ્યાં માતાજી પોતાના હોવાના પર્ચા હજી એ પુરે પાડે છે.

મહિષાસુર રાક્ષસથી બચાવવા માતાજી એ પોતાના બે બાળક હરિયો અને ઠરીયો (કાપડી અને ચૌહાણભુવા) જે હાલ માતાના મઢમાં માં આશાપુરા ની પૂજા કરે છે એ બે બાળક ને ગુફા માં સંતાડી ને માતાજી ત્યાં વિશ્રામ કર્યું હતું. ત્યા થી આ ગુફા બની.

બીજી એક વાત ડુંગર નુ નામ “જાગોરા ડુંગર” કેમ પડ્યું અને માઁ આશાપુરા જાગોરા ભવાની તરીકે કેમ પ્રસિદ્ધ થયા?

જાગોરા ડુંગર નીચે એક પ્રાચીન જગ્યા છે જે કાળા પથ્થરની છે. ડુંગર ચડતા પહેલા જ એ જગ્યા જોવા મળે છે.

માહેશ્વરી વાણિયા, કાપડી, ચૌહાણ, સોની ડુંગર નીચે આવેલી પ્રાચીન જગ્યાએ જાગ (જાગરણ) કરતા અનેક દૂર દૂર થી સાધુ – સંત આવતા ને આખી રાત ભજન-કીર્તન કરતા ને મહાપ્રસાદ બનાવતા.

એ પ્રાચીન જગ્યાએ આપ જશો ને જોશો તો આપ સૌ માઁઈ ભક્તોને કાળા પથ્થર ના બાંધકામ મા નાની-નાની ઓરડી જોવા મળશે, જ્યાં દશો-વીશો-ત્રીસો એમ જાગ થતા.

હરિયા-ઠરિયાની વાત માતાનામઢ ના એ ઈતિહાસ ની વાત તો જગપ્રસિદ્ધ છે.

એ હરિયા – ઠરિયા (કાપડી મંહત-ચૌહાણ ભુવા) પણ જાગોરા ડુંગરવારી આશાપુરા માતાજી ની સેવા કરતા.

કચ્છ ના કબીર કહેવાતા સંત શ્રી મેકરણ દાદા પણ 5 વર્ષ જાગોરા ડુંગરવારી માઁ આશાપુરાની સેવા કરી છે. મેકરણ દાદા આશાપુરા માઁ ના મંદિર ના મંહત શ્રી કાપડી ગુરૂ ગાંગારાજાના શિષ્ય હતા.

આમ જાગોરા ડુંગર પર માતાજી ના બેસણા થયા. પહેલા થી માતાજી ના પરચા અપાર હતા. હાલ ના આ આઘુનિક યુગમાં સોશીયલ મિડીયા દ્વારા માતાજી ના અજાણ્યા ભક્તો ને જાણ થઈ.

સોશ્યલ મીડિયા થકી મીની ગિરનાર કહેવામાં પણ આવે છે. ફક્ત ડુંગર હોવાથી વધારે જાણ ભક્તો ને નતી. હાલ માં ત્યાં ડુંગર ઉપર પગથિયાં બનાવવામાં પણ આવ્યા છે જેનું નિર્માણ ચૌહાણ રાજેન્દ્રસિંહ સતુભા, ચૌહાણ કરણસિંહ શિવુંભાએ કરાવ્યું છે.

તેના દર્શન માટે ડુંગર પરની ગુફામાં એક નાની બખોલમાં પ્રવેશ કરી અંદર જઈ શકાય છે. આ ગુફામાં માત્ર એક કે બે જ વ્યક્તિ સાથે જઈ શકાય તેવી સાંકડી જગ્યા છે.

આવી સાંકડી જગ્યાએ બિરાજમાન જાગોરા ભવાની માતાજીના દર્શન કરી શકાય છે. એવી જ રીતે ચારે બાજુ માતાજી મંદિર અલગ અલગ ઇતિહાસ સાથે બિરાજમાન છે. અને મઢ માં બેઠી માં આશાપુરા જે કચ્છ ના કમાડ બની ને સ્વયંભૂ પ્રગટ બેઠા છે.

જય માતાજી

જય આશાપુરા માં

જય જાગોરા ભવાની

જય માતાજી

– સાભાર જામ અબડા રતનસિંહ પચુભા ()