લક્ષ્મણે ધડથી માથું અલગ કરીને કર્યો હતો મેઘનાદનો વધ, પણ મૃત્યુ પછી તેનું કપાયેલું માથું હસવા લાગ્યું, જાણો શા માટે. મહર્ષિ વાલ્મિકી દ્વારા રચિત હિંદુ ધર્મગ્રંથ ‘રામાયણ’ માં એ વાતનો ઉલ્લેખ મળે છે કે, રાવણના દીકરાનું નામ મેઘનાદ હતું. તેનું એક નામ ઈંદ્રજિત પણ હતું. બંને નામ તેની બહાદુરી માટે આપવામાં આવ્યા હતા. હકીકતમાં મેઘનાદ, ઇન્દ્ર પર વિજય મેળવ્યા પછી ઈંદ્રજિત કહેવાયો. અને તેનું મેઘનાદ નામ મેઘો (વાદળ) ની આડમાં યુદ્ધ કરવાને કારણે પડ્યું હતું. તે એક વીર રાક્ષસ યોદ્ધા હતો.
મેઘનાદ, શ્રીરામ અને લક્ષ્મણને મારવા ઈચ્છતો હતો. તેના માટે યુદ્ધ દરમિયાન તેણે દરેક પ્રયત્ન કર્યા પણ તે નિષ્ફ્ળ રહ્યો. આ યુદ્ધમાં લક્ષ્મણના ઘાતક બાણોથી મેઘનાદ મૃત્યુ પામ્યો. લક્ષ્મણે મેઘનાદનું માથું તેના શરીરથી અલગ કરી દીધું હતું.
તેનું માથું શ્રીરામની આગળ રાખવામાં આવ્યું. વાનર અને રીંછ તેને જોવા લાગ્યા. ત્યારે શ્રીરામે કહ્યું, આનું માથું સાચવીને રાખો. હકીકતમાં શ્રીરામ મેઘનાદના મૃત્યુની સૂચના મેઘનાદની પત્ની સુલોચનાને આપવા માંગતા હતા. તેમણે મેઘનાદની એક ભુજાને બાણ દ્વારા મેઘનાદના મહેલ સુધી પહોંચાડી દીઘી. મેઘનાદની પત્નીએ જયારે તે ભુજા જોઈ તો તેને વિશ્વાસ નહિ થયો કે તેના પતિનું મૃત્યુ થયું છે. તેણીએ ભુજાને કહ્યું કે, જો તું હકીકતમાં મેઘનાદની ભુજા હોય તો મારી દુવિધાને લખીને દૂર કર.
સુલોચનાએ આટલું કહ્યું એટલામાં તે ભુજા હલવા લાગી, ત્યારે એક સેવિકાએ ખડી (ચોક) લાવીને તે ભુજાના હાથમાં મૂકી દીધી. તે કપાયેલી ભુજાએ મહેલના આંગણામાં લક્ષ્મણની પ્રશંસાના શબ્દો લખ્યા. હવે સુલોચનાને વિશ્વાસ થઈ ગયો કે યુદ્ધમાં તેનો પતિ મૃત્યુ પામ્યો છે. સુલોચના આ સમાચાર સાંભળીને રડવા લાગી. પછી તે રથમાં બેસીને રાવણને મળવા ગઈ. સુલોચનાએ રાવણને મેઘનાદનો કપાયેલો હાથ દેખાડ્યો અને પોતાના પતિનું માથું માંગ્યું. સુલોચનાએ રાવણને કહ્યું કે, હવે હું એક ક્ષણ પર જીવિત નથી રહેવા માંગતી, પતિ સાથે જ સતી થવા ઈચ્છું છું.
ત્યારે રાવણે કહ્યું કે, પુત્રી ચાર ઘડી પ્રતીક્ષા કર હું શત્રુના માથા સાથે મેઘનાદનું માથું લઈને આવું છું. પણ સુલોચનાને રાવણની વાત પર વિશ્વાસ નહિ થયો. ત્યારે સુલોચના મંદોદરી પાસે ગઈ. ત્યારે મંદોદરીએ કહ્યું તું રામ પાસે જા, તે ઘણા દયાળુ છે.
સુલોચના જયારે રામ પાસે પહોંચી તો વિભીષણે તેનો પરિચય કરાવ્યો. સુલોચનાએ રામને કહ્યું કે, હે રામ હું તમારી શરણમાં આવી છું. મારા પતિનું માથું મને પાછું આપી દો જેથી હું સતી થઈ શકું. શ્રીરામ સુલોચનાની દશા જોઈને દુઃખી થઈ ગયા. તેમણે કહ્યું કે, હું તારા પતિને હમણાં જ જીવિત કરી દઉં છું. આ દરમિયાન તેણીએ પોતાની આપવીતી પણ સંભળાવી.
સુલોચનાએ કહ્યું કે, હું નથી ઇચ્છતી કે મારા પતિ જીવિત થઈને સંસારના કષ્ટોને ભોગવે. તમારા દર્શન થયા એ મારા માટે સૌભાગ્યની વાત છે. મારો જન્મ સાર્થક થઈ ગયો. હવે મને જીવતા રહેવાની કોઈ ઈચ્છા નથી.
શ્રીરામના કહેવા પર સુગ્રીવ મેઘનાદનું માથું લઇ આવ્યા. પણ તેમના મનમાં એ શંકા હતી કે મેઘનાદના કપાયેલા હાથે લક્ષ્મણના ગુણગાન કઈ રીતે કર્યા. સુગ્રીવથી રહેવાયું નહિ અને તેમણે કહ્યું કે, હું સુલોચનાની વાત ત્યારે જ સાચી માનીશ જયારે આ માથું હસશે.
આ સુલોચનાના સતીત્વની ઘણી મોટી પરીક્ષા હતી. તેણીએ કપાયેલા માથાને કહ્યું, હે સ્વામી, જલ્દી હસો નહિ તો તમારા હાથે જે લખ્યું છે, તેને આ બધા સત્ય નહિ માને. આટલું સાંભળતા જ મેઘનાદનું કપાયેલું માથું જોર જોરથી હસવા લાગ્યું. આ રીતે સુલોચના પોતાના પતિનું કપાયેલું માથું લઈને જતી રહી.
આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.