પાંડવોએ કયા કારણો સર પોતાના પિતાનું માંસ ખાવું પડ્યું હતું? આજે અમે તમને મહાભારત સાથે જોડાયેલી ઘટના વિષે જણાવીશું જેમાં પાંચેય પાંડવોએ પોતાના મૃત પિતા પાંડુનું માંસ ખાધું હતું. તેમણે એવું શા માટે કર્યું તે જાણવા માટે પહેલા આપણે પાંડવોના જન્મ વિષે જાણવું પડશે. પાંડુના પાંચ પુત્ર યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ હતા. તેમાંથી યુધિષ્ઠિર, ભીમ અને અર્જુનની માતા કુંતી તથા નકુલ અને સહદેવની માતા માદ્રી હતી.
પાંડુ આ પાંચેય પુત્રોના પિતા તો હતા પણ તેમના જન્મ પાંડુના વીર્ય તથા સંભોગથી નહિ થયા હતા. કારણ કે પાંડુને શ્રાપ મળ્યો હતો કે, તે જેવા જ સંભોગ કરશે કે તેમનું મૃત્યુ થઈ જશે. એટલા માટે પાંડુના આગ્રહ પર આ પુત્ર કુંતી અને માદ્રીએ ભાગવાનું આહવાન કરીને પ્રાપ્ત કર્યા હતા.
જયારે પાંડુ મૃત્યુ પામ્યા ત્યારે તેમના મૃત શરીરનું માંસ પાંચેય ભાઈઓએ ભેગા મળીને ખાધું હતું. તેમણે એવું એટલા માટે કર્યું હતું કારણ કે સ્વયં પાંડુની એવી ઈચ્છા હતી. તેમના પુત્ર તેમના વીર્યથી ઉત્પન્ન થયા ન હતા આથી પાંડુનું જ્ઞાન, કૌશલ્ય તેમના બાળકોમાં આવી શક્યું ન હતું. એટલા માટે તેમણે પોતાના મૃત્યુ પહેલા એવું વરદાન માંગ્યું હતું કે, તેમના મૃત્યુ પછી બાળકો તેમના શરીરનું માંસ વહેંચીને ખાય, જેથી તેમનું જ્ઞાન બાળકોમાં સ્થળાંતરિત થઈ જાય.
પાંડવો દ્વારા પિતાનું માંસ ખાવાના સંબંધમાં બે માન્યતાઓ પ્રચલિત છે. પહેલી માન્યતા અનુસાર માંસ તો પાંચેય ભાઈઓએ ખાધું હતું પણ સૌથી વધારે ભાગ સહદેવે ખાધો હતો. જયારે એક માન્યતા અનુસાર ફક્ત સહદેવે જ પિતાની ઈચ્છાનું પાલન કરીને તેમના મગજના ત્રણ ભાગ ખાધા હતા. પહેલા ટુકડાને ખાધા પછી સહદેવને ઇતિહાસનું જ્ઞાન થયું, બીજા ટુકડાને ખાધા પછી વર્તમાનનું અને ત્રીજા ટુકડાને ખાધા પછી ભવિષ્યનું. એજ કારણ હતું કે સહદેવ પાંચેય ભાઈઓમાં સૌથી વધારે જ્ઞાની હતો અને તેને ભવિષ્યમાં થનારી ઘટનાઓ જોવાની શક્તિ મળી ગઈ હતી.
શાસ્ત્રો અનુસાર શ્રીકૃષ્ણ સિવાય તે એકમાત્ર વ્યક્તિ સહદેવ જ હતો જેને ભવિષ્યમાં થવાવાળા મહાભારતના યુદ્ધ વિષે સંપૂર્ણ વાતો ખબર હતી. શ્રીકૃષ્ણને ડર હતો કે ક્યાંક સહદેવ આ બધી વાતો બીજા કોઈને જણાવી ના દે, એટલે શ્રીકૃષ્ણએ સહદેવને શ્રાપ આપ્યો હતો કે જો તેણે એવું કર્યું તો તેનું મૃત્યુ થઈ જશે.
આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.