શ્રીકૃષ્ણએ કેમ ન કર્યા રાધા સાથે લગ્ન? આ છે કારણ.

0
954

રાધા-કૃષ્ણનો સાચો પ્રેમ હોવા છતાં બંનેએ કેમ ન કર્યા એકબીજા સાથે લગ્ન? જાણો તેનું કારણ. શ્રીકૃષ્ણને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. શ્રીકૃષ્ણને હિંદુ ધર્મમાં લોકો પ્રેમના પ્રતિક તરીકે પૂજે છે. રાધા કૃષ્ણને એક પ્રેમી જોડીના રૂપમાં ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, તે બંને એક બીજાને ખુબ જ પ્રેમ કરતા હતા. તો પછી પ્રશ્ન એ ઉઠે છે કે, રાધા-કૃષ્ણએ એક બીજા સાથે લગ્ન કેમ ન કર્યા? તો આવો આજે અમે તમને જણાવીએ કે, શું ખરેખર રાધા કૃષ્ણ એક હોવા છતાં પણ એક ન થઇ શક્યા?

રાધા-કૃષ્ણ જે પરમપિતા પરમાત્મા છે, જે સૌના આરાધ્યા છે, જે ભક્તોના અત્યંત પ્રિય છે અને જેમની શક્તિ અમર્યાદિત છે. તે ભગવાન કૃષ્ણની લીલાઓ જાણવા માટે આપણે હંમેશા ઉત્સુક રહીએ છીએ. આ સંસારમાં જયારે જયારે પ્રેમની ચર્ચા થાય છે, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ અને તેમની પ્રેયસી જે તેમનો જ ભાગ છે તે રાધાજીનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. પરંતુ તે વિષયમાં એક પ્રશ્ન હંમેશા ઉઠતો રહે છે કે, કૃષ્ણ અને રાધા લગ્નના બંધનમાં કેમ ન બંધાયા. તે પ્રશ્નના વિષયમાં અલગ અલગ લોકોના અલગ અલગ વિચાર છે.

અલૌકિક પ્રેમ કહાની : પૌરાણીક કથાઓમાં રાધા-કૃષ્ણની અલૌકિક પ્રેમ કહાનીનું વિસ્તૃત વર્ણન છે. જ્યાં એક તરફ શ્રીકૃષ્ણને એક કુટનીતિજ્ઞ (કૂટનીતિના જાણકાર) અને પ્રેમીના રૂપમાં વર્ણવવામાં આવ્યા છે. અને બીજી તરફ રાધાને હંમેશા શ્રીકૃષ્ણ પ્રેમમાં રમતી પ્રેમિકા તરીકે દર્શાવવામાં આવ્યા છે. તે વાત સર્વોપરી છે કે, રાધા-કૃષ્ણની પ્રેમ કહાની બાળપણમાં જ શરુ થઇ ગઈ હતી.

તે સત્ય છે કે, પ્રેમ અને ઉંમરનો કોઈ સંબંધ નથી. ઉંમર વધવા સાથે તેમનો પ્રેમ વધતો રહ્યો. પરંતુ તેમનું અલગ થઇ જવું જ વિધિનું વિધાન હતું. રાધારાણી અને શ્રીકૃષ્ણનો ફક્ત પ્રેમનો જ નહિ પણ આધ્યાત્મિક સંબંધ પણ હતો. અહિયાં અમે તમને ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલા થોડા એવા આધ્યાત્મિક સત્ય જણાવીશું જે ઘણા ઓછા લોકોને ખબર હશે.

રાધા કૃષ્ણના લગ્ન : જ્યાં સુધી રાધા-કૃષ્ણના લગ્નનો પ્રશ્ન છે, તો શું એ સત્ય વાત તે કે તેઓ આ બંધનમાં નથી બંધાયા. કદાચ નહિ. ભગવાન શ્રીકૃષ્ણ અને રાધારાણીના લગ્ન સ્વયં બ્રહ્માજીએ જ કરાવ્યા હતા. પુરાણો મુજબ એક વખત શ્રીકૃષ્ણ નંદબાબાના ખોળામાં બાળપણનો આનંદ ઉઠાવી રહ્યા હતા. ત્યારે આકાશમાં તોફાન સાથે વીજળીના કડાકા થવા લાગ્યા. નંદબાબાને કોઈ શક્તિનો આભાસ થયો. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે તે શક્તિ સ્વયં રાધાજી જ હતા.

રાધાના આવ્યા પછી શ્રીકૃષ્ણએ બાળરૂપ માંથી કિશોર રૂપ ધારણ કર્યું. બ્રહ્માજીએ તે સમયે રાધા-કૃષ્ણના લગ્ન કરાવ્યા. લગ્ન સમયે રાધારાણીની બહેનપણીઓ લલીતા અને વિશાખા પણ હાજર હતી. લગ્ન પછી બ્રહ્મા, રાધા, વિશાખા અને લલીતા અંતર્ધ્યાન થઇ ગયા. અને શ્રીકૃષ્ણ ભગવાન પોતાના મૂળ સ્વરૂપ એટલે બાળ સ્વરૂપમાં પાછા આવી ગયા.

અભિમન્યુ-રાધાના લગ્ન : પરંતુ રાધાના લગ્ન સંબંધમાં પુરાણોમાં બીજો પણ ઉલ્લેખ મળે છે. રાધાના લગ્ન જતિલા નામની એક ગોપીના પુત્ર અભિમન્યુ સાથે થયા હતા. આ લગ્ન યોગમાયાના કહેવાથી કરાવવામાં આવ્યા હતા. જેના પ્રભાવને કારણે રાધા અને અભિમન્યુ ક્યારે પણ એક બીજાની નજીક ન આવી શક્યા. રાધા કૃષ્ણનો પ્રેમ અને આધ્યાત્મિક સંબંધને સમજવો અશક્ય જ છે. જગત ગુરુ શીલા પ્રભુપાદે રાધા કૃષ્ણના સંબંધને આ સંસારથી પર અને મનુષ્યની સમજશક્તિથી બહાર સર્વોચ્ચ અને અત્યંત સુંદર સંબંધની સંજ્ઞા આપી છે.

આ માહિતી ધ ડીવીન ટેલ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.