શા માટે ચોખા વગર પૂરી નથી થતી કોઈ પૂજા, શું છે તેનું ધાર્મિક મહત્વ, જાણો.

0
900

દરેક પૂજામાં અને શુભ કાર્યોમાં ચોખાનો જ ઉપયોગ કેમ કરવામાં આવે છે, જાણો તેનું આટલું મહત્વ શા માટે છે.

હિંદુ ધર્મમાં પૂજા પાઠ દરમિયાન ચોખાનો ઉપયોગ જરૂર થાય છે. ચોખાને અક્ષત પણ કહેવામાં આવે છે. જ્યારે પણ ભગવાનની પૂજા કરવામાં આવે છે તો તેમને કંકુ અને ચંદન લગાવ્યા પછી ચોખા લગાવવામાં આવે છે. પૂજા સામગ્રીમાં જો કોઈ વસ્તુની અછત હોય, તો તેને પણ ચોખાથી પૂરી કરી લેવામાં આવે છે.

હવન સામગ્રીમાં પણ ઘણી વખત અનાજ તરીકે ચોખાનો ઉપયોગ કરી લેવામાં આવે છે. અને કોઈ શુભ કામમાં પણ ચોખાનો ઉપયોગ જરૂર થાય છે. તેથી મનમાં એ પ્રશ્ન ઉઠે તે સ્વભાવિક છે કે, ધરતી ઉપર અનાજ તો ઘણા પ્રકારના છે, તેમ છતાં પણ પૂજા પાઠમાં ચોખા જ કેમ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે? આવો જાણીએ ચોખા સાથે જોડાયેલી ખાસ વાતો.

ચોખાનો અર્થ સમજો : ચોખાનો ભાવ પૂર્ણતા સાથે જોડાયેલો છે. અક્ષત એટલે જેની ક્ષતિ ન થઇ હોય. જ્યારે પણ આપણે પૂજા દરમીયાન ચોખા ચડાવીએ છીએ તો પરમેશ્વર પાસે ચોખાની જેમ જ પૂજાને ક્ષતિહીન એટલે પૂર્ણ બનાવવાની પ્રાર્થના કરીએ છીએ. જીવનની ખામીઓ દુર કરીને જીવનમાં પૂર્ણતા લાવવા માટે પ્રાર્થના કરીએ છીએ. એટલા માટે પૂજામાં હંમેશા આખા ચોખા જ ચડાવવા જોઈએ. ચોખાનો સફેદ રંગ શાંતિ દર્શાવે છે.

આવી પણ છે માન્યતા : કહેવામાં આવે છે કે પ્રકૃતિમાં સૌથી પહેલા ચોખાની જ ખેતી કરવામાં આવી હતી. તે સમયે ઈશ્વર પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરવા માટે લોકો તેમને ચોખા સમર્પિત કરતા હતા. તે ઉપરાંત અન્ન તરીકે ચોખા સૌથી શુદ્ધ માનવામાં આવે છે કેમ કે તે ધાનની અંદર બંધ રહે છે. એટલા માટે પશુ પક્ષી તેને એઠા નથી કરી શકતા.

અને ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે, મને અર્પણ કર્યા વગર જો કોઈ અન્ન અને ધનનો ઉપયોગ કરે છે, તો તે અન્ન અને ધન ચોરીનું માનવામાં આવે છે. આ રીતે અન્નના રૂપમાં ભગવાનને ચોખા અર્પણ કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે, અન્ન અને હવન ઈશ્વરને સંતુષ્ટ કરી દે છે. તેનાથી આપણા પૂર્વજો પણ તૃપ્ત થઇ જાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

(નોંધ : અહિયાં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ ઉપર આધારિત છે, તેનું કોઈ પણ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. તેને સામાન્ય લોક વાયકાને ધ્યાનમાં રાખીને રજુ કરવામાં આવી છે.)

આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.