મહાભારતના યુદ્ધ માટે ભગવાન શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રને જ કેમ પસંદ કર્યું હતું? જાણો કારણ

0
711

એવું તે કયું કારણ હતું કે ભગવાન શ્રીકૃષ્ણને મહાભારતના યુદ્ધ માટે કુરુક્ષેત્ર જ શ્રેષ્ઠ જગ્યા લાગી.

મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાં લડવામાં આવ્યું હતું. કુરુક્ષેત્રમાં યુદ્ધ લડવાનો નિર્ણય ભગવાન શ્રીકૃષ્ણનો હતો. પણ તેમણે કુરુક્ષેત્રને જ મહાભારતના યુદ્ધ માટે શા માટે પસંદ કયું તેની સ્ટોરી કંઈક આ પ્રમાણે છે.

જયારે મહાભારતનું યુદ્ધ થવાનું નક્કી થઈ ગયું, તો તેના માટે જગ્યા શોધાવા લાગી. શ્રીકૃષ્ણ વધેલી અસુરતાથી ગ્રસિત વ્યક્તિઓને આ યુદ્ધ દ્વારા નષ્ટ કરવા ઇચ્છતા હતા. પણ ડર એ હતો કે આ ભાઈ-ભાઈનું, ગુરુ-શિષ્યનું, સંબંઘી-કુટુંબીઓનું યુદ્ધ છે. એક બીજાને મરતા જોઈને તેઓ સંધિ ના કરી દે, એટલા માટે યુદ્ધ માટે એવી ભૂમિ પસંદ કરવી જોઈએ, જ્યાં ક્રોધ અને દ્વેષના સંસ્કાર પૂરતી માત્રામાં હોય. તેમણે અનેક દૂતોને અલગ અલગ દિશાઓમાં મોકલ્યા અને કહ્યું કે, પાછા આવીને ત્યાંની ઘટનાઓનું વર્ણન કરે.

પછી એક દૂતે પાછા આવીને એક જગ્યા વિષે જણાવ્યું કે, એક જગ્યા પર મોટા ભાઈએ નાના ભાઈને તેના ખેતરમાંથી વહેતા વરસાદના પાણીને અટકાવવા માટે કહ્યું. પણ નાના ભાઈએ ચોખ્ખી ના પાડી દેતા કહ્યું કે, તું જાતે જ બંધ કેમ નથી કરી દેતો? હું કોઈ તારો ગુલામ છું. આ વાત પર મોટો ભાઈ ગુસ્સે થઈ ગયો. તેણે નાના ભાઈને છરી મારી દીધી અને તેની લાશનો પગ પકડીને તેને ઘસડીને ખેતરની વાડ પાસે લઇ ગયો, અને જ્યાંથી પાણી નીકળી રહ્યું હતું ત્યાં લાશ મૂકીને પગથી કચડીને પાણીનો વહેણ અટકાવી દીધો.

આવી ક્રૂરતા વિષે સાંભળીને શ્રીકૃષ્ણએ નિશ્ચય કર્યો કે, આ ભૂમિ ભાઈ-ભાઈના યુદ્ધ માટે યોગ્ય છે. ત્યાં પહોંચવા પર તેમના મગજ પર જે પ્રભાવ પડશે તેનાથી પરસ્પર પ્રેમ ઉત્પન્ન થવાની અથવા સંધિ ચર્ચા થવાની શક્યતા નહિ રહે. તે સ્થળ કુરુક્ષેત્ર હતું અને ત્યાં જ યુદ્ધ થયું.

મહાભારતની આ કથા એવું સૂચવે છે કે, શુભ અને અશુભ વિચારો અને કર્મોના સંસ્કાર ભૂમિમાં ઘણા સમય સુધી સમાયેલા રહે છે. એટલા માટે એવી જગ્યાએ રહેવું જોઈએ જ્યાં શુભ વિચારો અને શુભ કાર્યોનો સમાવેશ રહ્યો હોય. હવે તમને એ વાર્તા જણાવીએ જે શ્રવણ કુમારના જીવન સાથે સંબંધિત છે.

જ્યારે શ્રવણ કુમારે પોતાના માતા-પિતાને કાવડમાંથી ઉતારીને પગપાળા ચલાવ્યા : શ્રવણ કુમારના માતા-પિતા અંધ હતા. તે તેમની સેવા સંપૂર્ણ નિષ્ઠાથી કરતો હતો અને તેમને કોઈ પણ પ્રકારનું કષ્ટ થવા દેતો ન હતો. એક વાર તેના માતા-પિતાએ તીર્થ યાત્રાની ઈચ્છા વ્યક્ત કરી. પછી શ્રવણ કુમારે તેમની ઈચ્છા પુરી કરવા માટે કાવડ બનાવ્યું, અને બંનેને તેમાં બેસાડીને તીર્થ યાત્રા માટે નીકળી ગયા. ઘણા તીર્થો પર ગયા પછી એક દિવસ અચાનક તેના મનમાં એવો ભાવ આવ્યો કે, માતા-પિતાને પગપાળા લઇ જવામાં આવે. પછી તેણે કાવડ જમીન પર મૂક્યું અને તેમને પગપાળા ચાલવા માટે કહ્યું.

તેના માતા-પિતા ચાલવા લાગ્યા અને કહ્યું કે, આ જગ્યાને જેટલી જલ્દી થઈ શકે એટલી જલ્દી પાર કરી લેવી જોઈએ. તેઓ ઝડપથી ચાલવા લાગ્યા અને જયારે તે જગ્યા પસાર થઈ ગઈ પછી શ્રવણ કુમારને પોતાના માતા-પિતાનું અપમાન કરવાનો ઘણો પસ્તાવો થયો, અને પછી તેણે તેમને પગે પડીને માફી માંગી અને પાછા કાવડમાં બેસાડી દીધા. પછી તેના પિતાએ કહ્યું કે, પુત્ર આમાં તારો દોષ નથી. આ જગ્યા પર એક સમયે મય નામનો એક અસુર રહેતો હતો, તેણે જન્મ લેતા જ પોતાના માતા-પિતાને મારી નાખ્યા હતા, તેના જ સંસ્કાર આ જમીનમાં અત્યાર સુધી રહ્યા છે, અને આ જગ્યા પરથી પસાર થતા સમયે તને આવો વિચાર આવ્યો.

આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.