મહાભારતના યુદ્ધમાં કેમ ભગવાન શ્રીકૃષ્ણએ બચાવવો પડ્યો કર્ણનો જીવ જાણો રહસ્ય.

0
345

પાંડવોની વિરુદ્ધ હોવા છતાં કેમ ભગવાન શ્રીકૃષ્ણ એ બચાવ્યો હતો દાનવીર કર્ણનો જીવ, જાણો તેનું કારણ.

પુરાણોમાંથી હંમેશા એવું જાણવા મળે છે કે, મહાભારતના યુદ્ધમાં અર્જુનના રથ ઉપર બેઠેલા હનુમાનજી ક્યારેક ક્યારેક ઉભા થઇને કૌરવોની સેના તરફ તાકી તાકીને જોતા હતા, તો તે સમયે કૌરવોની સેના તોફાનની ગતિથી યુદ્ધ ભૂમિ છોડીને ભાગી જતી હતી. હનુમાનજીની દ્રષ્ટિનો સામનો કરવાનું સાહસ કોઈનામાં ન હતું. ત્યાં સુધી કે તેમની દ્રષ્ટિ એક વખત કૌરવો તરફથી લડી રહેલા કર્ણ ઉપર પણ પડી ગઈ હતી. તે સમયે ભગવાન શ્રીકૃષ્ણએ કર્ણને બચાવી લીધા, નહિ તો તે ક્યારના મૃત્યુ પામ્યા હોત. આવો જાણીએ સંપૂર્ણ પ્રસંગ.

શ્રીકૃષ્ણને પણ વાગી રહ્યા હતા બાણ : એક પ્રસંગમાં દર્શાવવામાં આવ્યું છે કે, જયારે કર્ણ અને અર્જુન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે કર્ણ અર્જુન પર ભયંકર બાણોની વર્ષા કરી રહ્યા હતા. તેમના બાણોની વર્ષાથી શ્રીકૃષ્ણને પણ બાણ વાગી રહ્યા હતા. તેમના બાણથી શ્રીકૃષ્ણનું કવચ કપાઈને પડી ગયું અને તેમના સુકુમાર અંગો ઉપર બાણ વાગવા લાગ્યા.

હનુમાનજીથી આ બધું જોઈ ન શકાયું : રથની છત ઉપર બેઠેલા પવનપુત્ર હનુમાનજી એક નજરે નીચે તેમના આરાધ્ય તરફ જ જોઈ રહ્યા હતા. શ્રીકૃષ્ણ કવચહીન થઇ ગયા હતા, કર્ણના બાણ તેમના અંગોને ભેદી રહ્યા હતા. હનુમાનજીથી એ સહન ન થયું. એવામાં અચાનક જ તે ગર્જના કરીને બંને હાથ ઉપાડીને કર્ણને મારી નાખવા માટે ઉઠી ગયા. હનુમાનજીની ભયંકર ગર્જનાથી એવું લાગ્યું કે, સમજો કે બ્રહ્માંડ ફાટી ગયું હોય. કૌરવ સેના તો પહેલાથી જ ભાગી ગઈ હતી, હવે પાંડવ પક્ષની સેના પણ તેમની ગર્જનાના ભયથી ભાગવા લાગી.

કર્ણના હાથમાંથી છૂટ્યું ધનુષ્ય : હનુમાનજીનો ક્રોધ જોઇને કર્ણના હાથમાંથી ધનુષ છૂટીને પડી ગયું. ભગવાન શ્રીકૃષ્ણએ તરત ઉઠીને પોતાનો જમણો હાથ ઉપાડ્યો અને હનુમાનજીને સ્પર્શ કરીને સાવચેત કર્યા. કહ્યું, આ તમારે ગુસ્સો થવાનો સમય નથી. શ્રીકૃષ્ણના સ્પર્શથી હનુમાનજી અટકી તો ગયા પરંતુ તેમની પૂંછડી ઉભી થઈને આકાશમાં હલી રહી હતી. તેમના બંને હાથોની મુઠ્ઠી બંધ હતી. તેમની આંખોમાં જાણે કે આગની જવાળા ઉઠી રહી હતી.

શ્રીકૃષ્ણએ કર્યા હનુમાનજીને શાંત : હનુમાનજીનો ગુસ્સો જોઇને કર્ણ અને તેમના સારથી ધ્રુજવા લાગ્યા. હનુમાનજીનો ગુસ્સો શાંત ન થતો જોઈ શ્રીકૃષ્ણએ કડક સ્વરમાં કહ્યું હનુમાન, મારી આંખોમાં જુઓ. જો તમે આ રીતે કર્ણ તરફ થોડી ક્ષણ વધુ જોશો તો કર્ણ તમારી દ્રષ્ટિથી જ મરી જશે. આ ત્રેતાયુગ નથી. તમારા પરાક્રમને તો દુર તમારા તેજને પણ કોઈ અહિયાં સહન નહિ કરી શકે. તમને મેં આ યુદ્ધમાં શાંત રહીને બેસવાનું કહ્યું છે. પછી હનુમાનજીએ તેના આરાધ્યદેવની તરફ નીચે જોયું અને શાંત થઈને બેસી ગયા. અને કર્ણનો જીવ બચાવ્યો.

આ માહિતી નવ ભારત ટાઈમ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.