શુક્ર એટલે કે શુક્રાચાર્ય કેમ બન્યા અસુરોના ગુરુ, તેમના જીવનમાં એવી કઈ ઘટના બની કે આવો નિર્ણય લીધો.

0
590

જાણો શુક્રાચાર્ય સાથે જોડાયેલા એવા તથ્યો અને રોચક વાતો જેના વિષે ઘણા ઓછા લોકો જાણે છે.

દેવતાઓ અને દૈત્યોની તમે ઘણી કથાઓ સાંભળી હશે. એક તરફ જ્યાં દેવતાઓના ગુરુ બૃહસ્પતિ છે તો બીજી તરફ દૈત્યો અને રાક્ષસોના ગુરુ શુક્રાચાર્ય છે. અઠવાડીયના દિવસોમાં પણ બંને જ ગુરુઓનો દિવસ નક્કી છે, તેમાંથી ગુરુવારનો દિવસ દેવતાઓના ગુરુ બૃહસ્પતિને સમર્પિત છે, અને શુક્રવારનો દિવસ દૈત્યોના ગુરુ શંકરાચાર્યને સમર્પિત છે.

આજે અમે તમને એ જણાવવા જઈ રહ્યા છીએ કે ખરેખર શુક્રાચાર્ય દૈત્યો, દાનવો અને રાક્ષસોના આચાર્ય કેવી રીતે બન્યા? પંડિત સુનીલ શર્માના જણાવ્યા મુજબ શુક્રાચાર્ય મહર્ષિ ભૃગુના પુત્ર હતા. મહર્ષિ ભૃગુની પહેલી પત્નીનું નામ ખ્યાતી હતું. ખ્યાતીથી ભૃગુને બે પુત્ર અને એક દીકરીનો જન્મ થયો. ભૃગુના બે પુત્રો ઉશના, ચ્યવન હતા. માનવામાં આવે છે કે ઉશના જ આગળ ચાલીને શુક્રાચાર્ય કહેવાયા.

પહેલી કથા મુજબ શુક્રાચાર્યનો જન્મ શુક્રવારે થયો હતો તેથી મહર્ષિ ભૃગુએ તેમના આ પુત્રનું નામ શુક્ર રાખ્યું. જયારે શુક્ર થોડા મોટા થયા તો તેમના પિતાએ તેમને બ્રહમઋષિ અંગીરસ પાસે શિક્ષણ લેવા મોકલી દીધા. માન્યતા છે કે અંગીરસ બ્રહ્માના માનસ પુત્રોમાં સર્વશ્રેષ્ઠ હતા અને તેમના પુત્રનું નામ બૃહસ્પતિ હતું, જે પાછળથી દેવોના ગુરુ બન્યા. શુક્રાચાર્ય સાથે તેમના પુત્ર બૃહસ્પતિ પણ ભણ્યા હતા.

એવું માનવામાં આવે છે કે શુક્રાચાર્યની બુદ્ધી બૃહસ્પતિની સરખામણીમાં કુશાગ્ર હતી. પણ તેમ છતાં પણ બૃહસ્પતિને અંગીરસ ઋષિના પુત્ર હોવાને લીધે વધુ સારી રીતે શિક્ષણ આપવામાં અવ્યુ, જેથી એક દિવસ શુક્રાચાર્ય ઈર્ષાવશ તે આશ્રમ છોડીને સનક ઋષિઓ અને ગૌતમ ઋષિ પાસે શિક્ષણ લેવા લાગ્યા.

પછી શિક્ષણ પૂર્ણ થયા પછી જયારે શુક્રાચાર્યને ખબર પડી કે બૃહસ્પતિને દેવોએ તેમના ગુરુ નિયુક્ત કર્યા છે, તો તે ઈર્ષાવશ તેમણે દૈત્યોના ગુરુ બનવાની વાત મનમાં નક્કી કરી લીધી, પણ તેમાં સૌથી મોટી અડચણ દૈત્યોને દેવોના હાથે હંમેશા મળતો પરાજય હતો.

ત્યાર પછી શુક્રાચાર્ય મનમાંને મનમાં વિચારવા લાગ્યા કે, જો હું ભગવાન શિવને પ્રસન્ન કરી તેની પાસેથી સંજીવની મંત્ર પ્રાપ્ત કરી લઉં, તો હું દૈત્યોને દેવો ઉપર જરૂર વિજય અપાવી શકું. અને તેવું વિકારીને તેમણે ભગવાન શિવની કઠોર તપસ્યા શરુ કરી દીધી.

દેવોએ તે તકનો ફાયદો ઉઠાવીને દૈત્યોનો સં-હા ર-શ-રુ કરી દીધો. શુક્રાચાર્યને તપસ્યામાં જોઈ દૈત્ય તેમની માતા ખ્યાતીના શરણમાં જતા રહ્યા. ખ્યાતીએ દૈત્યોને શરણમાં રાખ્યા અને જે પણ દેવતા દૈત્યોને મા-ર-વા આવ્યા તેમને પોતાની શક્તિથી મૂર્છિત કરી લકવાગ્રસ્ત કરી દેતા. તેથી દૈત્ય બળવાન બની ગયા અને ધરતી ઉપર પાપ વધવા લાગ્યું.

શુક્રાચાર્યની માં નો વ-ધ : તે વખતે ધરતી ઉપર ધર્મની સ્થાપના માટે ભગવાન વિષ્ણુએ શુક્રાચાર્યની માં અને ભૃગુ ઋષિની પત્ની ખાય્તીનું સુદર્શન ચક્રથી માથું કા-પી-દૈ-ત્યો-ના સંહારમાં દેવોની અને સમગ્ર જગતની મદદ કરી.

જયારે આ વાતની જાણ શુક્રાચાર્યને થઇ તો તેમને ભગવાન વિષ્ણુ ઉપર ઘણો ગુસ્સો આવ્યો અને તેમણે મનમાંને મનમાં જ તેમની સામે બદલો લેવાનું નક્કી કરી લીધું. તે એક વખત ફરીથી ભગવાન શિવની તપસ્યામાં લીન થઇ ગયા.

ઘણા વર્ષો સુધી ઘોર તપસ્યા કર્યા પછી છેવટે તેમણે ભગવાન શિવ પાસે સંજીવની મંત્ર મેળવ્યો અને દૈત્યોના રાજ્યને ફરી વખત સ્થાપિત કરી તેમની માં નો બદલો લીધો. ત્યાં મહર્ષિ ભ્રુગુને જયારે એ વાતની જાણ થઇ કે ભગવાન વિષ્ણુએ તેમની પત્ની ખ્યાતીનો વ-ધ-ક-રી દીધો છે, તો તેમણે વિષ્ણુજીને શ્રાપ આપ્યો કે વિષ્ણુજીએ એક સ્ત્રીનો વ-ધ-ક-ર્યો છે તેથી તેમણે વારંવાર પૃથ્વી ઉપર માં ના ગર્ભ માંથી જન્મ લેવો પડશે અને ગર્ભમાં રહી કષ્ટ ભોગવવા પડશે.

આ પહેલા ભગવાન પ્રગટ થઈને જ અવતાર લેતા હતા જેમ કે વરાહ, મતસ્ય, કુર્મ અને નરસિંહ, પણ ત્યાર પછી તેમણે પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધના રૂપમાં માં ના ગર્ભ માંથી જ જન્મ લીધો. અને પછી શુક્રાચાર્ય પાસે બૃહસ્પતિના પુત્રએ સંજીવની વિદ્યા શીખીને તેમનું પતન કર્યું.

દૈત્ય ગુરુ શુક્રાચાર્યના વિષયમાં અમુક આશ્ચર્યજનક તથ્ય :

મતસ્ય પુરાણ મુજબ શુક્રાચાર્યનો વર્ણ શ્વેત છે. તેમનું વાહન રથ છે, જેમાં 8 ઘોડા છે. તેમનું શ-સ્ત્ર-આ-યુ-ધ દંડ છે. શુક્ર વૃષ અને તુલા રાશિના સ્વામી છે. તેમની મહાદશા 20 વર્ષની હોય છે. શુક્રાચાર્યના માથા ઉપર સુંદર મુકુટ હોય છે. ગળામાં માળા છે. તે શ્વેત કમળ ઉપર બિરાજમાન રહે છે. તેમના ચાર હાથમાં દંડ, વરદમુદ્રા, રુદ્રાક્ષની માળા અને પાત્ર સુશોભિત રહે છે.

મહાભારત મુજબ શુક્રાચાર્ય રસો, મંત્રો અને ઔષધીઓના સ્વામી છે. શુક્રાચાર્યએ તેમનું આખું જીવન તપ અને સાધના કરવામાં લગાવ્યું હતું. તેમણે પોતાની સંપૂર્ણ સંપત્તિ તેમના અસુર શિષ્યોને આપી દીધી હતી.

શુક્રાચાર્યને નીતિ શાસ્ત્રના જન્મદાતા પણ કહેવામાં આવે છે. શુક્ર નીતિને મહત્વપૂર્ણ સમજવામાં આવે છે. શુક્રાચાર્યને મહત્વપૂર્ણ સ્થાન મળ્યું છે. શુક્ર ગ્રહ વી ર્ય સાથે સંબંધિત છે. વી ર્યનો સંબંધ જન્મ સાથે છે. શુક્રાચાર્ય શુક્ર ગ્રહ બનીને ત્રણે લોકનું કલ્યાણ કરે છે.

બ્રહ્માની સભામાં તે ગ્રહ બનીને ઉપસ્થિત હોય છે. શુક્ર ગ્રહ વરસાદ રોકવા વાળા ગ્રહને શાંત કરે છે અને વરસાદ કરવામાં મદદ કરે છે. વરસાદ થવાથી પૃથ્વી ઉપર નવું જીવન શરુ થાય છે. માણસ અને જીવ જંતુઓને શાંતિ, સંતોષ અને ભોજન મળે છે.

દાનવ ગુરુ શુક્રાચાર્ય આ કારણે કહેવાયા શિવ પુત્ર : શુક્રાચાર્ય ભૃગુ મહર્ષિના પુત્ર હતા. દેવતાઓના ગુરુ બૃહસ્પતિ અંગીરસના પુત્ર હતા. આ બંને બાળકોએ બાલ્યકાળમાં થોડા સમય માટે અંગીરસને ત્યાં વિદ્યા પ્રાપ્ત કરી. આચાર્ય અંગીરસે વિદ્યા શીખવવામાં શુક્ર પ્રત્યે વિશેષ રૂચી ન દર્શાવી. અસંતુષ્ટ થઈને શુક્રએ અંગીરસનો આશ્રમ છોડી દીધો અને ગૌતમ ઋષિને ત્યાં જઈને વિદ્યાદાન કરવાની પ્રાર્થના કરી.

ગૌતમ મુનીએ શુક્રને સમજાવ્યું કે, દીકરા, આ સમસ્ત જગતના ગુરુ માત્ર ઈશ્વર જ છે. એટલા માટે તું તેમની આરાધના કર. તને સમસ્ત પ્રકારની વિદ્યા અને ગુણ સ્વયં પ્રાપ્ત થશે. ગૌતમ મુનીની સલાહ ઉપર શુક્રએ ગૌતમી તટ ઉપર જઈને શિવજીનું ધ્યાન કર્યું.

શિવજીએ પ્રત્યક્ષ આવીને શુક્રને મ-રુ-ત સંજીવની વિદ્યાનો ઉપદેશ આપ્યો. શુક્રાચાર્ય દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી આ મ-રુ-ત સંજીવની વિદ્યાને કારણે દાનવોની સંખ્યા વધતી જ ગઈ.

એક કથા મુજબ દેવતાઓએ શિવજીને ફરિયાદ કરી કે, મહાદેવ, તમારી વિદ્યાનો દાનવ લોકો દુરુપયોગ કરી રહ્યા છે. તમે તો સમદર્શી છો. આવી સ્થિતિ રહી તો અમે ક્યાંયના નહિ રહીએ. મહેરબાની કરીને અમારો ઉદ્ધાર કરો.

શુક્રાચાર્ય દ્વારા મ-રુ-ત સંજીવની વિદ્યાનો આ રીતે ખોટા કાર્યમાં ઉપયોગ કરવો શિવજીને સારું ન લાગ્યું. શિવજી ગુસ્સામાં આવી ગયા અને શુક્રાચાર્યને પકડીને ગળી ગયા. મહાદેવ દ્વારા શુક્રાચાર્યને ગળી ગયા પછી રાક્ષસોની સેના નબળી પડી ગઈ અને છેલ્લે દેવતાઓનો વિજય થયો.

શુક્રાચાર્ય ભગવાન શિવના પેટમાંથી બહાર આવવાનો રસ્તો શોધવા લાગ્યા. શુક્રાચાર્યને મહાદેવના પેટમાં સાતે લોક, બ્રહ્મા, નારાયણ, ઇન્દ્ર વગેરે સમગ્ર સૃષ્ટિના દર્શન થયા. આ રીતે શુક્રાચાર્ય સો વર્ષ સુધી મહાદેવના પેટમાં જ રહ્યા. છેલ્લે જયારે શુક્રાચાર્ય બહાર ન નીકળી શક્યા તો તે શિવજીના પેટમાં જ મંત્ર જાપ કરવા લાગ્યા.

આ મંત્રની અસરથી શુક્રાચાર્ય મહાદેવના શુક્ર રૂપમાં લિં-ગ-મા-ર્ગ માંથી બહાર નીકળ્યા. ત્યારે તેમણે શિવજીને પ્રણામ કર્યા. શુક્રાચાર્યને લિં-ગ-મા-ર્ગે-થી બહાર આવતા જોઈ ભગવાન શિવે તેમને કહ્યું કે, તમે લિં-ગ-મા-ર્ગે-થી શુક્રની જેમ નીકળ્યા છો, તો તેથી હવે તમે મારા પુત્ર કહેવાશો.

ડિસ્ક્લેમર : આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.