ભગવાનની આરતી કરતી વખતે શા માટે વગાડવામાં આવે છે તાળી?

0
282

શું તમને ખબર છે ભગવાનની આરતી વખતે તાળી કેમ પાડવામાં આવે છે? અહીં જાણો તેનું કારણ. માનવીનું જીવન ન જાણે કેટલા સવાલોથી ભરેલું છે, દરેક વસ્તુમાં એક સવાલ છે, જેમાંથી કેટલીક વસ્તુઓ સાથે જોડાયેલા સવાલ તો હજી સુધી રહસ્ય બનેલા છે. એવી જ રીતે જો હિંદુ ધર્મની વાત કરીએ, તો જયારે આપણે કોઈ પણ ભગવાનની પૂજા-અર્ચના કરીએ છીએ, તો તાળીઓ વગાડીને તેમની આરાધના કરીએ છીએ, અને આ આજની નહિ પણ સદીઓથી ચાલી આવી રહેલી એક પરંપરા છે. અને આજ સુધી આપણે લોકો તાળીઓ વગાડીને ભગવાનની પૂજા અર્ચના કરીએ છીએ.

પણ આ બધા વચ્ચે શું તમે એ જાણવાનો પ્રયત્ન કર્યો કે, જયારે પણ આપણે ભગવાનની પૂજા અથવા આરતી કરીએ છીએ તો તાળીઓ શા માટે વગાડીએ છે? ચાલો જાણીએ પૂજા અને તાળીના સંબંધ વિષે.

આપણે ત્યાં સદીઓ પહેલાથી તાળી વગાડવાનું ચલણ છે. ભગવાનની સ્તુતિ, ભક્તિ, આરતી વગેરે ધર્મ-કર્મના સમયે તાળી વગાડવામાં આવે છે. વિજ્ઞાન અનુસાર તાળી વગાડવી એક પ્રકારનો વ્યાયામ જ છે, તાળી વગાડવાથી આપણા આખા શરીરમાં ખેંચાણ થવા લાગે છે, અને આપણા શરીરની માંસપેશીઓ એક્ટિવ થઈ જાય છે. જોર-જોરથી તાળીઓ વગાડવાથી થોડી વારમાં આપણા શરીરમાં પરસેવો થવાનું શરૂ થઈ જાય છે, અને આખા શરીરમાં એક અલગ પ્રકારની ઉત્તેજના પેદા થઈ જાય છે.

આપણી હથેળીઓમાં શરીરના અન્ય અંગોની નસોના બિંદુ હોય છે, જેને એક્યુપ્રેશર પોઇન્ટ કહેવામાં આવે છે. તાળી વગાડવાથી આ બિંદુઓ પર દબાણ પડે છે અને તેની સાથે સંબંધિત અંગોનું રક્ત સંચાર વધે છે, જેથી તે સારી રીતે કામ કરવા લાગે છે. એક્યુપ્રેશર પદ્ધતિમાં તાળી વગાડવી ઘણી વધારે લાભદાયક માનવામાં આવે છે. આ કારણો સર તાળી વગાડવી આપણા સ્વાસ્થ્ય માટે ઘણી લાભદાયક હોય છે.

હિંદુ ધર્મમાં આરતી દરમિયાન તાળી વગાડવાને આપણે કર્તલ ઘ્વનિના નામથી પણ ઓળખીએ છીએ, આ એક સ્વાભાવિક ક્રિયા માનવામાં આવે છે. મંદિર હોય કે કોઈ પૂજા સ્થળ, જ્યાં પણ આરતી થઈ રહી હોય, ત્યાં ભક્તિ ભાવમાં લીન શ્રદ્ધાળુઓ તાળી જરૂર વગાડે છે. કોઈ પણ ઉત્સવ, જન્મદિવસ અથવા સંત સમાગમ દરમિયાન પણ હર્ષોલ્લાસ સાથે કર્તલ ધ્વનિ પેદા કરવામાં આવે છે. કોઈના ઉત્સાહને વધારવા માટે પણ લોકો તાળીનો ઉપયોગ કરે છે.

તો આજે આપણે એ જાણ્યા કે આરતીના સમયે વગાડવામાં આવતી તાળીથી આપણે ન ફક્ત દેવી-દેવતાઓને પ્રસન્ન કરી શકીએ છીએ, પણ આપણા સ્વાસ્થ્યને પણ મજબૂત કરીએ છે. અમે આશા રાખીએ છીએ કે ધર્મ-કર્મ સાથે જોડાયેલો આ લેખના માધ્યમથી તમારું જ્ઞાનવર્ધન થયું હશે. જો તમે આ સંબંધમાં પોતાની ટિપ્પણી કરવા કરવા ઈચ્છો છો તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો.

આ માહિતી એસ્ટ્રોસેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.