પત્ની બોલી તમારા માં બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો, પછી પતિએ જે કર્યું તે જાણવું જોઈએ.

0
4381

દિવ્યાબેન અને મુકેશભાઈનો દીકરો હતો મેહુલ. મેહુલ પોતાના માતા પિતાને ખૂબ પ્રેમ કરતો હતો અને દરેક નિર્ણય સમજી વિચારીને લેતો હતો. તેની બે બહેનો હતી જેમના પ્રત્યે પણ તેને ખૂબ લાગણી હતી. મેહુલની ન તો કોઈ છોકરી સાથે મિત્રતા હતી અને ન તો તે કોઈ છોકરીના પ્રેમમાં હતો.

બહેનોના લગ્ન થઈ ગયા હતા અને માં એ મેહુલ માટે જે છોકરી પસંદ કરી તેની સાથે લગ્ન કરવા માટે તે તરત જ તૈયાર થઈ ગયો. તેણે વિચાર્યું કે પત્ની આવશે તો માં બાપની સેવા કરશે અને ઘરને સ્વર્ગ જેવું સુંદર બનાવી દેશે. પણ તે છોકરી ધાર્યા પ્રમાણે નીકળી નહીં. થોડા સમય તો બધુ બરાબર ચાલ્યું પણ પછી સ્થિતિ બદલાઈ. મેહુલની પત્ની ન તો મેહુલની ઇજ્જત કરતી અને ન મેહુલના માં બાપની.

તેના માં બાપ તેની રોજ રોજની કચકચથી પરેશાન રહેવા લાગ્યા. સમય પસાર થતો ગયો અને મેહુલને જોડિયા બાળકો થયા. બાળકો થોડા મોટા થયા પછી મેહુલની પત્ની વધારે વિવાદ કરવા લાગી. એક દિવસ તે બોલી – તમારા માં બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. એ પછી મેહુલે પોતાના સાસુ સસરાને ઘરે બોલાવ્યા અને કહ્યું – તમારી દીકરીને તમારા ઘરે લઈ જાવ. તે પોતાના સાસુ સસરાને માં બાપનું સ્થાન આપતા શીખી જાય ત્યારે તેને પાછી મૂકી જજો.

તેઓ બોલ્યા – દીકરા આ તારી પત્ની છે. અમારી બીજી બે દીકરીઓના હજી લગ્ન નથી થયા. જો અમે આને ઘરે લઈ જઇશું તો તેમની સાથે કોણ લગ્ન કરશે. અમને માફ કરો. તું આનો પતિ છે, તું આને જે સજા આપશો તેમાં અમે કોઈ દખલ નહીં કરીએ. આવું કહીને તેઓ જતાં રહ્યા. પછી મેહુલે પોતાની પત્નીને કહી દીધું કે, હું મારા માં બાપ સાથે જ રહીશ. તું આ ઘર છોડીને જતી રહે. અને આપણા બંને બાળકો પણ અમારી સાથે આ ઘરમાં જ રહેશે.

આટલું કહીને મેહુલ પોતાની પત્નીનો સામાન પેક કરવા લાગ્યો. આ જોઈને તેની પત્ની રડવા લાગી. તે કહેવા લાગી કે, હું આપણા બાળકો વગર જીવી નહીં શકું. આ સાંભળી મેહુલ બોલ્યો – તું આજકાલમાં જન્મેલા આપણા બાળકો વગર જીવી ના શકતી હોય તો મારા માં બાપ જેમની સાથે હું 35 વર્ષોથી છું તે મારા વગર કેવી રીતે જીવશે? મેહુલની પત્નીની અક્કલ ઠેકાણે આવી ગઈ અને તેણીએ પોતાના પતિ અને સાસુ સસરાની માફી માંગી.

એ પછી તેઓ સુખ શાંતિથી જીવન જીવવા લાગ્યા. (ફોટા પ્રતીકાત્મક છે.)