પત્ની બીમાર હતી પણ પતિએ તેના પર ધ્યાન ના આપ્યું, પછી જે થયું તેમાંથી પુરુષે શીખવા જેવું છે.

0
338

બીમારી પત્નીની સંભાળ ના રાખનાર પતિના જીવનમાં બનેલો આ પ્રસંગ ઘણું બધું કહી જાય છે, અચૂક વાંચજો.

આંખો તો બસ માધ્યમ છે પ્રેમનું, થોડું મારા હૃદયમાં ડોકિયું કરીને જો દરિયો છે પ્રેમનો.

ગયા અઠવાડિયે મારી પત્નીને તાવ હતો, પહેલા દિવસે તો તેણે જણાવ્યું જ નહીં, બીજા દિવસે જયારે તેનાથી ઉઠી શકાયું નહીં તો મેં એમ જ પૂછી લીધું કે તબિયત ખરાબ છે કે શું?

તેણે કહ્યું ના, તબિયત ખરાબ તો નથી. હા થોડો થાક છે. પછી હું ચુપચાપ છાપું વાંચવામાં તન્મય થઇ ગયો, એ થોડી મોડી જાગી અને ફટાફટ મારા માટે ચા બનાવી દીધી, બિસ્કિટ આપ્યા અને હું છાપું વાંચતા વાંચતા ચા પીતો રહ્યો. મને ખબર પડી ગઈ હતી કે તેને તાવ છે, અને આ વાત મેં તેને સ્પર્શીને સમજી લીધી હતી.

હું એમ જ વિચારતો રહ્યો કે સામાન્ય તાવ છે, સાંજ સુધી સારું થઇ જશે. તેણે તાવ હોવા છતાં મારા માટે નાસ્તો બનાવી લીધો. નાસ્તો કરતી વખતે જ મેં તેને જણાવ્યું કે આજે ખાવાનું બહાર છે. એટલા માટે તું ખાવાનું ના બનાવતી.

તેણે ધીરેથી કહ્યું કે અરે એવી કોઈ વાત નથી, ખાવાનું તો બનાવી દઈશ. પરંતુ મેં કહ્યું ના ના ઓફિસની કોઈ મિટિંગ છે, એ પછી ખાવાનું બહાર છે. પછી હું તૈયાર થઈને નીકળી ગયો.

હું પુરુષ છું, પુરુષ મજબૂત હૃદયના હોય છે. આવી સામાન્ય બીમારીથી પુરુષ વિચલિત નથી થતા. હું ઓફિસે ચાલ્યો ગયો. પછી મારી મિટિંગમાં મને ધ્યાન જ ના રહ્યું કે પત્નીની તબિયત સવારે સારી નોહતી.

સાંજે ઘરે આવ્યો તો એ સુતેલી હતી. એને સુતેલી જોઈને મગજમાં એકવાર પણ વિચાર ના આવ્યો કે એટલું તો પૂછી લવ કે કેવી છે તબિયત? તે સુતેલી રહી અને મેં મારા કપડાં બદલ્યા અને પૂછી નાખ્યું ખાવાનું?

પત્નીએ મારી સામે જોયું અને સુતા સુતા તેણે કહ્યું હમણાં ઉભી થાવ છું, બસ હવે સારું છે. જેવું તેણે કહ્યું કે હવે સારું છે, મને ધ્યાનમાં આવ્યું કે અરે સવારે તો તેને તાવ હતો. પોતાની શરમને સંતાડતા મેં કહ્યું કઈ વાંધો નહીં, તું સૂતી રહે. પછી હું રસોડામાં ગયો મેં અંદાજો લગાવ્યો કે તેણે બપોરે ખાવાનું નથી ખાધું. કારણ કે ખાવાનું બન્યું જ નોહ્તું.

પ્રતીકાત્મક ફોટો

મેં ફ્રીજમાં જે કાંઈ હતું તેમાંથી થોડું થોડું કાઢ્યું, તેના માટે બ્રેડ જામ લીધું અને પોતાના પતિ ધર્મનું પાલન કરતા, પોતાના ઉપર ગર્વ કરતા તેની આગળ ખાવાની થાળી પીરસી. પત્નીએ બ્રેડનો એક ટુકડો ઉચક્યો, મને આંખોથી ધન્યવાદ કહ્યું, અને મનથી કહ્યું કે પતિ હોય તો આવો હોય, આટલી સંભાળ રાખવા વાળો.

મેં એક બે વાર એમજ પૂછી લીધું કે તેને કેમ છે? કોઈ દવા આપું કે? અને મારા કોપ્યુટર વગેરેને જોતા જોતા સુઈ ગયો.

પત્ની પછીની સવારે ઝડપી ઉઠી ગઈ, મને લાગ્યું કે તે સારી થઇ ગઈ છે, અને મેં પછી તેના તાવ વિષે ચર્ચા પણ ના કરી. મેં માની લીધું કે એ સારી થઇ ગઈ છે.

થોડા દિવસો પસાર થઈ ગયા. ગઈકાલે મને શરદી થઇ ગઈ હતી. બે ત્રણ વાર છીંક આવી ગઈ હતી. ઘરે ગયો તો પત્નીએ કહ્યું કે તમારી તબિયત સારી નથી. તેણે માથા ઉપર હાથ મુક્યો, અને કહ્યું કે તાવ તો નથી, પરંતુ ગળું ખરાબ લાગે છે. એવું કરો તમે સુઈ જાઓ હું સરસિયાનું તેલ ગરમ કરીને છાતી ઉપર લગાડી આપું.

મેં એક-બે વાર કહ્યું ના એવી કોઈ વાત નથી, પરંતુ પત્નીએ મને રૂમમાં મોકલી જ દીધો. હું પલંગમાં સૂતો હતો ને મારા માટે શાનદાર ઉકાળો બનીને આવી ગયો.

હવે મારુ ગાળું ખરાબ હતું એટલે ઉકાળો તો બનવાનો જ હતો. ઉકાળો પીને સુઈ ગયો. પછી 10 મિનિટમાં ગરમા ગરમ સૂપ સામેથી આવ્યો, તેણે કહ્યું કે ગરમ સૂપથી ગળાને પુરી રીતે આરામ મળશે. સૂપ પીધો તો એ મારી પાસે આવી ગઈ, અને મારા માથામાં હાથ ફેરવવા લાગી. કહેવા લાગી કે આટલી તબિયત ખરાબ છે તો આટલું કામ કેમ કરો છો?

નાનપણમાં જયારે પણ મને તાવ આવતો હતો, તો માઁ આખી રાત મારી પાસે બેઠેલી રહેતી. હું સૂતો હતો ને એ જાગતી હતી. આજે ઊંઘું થયું હતું, મારી પત્ની મારે માથે હાથ ફેરવતી રહી ને હું ધીમે ધીમે સુઈ ગયો, જાગ્યો ત્યારે જોયું કે તે ગળા ઉપર વિક્સ લગાવી રહી હતી. મારી આખો ખુલી તો તેણે પૂછ્યું થોડો આરામ મળ્યો કે? મેં હા માં માથું હલાવ્યું. તો તેણે પૂછ્યું કે ખાવાનું ખાશો?

મને ભૂખ લાગી હતી, એ કહ્યું “હા”. તેણે ફટાફટ રોટલી, શાક, દાળ, ચટણી, સલાડ મારી સામે પીરસી દીધૂ. અને અડધો સૂતો હતો ને મારા મોઢામાં કોળિયા મૂકતી પ્રેમથી ખવડાવતી રહી. મેં ચુપચાપ ખાવાનું ખાધું અને સુઈ ગયો. પત્નીએ મને પોતાના હાથે ખવડાવીને પોતે ખુશી અનુભવી અને રસોડામાં ચાલી ગઈ.

હું ચુપચાપ સૂતો રહ્યો અને વિચારતો રહ્યો કે પુરુષ પણ કેવા હોય છે? થોડા દિવસ પહેલા મારી પત્ની બીમાર હતી, મેં કઈ કર્યું નોહ્તું. બીજું તો છોડો એક ફોન કરીને તેની તબિયત વિષે પણ ના પૂછ્યું.

તેણે આખો દિવસ કઈ નોહ્તું ખાધું, પરંતુ હું તેને બ્રેડ પીરસીને જાત માટે ગૌરવ અનુભવતો હતો. મેં એ જોવાનો પ્રયત્ન પણ ના કર્યો કે તેને ખરેખર કેટલો તાવ હતો. મેં એવું કઈ ના કર્યું કે તેને લાગે કે બીમારીમાં હું એકલી નથી.

પરંતુ મને થોડી અમથી શરદી થઇ હતી અને તે મારી માઁ બની ગઈ. હું વિચારતો રહ્યો કે શું ખરેખર સ્ત્રીને ભગવાન એક અલગ જ હૃદય આપે છે? સ્ત્રીઓમાં જે કરુણા અને મમતા હોય છે એ પુરુષોમાં નથી હોતી શું? હું વિચારતો રહ્યો કે, જે દિવસે મારી પત્નીને તાવ હતો, તે બપોરે તેને ભૂખ લાગી હશે અને પલંગમાંથી ઉભી નહી થઇ શકી હોય, તો તેણે પણ ઈચ્છા કરી હશે કે કદાચ તેનો પતિ તેની સાથે હોત તો?

હું ભલે ગમે તે વિચારું, પણ મને લાગે છે કે દરેક પુરુષને એક જન્મમાં સ્ત્રી બનીને એ સમજવાનો પ્રયત્ન કરવો જ જોઈએ કે સાચુકલું કેટલું અધરું હોય છે, સ્ત્રી હોવું. માં થવું, બહેન થવું, પત્ની થવું.