“લગ્નના થોડા વર્ષોમાં પત્નીએ છોડ્યું ઘર” લગ્ન જીવનનું સાચું સુખ જાણવા માટે જરૂર વાંચો આ સ્ટોરી

0
524

પત્નીને લગ્નના થોડા વર્ષો પછી પત્નીને વિચાર આવ્યો કે જો હું પતિને છોડીને જતી રહું તો મારા પતિ કેવું અનુભવશે. આ વિચાર કરતાં પત્ની પતિ માટે એક પત્ર લખ્યો અને તેમાં લખ્યું કે ” હવે હું તમારી સાથે નહીં રહી શકું, તમારી સાથે રહીને હું કંટાળી ગઈ છું, હું ઘર છોડીને જઈ રહી છું હંમેશા માટે’. તે કાગળને ટેબલ પર રાખ્યો અને પોતાના કામમાં લાગી ગઈ.

સાંજે પતિનો આવવાનો સમય થયો તો તે પતિની પ્રતિક્રિયા જોવા માટે પલંગ નીચે જઈને છુપાઈ ગઈ. પતિ આવે છે અને સૌથી પહેલા પત્નીને શોધે છે, પત્ની ન દેખાવવાના કારણે તે પણ થોડો ઉદાસ થવા લાગે છે અને તેનું ધ્યાન અચાનક ટેબલ પર પડેલ પત્ર પર પડે છે. જલ્દીથી પતિએ તે પત્રને ખોલે છે અને વાંચવા લાગે છે. વાંચીને થોડા સમય પછી પતિએ તે પત્રની અંદર બીજું કાઈ લખે છે.

પત્રને ટેબલ પર રાખ્યા પછી અચાનક ખુરશીમાં બેસી ગયો થોડીવાર પછી પતિ આનંદથી સીટી વગાડવા લાગ્યો અને અચાનક નાચવા અને ગીત ગાવવા લાગે છે. તે પોતાના કપડાં બદલવા લાગ્યો અને પોતાના ફોનથી કોઈને ફોન કર્યો. ફોન પર બોલ્યો “આજે હું મુક્ત થઇ ગયો છું, કદાચ મારી મૂર્ખ પત્નીને ખબર પડી ગઈ છે કે તે મારા લાયક નથી. એટલા માટે તે ઘર છોડીને હંમેશા માટે જતી રહી છે. એટલે હું હવે આઝાદ છું, કપડાં બદલીને હું તને મળવા માટે આવી રહ્યો છું. તું તૈયાર થઈને મારા ઘરના નજીક જે પાર્ક છે ત્યાં આવી જા”. પતિ કપડાં બદલીને જતો રહ્યો.

આંસુથી ભરાયેલ આંખથી પત્ની પલંગ નીચેથી બહાર નીકળી. પત્ની દુઃખી થઈને પોતાનો સામાન બાંધવા લાગી અને ઘરેથી હકીકતમાં જવાની તૈયારી કરવા લાગી પણ તેને એક વિચાર આવ્યો કે પત્ર વાંચીને પતિએ પત્રમાં બીજું શું લખ્યું. એટલે તે પત્રને વાંચે છે. પત્રની અંદર લખ્યું હતું ‘પલંગના નીચેથી તારા પગ દેખાઈ રહ્યા છે.’ આપણા ઘરના નજીકના પાર્ક પાસે બ્રેડ મળે છે, તો લઈને આવી રહ્યો છું. તો ત્યાર સુધી તું ચા બનાવી લેજે. મારા જીવનમાં ખુશી તારા આવવાથી છે. અડધી તને હેરાન કરવાથી અને અડધી તને મનાવવાથી. પત્ની ખુશ થઈને ચા બનાવવા માટે રસોડામાં જતી રહે છે.

પ્રતીકાત્મક ફોટા (સોર્સ : ગૂગલ)