સાડાસાતી વિના શનિનો કહેર ઝીલશે આ 2 રાશિવાળા લોકો, જાણો તમે તો નથી ને આમાંથી એક.

0
1167

આ રાશિના લોકો પર અઢી વર્ષ સુધી શનિ ગ્રહની દૃષ્ટિ રહેશે, જીવનમાં ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.

શનિએ 29 મી એપ્રિલ 2022 ના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો. તે અઢીવર્ષ સુધી એક રાશિમાં રહે છે. શનિ ગોચરની અસર તમામ 12 રાશિઓ પર પડે છે. કેટલાક લોકો માટે શનિનું રાશિ પરિવર્તન રાહત લઈને આવ્યું છે તો કેટલાક માટે તે નુકસાન પહોંચાડનારું છે. કુંભ રાશિમાં શનિના પ્રવેશની સાથે મીન રાશિ પર સાડાસાતીની શરૂઆત થઈ ચુકી છે, જ્યારે ધનુ રાશિ પરની સાડાસાતી સમાપ્ત થઈ ગઈ છે. પરંતુ 2 વધુ રાશિઓ છે જેમના માટે ખરાબ દિવસો શરૂ થઈ ગયા છે અને તે લાંબા સમય સુધી ચાલશે.

આ 2 રાશિઓ વાળા રહો બચીને :

કર્ક : શનિનું ગોચર થતાની સાથે જ કર્ક રાશિના લોકો પર શનિની ઢૈય્યા (અઢી વર્ષનો પ્રકોપ) શરૂ થઈ ગઈ છે. તે અઢી વર્ષ સુધી ચાલશે. એટલે કે કર્ક રાશિના લોકો પર અઢી વર્ષ સુધી શનિ ગ્રહની દૃષ્ટિ રહેશે. તેમણે જીવનમાં ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. કરિયર-શિક્ષણમાં મુશ્કેલીઓ આવી શકે છે. ધનહાનિ થઈ શકે છે. ખર્ચ વધી શકે છે. કોઈપણ રોગ ઘેરી શકે છે. તેથી આ તમામ બાબતોમાં સાવચેત રહો.

વૃશ્ચિક : શનિ ગોચારથી વૃશ્ચિક રાશિના લોકો પર પણ શનિની ઢૈય્યા શરૂ થઈ ગઈ છે. તેથી આવનારા અઢી વર્ષ આ લોકો માટે મુશ્કેલ રહેશે. શનિની ઢૈય્યા અને સાડાસાતીથી ધન, સ્વાસ્થ્ય અને પ્રતિષ્ઠાની હાનિ થાય છે. આ ઉપરાંત, પ્રગતિમાં અવરોધો આવે છે અને સંબંધોમાં સમસ્યાઓ ઊભી થાય છે. વાત-વાત પર તમને ગુસ્સો આવશે. આ સમય ધીરજપૂર્વક લેવું વધુ સારું રહેશે.

શનિ કર્મ પ્રમાણે ફળ આપે છે : જ્યોતિષ શાસ્ત્રમાં શનિને કર્મફળદાતા કહેવામાં આવે છે. એટલે કે શનિ કર્મોના હિસાબે ફળ આપે છે. તેથી જે લોકોની કુંડળીમાં શનિ શુભ સ્થાનમાં હોય અને જે લોકોના કર્મ સારા હોય છે તેમના પર સાડાસાતી અને ઢૈય્યાની ખરાબ અસર થતી નથી. તેથી, સાડાસાતી અને ઢૈય્યા દરમિયાન લોકોએ તેમના કાર્યો પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. તેઓએ અસહાય લોકો, મહિલાઓ, વૃદ્ધોનું અપમાન ન કરવું જોઈએ. આ લોકોની શક્ય તેટલી મદદ કરવી જોઈએ.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.