ઘર પરિવારની સંભાળ રાખવામાં મહિલાઓના પોતાના સપનાનું શું થાય છે તે જાણવા આ સ્ટોરી વાંચો.

0
894

રાધિકાબેન બાળપણથી જ સુંદર અને સ્ટાઇલિશ દેખાવા માંગતા હતા. તેમની ઘણી બધી ઈચ્છાઓ પૂરી થઈ, પણ અમુક હજુ પણ અધૂરી હતી. શરૂઆતથી જ તેમને છોકરાઓ જેવા વાળ રાખવાની ખૂબ ઈચ્છા હતી. પણ તેમને તેમના પરિવાર તરફથી મંજૂરી મળી ન હતી.

લગ્ન પછી આ ઈચ્છા તેની અંદર જ દટાઈ ગઈ. તે પોતાના ઘરના કામમાં એટલા મશગૂલ થઈ ગયા કે ક્યારે આ ઈચ્છા તેમના દિલમાંથી નીકળી ગઈ તેની તેમને ખબર પણ ન પડી. સમય પસાર થતો ગયો, છોકરાઓ મોટા થઈ ગયા. દીકરો મેડિકલનો અભ્યાસ કરવા ગયો અને દીકરીએ વકીલાત શરૂ કરી.

સમયને જતા ક્યાં વાર લાગે છે. જોત જોતામાં તેમના લગ્નની 25 મી વર્ષગાંઠ પણ આવી ગઈ. દીકરો અને દીકરી મોટી ઉજવણીની તૈયારી કરી રહ્યા હતા. તમામ સંબંધીઓને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. આજે તે પોતાની દીકરી સાથે પાર્લરમાં ગયા હતા. દીકરીએ માતાને કહ્યું કે, “મમ્મી, તમે તમારું કામ પૂરું કરી લો, હું મારું થોડું કામ પૂરું કરીને આવું છું.”

દીકરીના જતાં જ રાધિકાબેન વાળ કપાવવા બેસી ગયા. પાર્લરમાં લાગેલા ફોટામાં એક છોકરીના ટૂંકા વાળ જોઈને તે પોતાની જાતને રોકી ન શક્યા અને તેમણે એવી હેરસ્ટાઈલ કરાવવાનું કહ્યું. જ્યારે તેમના વાળ કાપવામાં આવ્યા પછી તેમણે પોતાને જોયા, ત્યારે તે પોતાને જોતા જ રહી ગયા. કારણ કે એ હેરસ્ટાઇલને કારણે તે હવે વધુ આકર્ષક, સ્ટાઇલિશ અને સુંદર દેખાતા હતા. તેમની ખુશીની કોઈ સીમા ન હતી. પણ અચાનક આ ખુશી નિરાશામાં ફેરવાઈ ગઈ. કેમકે જે લોકો તેમને ત્યાં પાર્ટીમાં આવશે, તેઓ કહેશે કે આ મહિલા તો ઘડપણમાં પાગલ થઈ ગઈ છે.

આ દરમિયાન તેમની દીકરી પણ આવી ગઈ. તે પોતાની માતાને નવા અવતારમાં જોઈને દંગ રહી ગઈ હતી. તેણીએ ઝડપથી પોતાની માતાને ગળે લગાવી અને કહ્યું, “વાહ, મારી સ્ટાઇલિશ મમ્મી, તમે પહેલા આવા વાળ કેમ ન કરાવ્યા? ચાલો મોડેથી કર્યું પણ બરાબર કર્યું. હવે તમારી પાર્ટી ખૂબ સરસ રહેશે.” આ સાંભળીને રાધિકાબેન હસી પડ્યા. પણ ઘરવાળા શું કહેશે? એ તેમના માટે મોટો પ્રશ્ન હતો.

ઘરે પહોંચતા જ તેમના સાસુ-સસરાએ તેમને અલગ નજરે જોયા પણ કંઈ બોલ્યા નહીં, કારણ કે રાધિકાબેનના પતિ રાજેશને આ સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી. રાધિકાબેનની પાર્ટીમાં બધા તેમની નવી હેરકટના વખાણ કરતા થાકતા ન હતા. રાધિકાબેન પણ ખુશ હતા કેમકે વર્ષો પછી પોતાના હૃદયમાં દટાયેલી ઈચ્છાને જીવંત કરી હતી.

સાચે જ, કેટલીકવાર નાની નાની બાબતો પણ ઘણી ખુશી લાવે છે. તેથી, ક્યારેય પણ પોતાની ઇચ્છાઓને મ-ર-વા-ન દેવી જોઈએ. ભલે થોડું મોડું થઇ જાય, પરંતુ જો તે ઈચ્છા પુરી થઇ જાય તો મનને ખુબ શાંતિ મળે છે. આ વિષે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવવો.