સ્ત્રી કે ધન માંથી કોને પસંદ કરવું, જાણો આ બાબતમાં ચાણક્ય નીતિ શું કહે છે.

0
588

આચાર્ય ચાણક્યને મૌર્ય સામ્રાજ્યની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનો સંપૂર્ણ શ્રેય આપવામાં આવે છે. ચાણક્યએ સમ્રાટ ચંદ્રગુપ્ત અને તેમના પુત્ર બિંદુસાર બંનેના મુખ્ય સલાહકાર તરીકે સેવા આપી હતી.

ચાણક્ય એક પ્રાચીન ભારતીય શિક્ષક, દાર્શનિક, અર્થશાસ્ત્રી, ન્યાયશાસ્ત્રી અને શાહી સલાહકાર હતા. તેમને પરંપરાગત રીતે કૌટિલ્ય અથવા વિષ્ણુગુપ્ત તરીકે ઓળખાવામાં આવે છે, જેમણે પ્રાચીન ભારતીય રાજકીય ગ્રંથ અર્થશાસ્ત્ર લખ્યુ હતું, જે લગભગ ત્રીજી શતાબ્દી ઇસ પૂર્વે અને ત્રીજી શતાબ્દી વચ્ચેનો એક પાઠ હતો.

મૂર્ખશિષ્યોપદેશેન દુષ્ટસ્ત્રિભરણેન ચ ।

દુઃખિતૈ: સમ્પ્રયોગેન પણ્ડિતોડપ્યંવસીદતિ ।।

પહેલા અધ્યાયના ચોથા શ્લોકમાં ચાણક્યએ લખ્યું છે કે, મૂર્ખ શિષ્યને ઉપદેશ આપવો, દુષ્ટ વ્યભિચારી સ્ત્રીનું પાલન-પોષણ કરવું, ધનનો નાશ થવો અને દુ:ખી વ્યક્તિ સાથે વ્યવહાર કરવા પર જ્ઞાની પુરુષે પણ કષ્ટ ભોગવવું પડે છે.

દુ:ખી લોકો સાથે વ્યવહાર કરવાથી ચાણક્યનો અર્થ છે કે જે વ્યક્તિ અનેક રોગોથી પીડિત છે અને જેની સંપત્તિનો નાશ થયો છે, આવા વ્યક્તિઓ સાથે કોઈપણ પ્રકારનો સંબંધ રાખવો એ જ્ઞાની વ્યક્તિ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેવી જ રીતે એક દુષ્ટ અને કુટિલ સ્ત્રી (એક સ્ત્રી કે જે ઘણા પુરુષો સાથે સંબંધ ધરાવે છે) નું પાલન-પોષણ કરવાથી સજ્જન અને બુદ્ધિશાળી વ્યક્તિને દુઃખ જ મળે છે.

દુષ્ટા ભાર્યા શઠં મિત્રં ભૃત્યશ્ચોત્તરદાયકઃ ।

સસર્પે ચ ગૃહે વાસો મૃત્યુરેવ ન સંશય: ।।

પહેલા અધ્યાયના પાંચમા શ્લોકમાં ચાણક્યએ લખ્યું છે કે,

જે ઘરમાં દુષ્ટ સ્ત્રીઓ હોય છે, ત્યાં ગૃહસ્થની સ્થિતિ મ-રૂ-ત-ક સમાન હોય છે, કારણ કે તેનું કાંઈ ચાલતું અને તે અંદરથી રિબાઈ રિબાઈને મ-રૂ-ત્યુ તરફ આગળ વધતો રહે છે. તેવી જ રીતે, દુષ્ટ સ્વભાવ ધરાવતો મિત્ર પણ ભરોસાને લાયક નથી, તે ક્યારે છેતરી જાય તેની જાણ થતી નથી.

જો નોકર કે તમારા હાથ નીચે કામ કરતા કર્મચારી, જે તમારી સામો થાય તે ગમે ત્યારે તમને અસહ્ય નુકસાન પહોંચાડી શકે છે. આવા નોકર સાથે રહેવું એ અવિશ્વાસના ઘૂંટડા પીવા જેવું છે. તેવી જ રીતે જ્યાં સાપ રહે છે ત્યાં રહેવું પણ જોખમી છે. ખબર નહીં ક્યારે કરડી લે.

આ અધ્યાયમાં ચાણક્યએ લખ્યું છે કે કોઈપણ મુશ્કેલી કે આફતથી બચવા માટે પૈસાની રક્ષા કરવી જોઈએ, જરૂર પડે ત્યારે પૈસા ખર્ચીને પણ મહિલાઓની રક્ષા કરવી જોઈએ. પરંતુ મહિલાઓ અને પૈસાની સાથે વ્યક્તિએ પોતાની સુરક્ષા કરવી વધુ જરૂરી છે.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.